News of Friday, 13th February 2026
આસ્થા, શ્રધ્ધા, વિશ્વાસ અને સ્વાભિમાનનું પ્રતિક શ્રી સોમનાથ જ્યોતિલિગ મંદિર

ચાર યુગોથી ધરા પર અડીખમ ઉભેલું ભોળાનાથનું સૌથી પ્રાચીન શિવ મંદિર માત્ર ભારતભરનાજ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પૌરાણિક ઇતિહાસમાં જો કોઈ દેવસ્થાન પર સૌથી વધુ આક્રમણો, હુમલાઓ અને એટેક થયા હોય, જેને સૌથી વધુ વખત લૂંટી લેવામાં આવ્યું હોવા છતાંપણ દરેક વખતે તે પહેલા કરતાં બહેતરીન થઈને ફરી પાછું બેઠુ થયેલું હોય, જેને સેટેલાઈટ, ટેલીવિઝન, મોબાઈલ, સોસિયલ મીડિયા કે રેડીયો જેવા પ્લેટફોર્મો વગરના પ્રાચીન સમયના માઉથ ટુ માઉથ થતી પબ્લિસિટી વાળા યુગમાં એટ્લે કે એક મુખે થી બીજા મુખ સુધી ફેલાયેલી વાત થકી થયેલા પ્રચારના માધ્યમથી જેની ભવ્યતા, અખંડતા અને દિવ્યતાની ચોમેર પ્રશંશા થયેલી હોય, જેની ખ્યાતિ માત્ર આપણાં દેશમાંજ નહીં પરંતુ રાષ્ટ્રના સિમાડાઓ વટાવીને સાત સમુદ્રોની પેલે પાર દેશ દેશાવરમાં પ્રસરેલી હોય, જેની રઈશતા, આલોકિકતા અને સ્થાપત્યતાની બેનમૂન કલાકળતિની ભક્તિરસથી ભરપૂર એવી આધ્યાત્મિક ગાથાઓ યુગો યુગોથી ગવાતી હોય એવું જગત આખાનું ભોળિયાનાથનું આ અતિ ભવ્ય મંદિર એ અન્ય બીજુ એકેય નહીં પરંતુ અરબી સમુદ્રના તટ પર ભારતના પヘમિ કિનારે આપણા ગરવી ગુજરાતના હાલના ગીર પંથકના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ ગામે આવેલું દેવોના દેવ એવા મહાદેવનું સૌથી પ્રાચીન, સુવિખ્યાત અને બાર જ્યોતિર્લીંગોમાં સૌથી પહેલું ગણાતું શંકરદાદાનું શ્રી સોમનાથ જ્યોર્તિલિંગ મંદિર છે.
સોમનાથ દાદાના આ જ્યોર્તિલિંગ મંદિર ખાતે ગયા જાન્યુઆરી મહિનાની તારીખ ૮ થી ૧૧ સુધીમાં ભારત પર ૧૭ વખત હુમલાઓ કરી ચૂકેલા અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના તુર્કીસ ઈસ્લામિક આક્રમણકાર મહમૂદ ગઝની દ્વારા સોમનાથ પર કરાયેલા પ્રથમ હુમલાના એક હજાર વર્ષ પૂર્ણ થતા શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વનું દેશની રાષ્ટ્રીય સ્મળતિ તરીકે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના અસ્તિત્વ, અખંડિતતા, આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે તેના સનાતન હિન્દુ ધર્મીઓની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને સ્વાભિમાનની ઝાંખી કરાવતું તેની ઉદારતા અને સહનશીલતાના એક હજાર વર્ષ સુધીની તેની લાંબી, ધાર્મિક, આધ્યાત્મિક, આલોકિક અને દિવ્ય યાત્રાનું પ્રતીક છે.
