News of Friday, 13th February 2026
મહાશિવરાત્રીએ કમલેશ્વર મહાદેવ મંદિરેથી વિશાળ શિવ રથયાત્રા
ભગવાન પશુપતિનાથનો મુખ્ય રથ : ૧૨ જયોતિર્લિંગના ફલોટસ સાથે અનેક વાહનો જોડાશે : ધમાલ નૃત્ય અને અઘોરી રાસ મંડળ જમાવટ કરશે : હાથી અને ઘોડા પણ સામેલ

રાજકોટ તા. ૧૩ : મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે તા. ૧૫ના રવિવારે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ, શિવ રથયાત્રા સમિતિ દ્વારા સતત ૧૪માં વર્ષે આયોજન કરવામાં આવ્યું છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સીમતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ વખતેની શિવ રથયાત્રામાં મુખ્ય રથમાં નેપાળ સ્થિત ભગવાન પશુપતિનાથનું પ્રતિક રૂપ ૨ ફૂટ ઊંચું શિવલિંગ બિરાજમાન થશે. તેની સાથે ૧૨ જ્યોર્તિલિંગ ના ફ્લોટ્સ સામેલ રહેશે. સાથે અયોધ્યા શ્રી રામ મંદિર અને દ્વારકાધીશ મંદિરની ઝાંખી લોકોને જોવા મળશે.
પોરબંદરની પ્રખ્યાત તલવાર રાસ મણિયારોની મંડળી, જયપુરથી આવેલ અઘોરી રાસ મંડળી, થાનની રાસ મંડળી, સીદી બાદશાહ ધમાલ નળત્ય, રાજકોટ ખેરડી સ્થિત વિખ્યાત ગોપાલ ગૌશાળાની લોક રાસ મંડળીના ૨૫૦ ખેલૈયાઓ રમઝટ બોલાવશે.
તેમજ હાથી, ૨૦ ઘોડા તેમજ બગીઓ, ૧૦૦૦ બાઈક અને ૩૦૦ કાર ભાગ લેશે. વિવિધ સામાજિક સંસ્થાઓના ધાર્મિક તેમજ દેશહિતને લગતા વિવિધ ફ્લોટ્સ અને સાંસ્કળતિક ઝાંખીઓ નિહાળવાનો લ્હાવો રાજકોટની જનતાને મળશે.
સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રા કોઠારીયા રોડ સ્થિત શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર થી બપોરે ૨ વાગ્યે પ્રસ્થાન થઈને, સોરઠિયાવાડી, ભક્તિનગર સર્કલ શ્રી ધારેશ્વર મંદિર, ગોંડલ રોડ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રામકળષ્ણ આશ્રમ, શ્રી જાગન્નાથ મંદિર, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મંદિર, સદર બજાર મેઈન રોડ, જયુબેલી ચોકપરથી પસાર થશે અને હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે.
આ ઔલોકિક શિવ રથયાત્રામાં રુદ્રાભિષેક કરેલા રુદ્રાક્ષના પારાનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે. ચોધરી હાઈસ્કૂલ મેદાન ખાતે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાની મહા આરતી કરીને મહાપ્રસાદ બાદ સમાપન થશે.
આ આયોજનનો હેતુ સનાતન હિંદુ ધર્મના પ્રચાર- પ્રસાર અને સનાતન ધર્મ પ્રત્યે લોક જાગળતિ કેળવવાનો છે. આયોજક શિવ રથયાત્રા સમિતિએ શહેરવાસીઓ ને શાંતિપૂર્ણ અને ઉત્સાહ પૂર્વક યાત્રામાં જોડાવા અપીલ કરી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધર્મેશગિરિ ચતુરગિરિ, ગૌતમગિરિ ચમનગિરિ, ભાવેશગિરિ નટવરગિરિ, સુરેશગિરિ શાંતિગિરિ, અજયવન રમેશવન, વિશાલભારથી હિંમતભારથી, હરેશભારથી હસમુખભારથી, ગૌરવભારથી વિજયભારથી, આશિષપુરી મગનપુરી, સંજયગિરિ રાજેન્દ્રગિરિ, અમિતગિરિ રાજેશગિરિ, હાર્દીક જાવિયા, યુગગિરિ કૌલાશગિરિ, કૌલાશગિરિ હંસગિરિ, ગૌરવભારથી વિજયભારથી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૨)
(3:57 PM IST)










