News of Saturday, 14th February 2026
મહા શિવરાત્રી : બાહ્ય પૂજાથી આત્મજાગૃતિ સુધીની યાત્રા
મહા શિવરાત્રી : આત્મજાગૃતિ, સંયમ અને પરિવર્તનનો પવિત્ર પર્વ આજના તણાવગ્રસ્ત યુગમાં શિવદર્શન : સંયમ અને શાંતિનો માર્ગ

મહા શિવરાત્રી એ માત્ર એક તિથિ નથી, પરંતુ આત્મ જાગળતિ, સંયમ અને આંતરિક પરિવર્તનનો પવિત્ર અવસર છે. આત્મ ચેતનાનું દ્વાર છે. ‘શિવ' એટલે કલ્યાણકારી ચેતના અને ‘રાત્રી' એટલે અંતરમનનું મૌન, જ્યાં માનવી બાહ્ય ચમક અને ભૌતિક આસક્તિથી દૂર થઈ પોતાના અંદરના શિવતત્ત્વને ઓળખવાની સાધના કરે છે. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતી આ રાત માનવીને શાંતિ, તપસ્યા અને આત્મબોધનો માર્ગ દર્શાવે છે. આજના તણાવગ્રસ્ત યુગમાં શિવરાત્રી આપણને મૌન, સંયમ અને આત્મદર્શન દ્વારા જીવનનું સાચું અર્થઘટન સમજાવે છે.
મહા શિવરાત્રી માત્ર એક તહેવાર નથી, તે આત્મ જાગળતિની રાત છે. ‘શિવ' એટલે કલ્યાણકારી તત્ત્વ અને ‘રાત્રી' એટલે અંતરમનનું મૌન. આ રાતે મનુષ્ય બાહ્ય ચમકમાંથી બહાર આવી, પોતાના અંદરના શિવતત્ત્વને ઓળખવાની સાધના કરે છે.
શિવરાત્રી એ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફનું પ્રતિકાત્મક યાત્રાપથ છે. આ રાતે જાગરણ એટલે શરીર જાગળત રાખવું નહીં, પણ ચેતનાને જાગળત રાખવી છે.
શિવલિંગનું તત્ત્વજ્ઞાન-શિવલિંગ કોઈ મૂર્તિ નથી, પરંતુ નિરાકાર પરમસત્તાનું પ્રતીક છે. તે સર્જન (ઉપરનો ભાગ), સ્થિતિ (મધ્ય ભાગ) અને સંહાર (આધાર), ત્રણેય ક્રિયાઓનું એકીકરણ દર્શાવે છે.
ઉપવાસ અને સંયમ-ઉપવાસ એટલે ઈન્દ્રિય સંયમ. શિવરાત્રીનો ઉપવાસ શરીરને કષ્ટ આપવા માટે નહીં, પરંતુ મનને સ્થિર અને શુદ્ધ કરવા માટે છે.
મહા શિવરાત્રીની પૌરાણિક કથા મુજબ શિવ-પાર્વતી વિવાહ દિવસ છે.
એક લોકપ્રિય માન્યતા અનુસાર, મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર લગ્ન થયા હતા. આ કારણે આ દિવસ દાંપત્ય જીવનમાં સમર્પણ અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે.
સમુદ્ર મંથન અને નીલકંઠ- દેવો અને દાનવોના સમુદ્ર મંથન દરમિયાન ભયાનક ‘હલાહલ' ઝેર નીકળ્યું. સમગ્ર સળષ્ટિને બચાવવા ભગવાન શિવે તે ઝેર પી લીધું અને ગળામાં રોકી રાખ્યું, તેથી તેઓ ‘નીલકંઠ' કહેવાયા. આ કથા શીખવે છે કે સંસારના વિષને પચાવીને પણ લોકકલ્યાણ કરવું એ જ સાચી મહાનતા છે.
અનાદિ શિવલિંગ પ્રાગટય-પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા, જેનો કોઈ આરંભ નથી, કોઈ અંત નથી. તે શિવની અનંતતા અને નિરાકારતા દર્શાવે છે.
શિવ તપસ્યાના દેવ છે, શિવ યોગી છે, તપસ્વી છે, ધ્યાનસ્થ છે. શિવરાત્રી એ તપસ્યા અને સાધનાની પરાકાષ્ઠાનું પર્વ છે.
શિવ સહેલાઈથી પ્રસન્ન થાય છે, તેઓ ભોળા છે, ભવ્ય વિધિ નહીં, પરંતુ શુદ્ધ ભાવથી પ્રસન્ન થાય છે. એટલે સામાન્ય માનવી પણ આ દિવસે સહજ રીતે શિવસાધના કરી શકે છે.
શિવ સંહારક નથી, પરિવર્તક છે, શિવ વિનાશ નહીં કરે, પરંતુ અજ્ઞાન, અહંકાર અને આસક્તિનો નાશ કરે છે. તેથી શિવરાત્રી આત્મપરિવર્તનનું પર્વ છે.