સોમનાથનો ઇતિહાસ વિનાશનો કે હારનો નથી પરંતુ તે વિજય અને નવીનીકરણનો છે. સોમનાથનો ઇતિહાસ મિટાવી દેવા માટે તેનો નાશ કરવાના બદ ઇરાદા સાથે તેના પર અનેક ચઢાઈઓ અને હુમલાઓ કરનારા આક્રમણકારો ખુદ પોતેજ આજે ઇતિહાસના અમુક પાનાઓ સુધી સીમિત થઈને લુપ્ત થઈ ગયા છે જ્યારે સોમનાથ વિશાળ સમુદ્રના તટ પર આજેપણ અડીખમ ઉભેલુ છે જેનાથી તેના વિશ્વાસનો ધ્વજ ખુબજ ઊંચે ને ઊંચે લહેરાતો રહ્યો છે જે એવું દર્શાવે છે કે દરેક ઉત્કળષ્ટ ક્રુતિના નિર્માણકાર્યમાં કે તેના શ્રેષ્ઠ સર્જનમાં સમય લાગે છે જે તેને હંમેશને માટે ટકી રહેવા માટે સખ્ત અને સક્ષમ બનાવે છે.
શ્રી મોદી સાહેબે શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વને સંબોધતા વધુમાં એવું કહેલું કે આ સમય તો સાધારણ છે પરંતુ વાતાવરણ અસાધારણ છે અને અત્યારની આ ઉજવણી અસમાન્ય છે જેમાં એક તરફ ભગવાન મહાદેવ સ્વયં ઉભા છે તો બીજી તરફ સમુદ્રના વિશાળ મોજાઓ, સૂર્યના કિરણો, મંત્રોના પડઘાઓ અને ભક્તિનો ઉછાળો તેમનું અભિવાદન કરી રહ્યા છે અને આ દિવ્ય વાતાવરણમાં ભગવાન સોમનાથના તમામ ભક્તોની હાજરી આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવી રહી છે.
શ્રી મોદી સાહેબે ઈશ્વરનો આભાર માનતા એવું વ્યક્ત કરેલું કે તેઓ પોતાના ભાગ્યને ખુબજ મહાન ગણે છે કેમકે તેમને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સક્રિય રીતે સેવા પુજા કરવાની સુનેરી તક મળી છે અને આ તકને સંપૂર્ણપણે સાર્થક કરવા માટે તેમણે સતત બોંતર કલાક સુધી ભોળાનાથના વિવિધ મંત્રોના મંત્રોચાર કરાવવા સાથે ઓમકારના અવિરત જાપ કરાવીને તેમણે પૂરા ત્રણ દિવસો સુધી એટ્લે કે બોંતર કલાક સુધી મંત્રોના સતત પઠનો કરાવ્યા હતા. દેશના નામી અને પ્રખર પંડિતો પાસે પુરા બોંતર કલાક સુધી ભોળિયાનાથના નામ જાપ, રટણ અને મંત્રોચાર કરાવવા પાછળનું મોદી સાહેબનું એકમાત્ર કારણ એ હતું કે ઈસ્લામિક આક્રમણકાર મહમૂદ ગઝની દ્વારા સોમનાથ પર કરાયેલા પ્રથમ હુમલામાં તેની સેનાને સોમનાથ મંદિરને લૂંટી તેને તોડી પાડવામાં બોંતર કલાકનો સમય લાગ્યો હતો.
શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વને યાદગાર બનાવવા માટે વૈદિક ગુરુકુળોના એક હજાર વિદ્યાર્થીઓ અને સંખ્યાબંધ ભક્તો, ભાવિકો, શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની હાજરીમાં એક હજાર ડ્રોન દ્વારા સોમનાથના હજાર વર્ષની ગાથા રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૦૮ શણગારેલા ઘોડાઓ સાથે શંકરદાદાની આ શૌર્ય યાત્રા શ્રી સોમનાથ જ્યોર્તિલિંગ મંદિર સુધી પહોંચી હતી જેમાં દેશના વડાપ્રધાન શ્રી મોદીજી ખુદ પોતે પણ હાજર રહ્યા હતા.
કહેવાય છે કે પળથ્વી પરના ચાર યુગો જેમ કે સુવર્ણકાળવાળો સત્ય યુગ, રજતકાળવાળો ત્રેતાયુગ, કાંસ્યકાળવાળો દ્વાપરયુગ અને લોખંડ કાળવાળો કળિયુગ એમ ચારે યુગોથી અડીખમ ઉભેલા આ સોમનાથ મંદિરને સતયુગમાં ચંદ્ર દેવે સોનાથી બનાવેલું, ત્રેતા યુગમાં રાવણે ચાંદીથી બનાવેલું, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકળષ્ણએ ચંદનના લાકડાઓથી બનાવેલું અને કળયુગમાં રાજા આરસ પહાનના પથ્થરો થી બનાવેલું છે. આમ યુગો ના યુગો વિતતા ગયા અને જે તે સમયમાં અસ્તિત્વમાં રહેલી સંસ્કળતિ અનુસાર સોમનાથ મંદિરનો ઢાંચો બદલાતો ગયો અને દરેક યુગમાં હર એક વખતે સોમનાથનું મંદિર વિનાશ પામીને ફરી વાર નિર્માણ પામતું રહ્યું.
