News of Thursday, 12th February 2026
શહેરમાં મનપા દ્વારા સુવિધાસભર કચેરીઓનું થશે નિર્માણઃ બજેટને આવકારતા ભાવેશભાઇ દેથરીયા
અંદાજપત્રને આવકારતા બાંધકામ સમિતિ ચેરમેન

રાજકોટઃ મહાનગરપાલિકાના વિસ્તારમાં ઉતરોતર વધારો થતા રાજકોટના નાગરિકોને મહાનગરપાલિકાની સેવાઓ માટે મુખ્ય ઓફિસ પર ન આવવુ પડે તેમજ મુખ્ય ઓફિસ પર કામગીરીના ભારણમાં ઘટાડો થાય તથા સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે ક્રમશઃ ઇસ્ટ ઝોન તથા વેસ્ટ ઝોન ઓફિસ બનાવવામાં આવેલ તેમજ હાલમાં સાઉથ ઝોન ઓફિસ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આજ રીતે હાલની ઢેબરભાઇ રોડ સ્થિત હયાત સેન્ટ્રલ ઝોન ઓફિસની સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવા કરણપરા, પ્રભાદેવી જે. નારાયણી લાયબ્રેરી વાળા કેમ્પસમાં ૪૨૫૦ ચો.વાર પ્લોટ એરીયામાં નવી સેન્ટ્રલ ઝોન ઓફિસનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજીત ૭૫૦૦૦ ચો.ફૂટમાં ગ્રાઉન્ડ ફલોર + પાંચ માળનું બાંધકામ, પાર્કીંગ સુવિધા, વિવિધ વિભાગો માટેની ઓફિસો, ટોઇલેટ, લિફટ, સીડી, ફાયર સિસ્ટમ, સી.સી.ટી.વી. સહિતની સુવિધાસભર કચેરીનું નિર્માણ કરવામાં આવશે.
બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઇ દેથરીયા તથા સભ્યો ડો.અલ્પેશભાઇ મોરજરીયા, પુષ્કરભાઇ પટેલ, પ્રીતિબેન દોશી અને શ્રીમતી કીર્તીબા રાણા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે.
(4:01 PM IST)