અરબી સમુદ્ર કે જે હજારો વર્ષોથી સોમનાથની બાજુમાંથી વહે છે તેણે કયારેય સોમનાથ મંદિરને નુકશાન નથી પહોંચડ્યું. તેમાં સેંકડો તોફાનો આવ્યા, સેંકડો ફુટો ઉપર સુધી ઉઠેલા દરિયાના મોજાઓએ ઇતિહાસના પાનાઓમાં દ્વારિકા સહિતના કેટલાયે શહેર અને સભ્યતાઓને ડૂબાડીને નાશ કરી નાખી પરંતુ સોમનાથ તેની યથાવત જગ્યા પર આજની તારીખે પણ અડીખમ ઊભું છે જે માત્ર એક સંયોગ નથી પરંતુ પ્રકળતિની તેના પર કાયમ રહેલી કળપા દ્રષ્ટિ છે જે તેને તેના દરેક વિનાશ પછી પહેલા કરતાં વધારે નિખારીને ફરી વાર બેઠું કરી આપે છે અને એટ્લેજ તો કહેવાયું છે કે સોમનાથ મંદિર એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ભારતમાં ધબકતા સમગ્ર સનાતન જીવનનું પ્રતિક છે કે જેમાં સાક્ષાત ઈશ્વરનો વાસ રહેલો છે.
સતયુગના એ કાળમાં સ્વર્ગમાંના ચંદ્રદેવનું રૂપ એટલું બધુ સ્વરૂપવાન અને તેજોમય હતું કે તે ત્યારના આખા બ્રાહ્માંડમાં ચર્ચાનો વિષય બન્યું હતું.
સ્કંદ પુરાણ અને ઋગ્વેદમાં જણાવ્યા મુજબ ચંદ્ર દેવની કથા એ એક એવી કડી છે કે જે સોમનાથ મંદિરના પ્રાગટય સાથે જોડાયેલી છે.
સતયુગમાં ચંદ્ર દેવે રાજા દક્ષની સત્યાવીસ પુત્રીઓ સાથે લગ્ન કરેલા જે બધામાં દક્ષની રોહિણી નામની પુત્રી અતિ સ્વરૂપવાન અને મનમોહક સ્વભાવની હોવાથી ચંદ્રદેવ તેમનો વધારે પડતો સમય તેની સાથે વિતાવતા હતા. આ કારણથી તેમનાથી તેમની અન્ય પત્નીઓની અજાણતાજ ઉપેક્ષા થઈ ગઈ અને ઉપેક્ષા પામેલી દરેક પુત્રીઑએ પિતા દક્ષને આ અંગેની ફરિયાદ કરી જેનું નિવારણ લાવવા માટે રાજા દક્ષે ચંદ્રદેવને તેમનું રૂપ ઓસરી જવાનો એવો તીવ્ર શ્રાપ આપ્યો કે કોઈ દેવતા આ શ્રાપને વિફળ કરી શકયા નહીં.
અંતે બ્રહ્માજીએ ચંદ્રદેવને રાજા દક્ષના શ્રાપમાંથી મુક્ત થવા માટે પળથ્વી પર ભારતના અરબી સમુદ્રના પヘમિે દરિયા સાથે મળતા પહેલા ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમવાળી જગ્યાએ જઈને ભગવાન શિવની આરાધના અને ઘોર તપશ્યા કરવાની સલાહ આપી.
ભગવાન શિવ, માતા પાર્વતિ અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેય અથવા મુરુગન એટ્લે કે સ્કંદની વિવિધ દંતકથાઓ અને કાર્યો પર કેન્દ્રિત ૮૧,૦૦૦ થી વધુ શ્લોકો ધરાવતા અને અઢાર હિન્દુ મહાપુરાણોમાં સૌથી મોટા એવા સ્કંદપુરાણ ગ્રંથમાં દર્શાવ્યા મુજબ બ્રહ્માજીની સલાહ અનુસાર ચંદ્ર દેવે ધરા પર વિચરણ કરીને સૌરાષ્ટ્રના પ્રભાસપાટણ ખાતે આવેલી ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમવાળી જગ્યા પાસે ભગવાન શિવના શિવલિંગને સ્થાપિત કર્યું અને એજ જગ્યાએ તેમણે શિવની ઘોર તપヘર્યા આદરી.
ચંદ્રદેવની ઘોર તપヘર્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને માગ્યા મુજબનું વરદાન આપતા કહ્યું કે હું રાજા દક્ષે આપેલા શ્રાપને સંપૂર્ણપણે વિફળ તો નહીં કરી શકું પરંતુ એ શ્રાપનો તારા પરનો પ્રભાવ ઓછો થાય તેવું વરદાન હું તને આપું છું. તારો તેજ માસના પ્રથમ પંદર દિવસો સુધી ઘટતો રહીને અમાસના દિવસે સંપૂર્ણપણે ઘટી જશે અને એવીજ રીતે માસના બીજા પંદર દિવસો સુધી તે વધતો રહીને પુનમના દિવસે સંપૂર્ણપણે વધીને પૂર્ણ કળાએ ખીલી જશે. ત્યારથી ભગવાન ભોળાનાથે આપેલા વરદાન મુજબ ચંદ્રમાં શુક્લ પક્ષમાં વધતા રહે છે અને ક્રુષ્ણ પક્ષમાં ઘટતા રહે છે.
આમ ચંદ્ર દેવે તેમના પરના રાજા દક્ષના શ્રાપનો પ્રભાવ ઓછો કરાવનાર ભગવાન શિવને પોતે સ્થાપેલી શિવલિંગમાંજ સ્થાપિત થઈ જવાની વિનંતી કરતા ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે તેજ શિવલિંગમાં સમાઈ ગયા અને ચંદ્ર એટ્લે સોમ દ્વારા તેમના નાથ એટ્લે કે ભગવાન શિવને જ્યોતિ સ્વરૂપે શિવલિંગમાં સ્થાપીત કરાતા તેઓ સોમનાથ જ્યોતિર્લીંગ કહેવાયા જે પળથ્વી પર સ્થપાયેલું પ્રથમ જ્યોતિર્લીંગ હતું.
હિન્દુ મહાપુરાણોના સૌથી મોટા એવા સ્કંદપુરાણ ગ્રંથમાં દર્શાવ્યા મુજબ સોમ એટ્લે કે ચંદ્રમાંએ સોમનાથ જ્યોતિર્લીંગના પ્રથમ મંદિરનું નિર્માણ કંચન અર્થાત સુવર્ણ એટ્લે કે સોનાથી કરાવ્યુ હતુ જે એટલું બધુ ચમકતું હતું કે તેના તેજના લિસોટાઓ ચેક સ્વર્ગ સુધી જતા હતા.
ત્રેતા યુગમાં શિવ ભક્ત રાવણે સોમનાથના મંદિરને ચાંદીથી બનાવરાવેલું તો દ્વાપર યુગમાં ભગવાન શ્રીક્રુષ્ણએ સોમનાથ મંદિરને ચંદનના લાકડાઓથી નિર્માણ કરાવેલું. યુગો થી યુગો બદલાતા ગયા અને સોમનાથનું મંદિર કાળની કારમી થપાટથી વિધ્વંશ થઈને ફરી નિર્માણ પામતું રહ્યું.
સોમનાથ જ્યોતિર્લીંગનું આ પવિત્ર મંદિર એ માત્ર એક પથ્થરનો ઢાંચો નથી પરંતુ ભારતની સનાતન શક્તિનું એક જીવતુ જાગતુ પ્રતિક છે જે તેના વિનાશ અને પુનઃ જન્મના કથાનકને ગૌરવપૂર્વક ઉજાગર કરે છે.
આ વાત છે આઠમી સદીની કે જ્યારે સોમનાથ પ્રાચીન ભારતનું સૌથી પ્રખ્યાત અને પ્રમુખ તીર્થ સ્થાન ગણાતું હતુ. લોકો દૂર દૂરથી સોમનાથદાદાના દર્શને આવતા હતા. નવમી સદીમાં ગુર્જર પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વિતીય કે જેમણે ઇ.વી. ૮૨૫ થી ૮૩૩ સુધી રાજ કરેલું તેઓ સોમનાથના દર્શને આવેલા અને દાદાથી તેઓ એટ્લા બધા પ્રભાવિત થયેલા કે તેમણે તેમની મહિમાને દૂર દૂર સુધી ફેલાવી દીધેલો. ત્યારબાદ આવેલી દસમી સદીમાં ચાલુકય વંશના રાજા મૂળરાજએ સોમનાથનું આરસપહાણથી એક સુંદર મંદિર બનાવરાવેલું. કહેવાય છે કે આ મંદિર એટલું બધુ ભવ્ય હતુ કે તેની ચમક સમુદ્રની પેલે પાર સુધી જતી હતી.
યુગનું દુનિયાનું સૌથી ધનિક મંદિર હતુ. સોમનાથ મંદિરની બેશુમાર સંપતિ અને અઢળક સોનાથી લલચાઈને માત્ર ને માત્ર તેને લૂંટવાના એકમાત્ર ઇરાદે ઇ.વી.૧૦૨૫માં ગઝનીના સુલ્તાન મહમદ ગજનીએ સોમનાથ પર ચઢાઈ કરી. અલબિરુની જે મહમદ ગજનીની સાથે હતો તેણે તેની તારીખે હિન્દમાં સોમનાથની ભવ્યતા દર્શાવતા એવું લખ્યું છે કે સોમનાથ મંદિરમાં સોના, ચાંદી, હીરા, મોતી, જ્વેરાત, આભૂષણો, મૂર્તિઓ વગેરેનો એટલો મોટો ખજાનો હતો કે તેને મંદીરમાંથી બહાર કાઢવામાંજ દિવસો લાગ્યા હતા.
ગજની સોમનાથમાંથી સોના,ચાંદી, હીરા,મોતી જડીત વીસ લાખ દીનાર જેટલું સોનું, એક હજાર કરતાં પણ વધારે સોનાની બેશ કિમતી હીરાજડિત મૂર્તિઓ, સોનાની સાંકળોથી લટકાવેલા હીરાજડિત સોનાના ખુબજ વજનદાર ઘંટો, સોનાથી મઢેલા હિરાજડિત મંદીરના પિલરો, છ ટન સોનું, ખંડિત શિવલિંગ, લાલ ચંદનથી બનેલું હીરા જડીત સોનાના દરવાજા અને બેશુમાર હીરા જવેરાતને લૂંટી ગયો હતો.
ઇ.વી. ૧૨૯૯માં દિલ્લી સલ્તનતના અલાઉદીન ખીલજીના સિપાહી ઉલૂક ખાનના નેતળત્વમાં સોમનાથ પર ચઢાઈ કરીને તેને લૂંટી લેવામાં આવ્યું. પરંતુ આ વખતે રાજેસ્થાનના ઝાલોર ખાતેના વીર વિરમદેવ જેમણે ખીલજીની સેનાનો મુકાબલો કરીને લૂંટાએલા ખજાનાનો અમુક ભાગ પરત હાંસલ કર્યો. ત્યારબાદ ઇ.વી.૧૩૯૫માં ગુજરાતના એ વખતના ગવર્નર જફરખાને સોમનાથને લૂંટવાના ઇરાદે તેના પર ફરી હુમલો કર્યો અને ત્યારપછી ઇ.વી. ૧૪૫૧માં મહેમુદ બેગડાએ સોમનાથને નિશાન બનાવ્યું. ત્યારબાદ ૧૭મી સદીમાં ૧૬૬૫ અને ૧૭૦૬માં મોગલ શાસક ઓરંગજેબે મંદીર પર હુમલો કરી તેને લૂંટીને સાવ ખંડેર બનાવી દીધું.
આમ સોમનાથની કથા માત્ર વિનાશનીજ નથી પરંતુ પુનઃ જન્મની પણ છે કેમકે દરેક વખતે વિનાશ પામ્યા પછી સોમનાથ પહેલા કરતા વધારે બહેતર બનીને ફરી નિર્માણ પામ્યું છે.
બારમી સદીમાં ઇ.વી. ૧૧૪૩ થી ૧૧૬૨ સુધી ચાલુકય રાજા કુમારપાળે સોમનાથ મંદીરનું નિર્માણ મજબૂત પથ્થરોથી કરાવ્યુ. ચૌદમી સદીમાં ઇ.વી. ૧૩૦૮ થી ૧૩૭૧ સુધીમાં ચુડાસમા વંશના રાજાઓ મહિપાલ અને ઠેંગરાએ સોમનાથ માટે મહત્વનુ યોગદાન આપ્યું. પરંતુ સોમનાથ માટેનો અસલી ચમત્કાર થયો અઢારમી સદીમાં કે જ્યારે મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરે સોમનાથ માટે એક નવી રોશની દેખાડી. તેમણે સોમનાથનું એક નાનકડું પરંતુ પવિત્ર મંદીર બનાવરાવ્યુ કે જે આજેપણ પ્રાચીન સોમનાથ કે અહલ્યાબાઈ મંદીર તરીકે ઓળખાય છે. અહલ્યાબાઈના આ કર્તવ્યએ સોમનાથની રૂહને કાયમને માટે જીવતી રાખી છે અને તેમના દ્વારા નિર્માણ કરાયેલું તે મંદીર આજે પણ એજ શક્તિને લઈને ચાલે છે. વર્ષ ૧૯૫૦માં ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રેસિડેંટ ડો.રાજેન્દ્ર-સાદ દ્વારા એક નવાજ સોમનાથનું નિર્માણ કરવામાં આવ્યું જે આજેપણ અડીખમ ઉભેલું છે.
૧૧ મે ૧૯૫૧માં સોમનાથ મંદીર જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું અને ફરીવાર લાખો લોકો સોમનાથ દાદાના દર્શન માટે આવવા લાગ્યા. વારંવાર વિનાશ પામીને આજે એકવીસમી સદીમાં પણ સોમનાથ મંદીર અડીખમ ઉભેલું છે પણ તેમાં છુપાયેલા રહસ્યો હજુ વણસુલજાયેલા છે. ભગવાન શ્રીકળષ્ણએ પોતાની પાસેનું સ્યામક મણી સોમનાથ મંદીરના ગર્ભ ગળહમાં કયાંક છુપાવેલું હતુ જે આજ દિવસ સુધી કોઈના હાથ નથી લાગ્યું તો મંદીરની પાસે આવેલું એક નાનકડું બાણ સ્તંભ છે જેમાં છઠ્ઠી સદીનો એક શીલા લેખ લખાયેલો છે જેમાં એવું લખાયેલું છે કે અહિયાંથી
એન્ટારટીકા સુધી સીધી લીટીમાં કોઈજ જમીન નથી આવતી. આ વાત હવે મોડર્ન સાયન્સ પણ માને છે કે સોમનાથ થી સાઉથ પોલ સુધી સીધી લાઇનમાં કોઈજ જમીન નથી. છઠ્ઠી સદીમાં જ્યારે ગૂગલ મેપ્સ કે સેટેલાઈટસ નહોતા ત્યારે ભારતના વૈજ્ઞાનિકોમાં કેટલું જ્ઞાન અને કેટલું સામર્થ્ય હતુ તે આ વાતથી પુરવાર થાય છે.
સોમનાથ મંદીરની આ એક હજાર વર્ષની યાત્રા આપણને આવનારા એક હજાર વર્ષ માટે તૈયારી કરવાની પ્રેરણા આપે છે.
શિવ પુરાણમાં શિવના ૧૨ જ્યોર્તિલિંગનું વર્ણન કરતો પ્રખ્યાત શ્લોક છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ.
ઉજજેનિયા મહાકાલમ, ઓમકારે મમલેશ્વરમ.
હિમાલયે તુ કેદારમ, ડાકિન્યા ભીમાશંકરમ.
વારણશ્યે ચ વિશ્વેશ્વરમ,ત્ર્યમ્બકમ ગૌતમીતટે.
પરાલ્યમ વૈદ્યનાથમ ચ, નાગેષમ દારુકાવને.
સેતુ બંધે તુ રામેશમ, ગળહ્ણેશમ ચ શિવાલય.
ૐ નમઃ શિવાય....... હર હર મહાદેવ......
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(4:04 PM IST)