આજના તણાવગ્રસ્ત યુગમાં શિવ આપણને શીખવે છે, શાંત રહો, કારણ કે મૌન પણ શક્તિ છે. ઝેર પચાવો, ફરિયાદ નહીં કરો. ધ્યાન રાખો, કારણ કે સાચુ સુખ બહાર નથી, અંદર છે. અહંકાર છોડો, ભસ્મ સમાન જીવન સ્વીકારો.
મહા શિવરાત્રી એ માત્ર ભગવાન શિવની પૂજા નથી, પરંતુ શિવ જેવા બનવાની પ્રેરણા છે. જો આ રાતે આપણે આપણા વિચારો શુદ્ધ કરી, મનને સ્થિર કરી અને અહંકારનું વિસર્જન કરીએ, તો સાચા અર્થમાં શિવરાત્રી ઉજવાય છે.
મહા શિવરાત્રી મેળો તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી સુધી ગિરનાર તળેટી માં ભરાઈ છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ ધન્યતા અનુભવે છે. આ મેળો એક જાગળતિ, સંયમ અને આત્મબોધનો મહોત્સવ છે.
મહા શિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, તે આત્મજાગળતિ, ત્યાગ અને તપસ્યાનો જીવંત સંદેશ આપતો આધ્યાત્મિક ઉત્સવ છે. દર વર્ષે યોજાતો મહા શિવરાત્રી મેળો એ ભક્તિ, સંસ્કળતિ અને સાધનાનું મહાસંગમ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ ‘‘હર હર મહાદેવ''ના નાદ સાથે પોતાના અંતરાત્માને ઝંકારિત કરે છે.
શાષાોમાં કહેવામાં આવ્યું છે કે મહા શિવરાત્રી ની એ રાત છે જ્યારે ભગવાન શિવ તપસ્યા દ્વારા પૂર્ણ ચેતન અવસ્થામાં પ્રવેશ કરે છે. આ રાત અંધકારથી પ્રકાશ તરફના પરિવર્તનની પ્રતીક છે. શિવ એટલે ‘‘કલ્યાણ'' જે વિનાશમાં પણ નવી સળષ્ટિનો સંકેત આપે છે. શિવલિંગ કોઈ મૂર્તિ નહીં, પરંતુ નિરાકાર બ્રહ્મનું પ્રતીક છે. તે આપણને શીખવે છે કે સાચું સત્ય આકારથી પર છે, અનુભવમાં રહેલું છે. શિવરાત્રી ‘જાગરણ'નો તહેવાર છે ラ આખી રાત જાગવાનું અર્થ માત્ર ઊંઘ ન આવવી નહીં, પરંતુ આત્મજાગળતિમાં રહેવું છે. બિલ્વપત્રના ત્રણ પાંદડા ત્રિગુણ (સત્વ, રજસ, તમસ)નું પ્રતીક છે; તેને અર્પણ કરવાથી માનવી આ ત્રણે ગુણોથી ઉપર ઉઠવાની પ્રાર્થના કરે છે. ઉપવાસ એટલે ‘‘ઉપ'' (નજીક) +‘‘વાસ'' (રહેવું), એટલે ઈશ્વર નજીક રહેવાની સાધના કરે છે
શિવ તાંડવ, તે વિનાશનું નળત્ય નહીં, પરંતુ અહંકાર અને અજ્ઞાનના નાશનું પ્રતીક છે. શિવ ભોળા છે, નબળા નથી, તેઓ સહેલાઈથી પ્રસન્ન થાય છે, પરંતુ ભક્ત પાસેથી શુદ્ધ ભાવ અને સત્ય આચરણ માંગે છે.
લોકઆસ્થા અને સંસ્કળતિનું સંગમ એટલે શિવરાત્રી મેળો, આ મેળામાં માત્ર પૂજા નથી થતી, પરંતુ લોકસંસ્કળતિ, ભજન, કથા, યોગ અને સેવા દ્વારા આધ્યાત્મિકતા જીવંત બને છે. મેળો આપણને યાદ અપાવે છે કે ધર્મ માત્ર મંદિરમાં નહીં, પણ સમાજ સાથે જોડાયેલો ઉત્સવ છે.
આજના તણાવગ્રસ્ત યુગમાં ભગવાન શિવ આપણને શીખવે છે કે, સંયમ રાખો, કારણ કે ઝેર પીને પણ શાંતિ રાખનાર શિવ જ સાચા મહાયોગી છે.
સાધનામાં સ્થિર રહો, કારણ કે ધ્યાનમાં બેઠેલા શિવ જ જીવનની દિશા બતાવે છે. અહંકાર ત્યાગો, કારણ કે ભસ્મધારી શિવ જ સાચા વૈભવના સ્વામી છે. શિવ કહે છે, બાહ્ય વૈભવ નહીં, આંતરિક વૈરાગ્ય જ મુક્તિનો માર્ગ છે.
મહા શિવરાત્રી મેળો આપણને માત્ર દર્શન કરાવવા નથી આવતો, પરંતુ આત્મદર્શન કરાવવા આવે છે. જો આ તહેવારમાં આપણે થોડો સંયમ, થોડું મૌન અને થોડું મનન અપનાવી લઈએ, તો શિવતત્ત્વ આપણા જીવનમાં સ્વયં પ્રગટ થઈ જશે. આ મહા શિવરાત્રી આપણને અંદરના અંધકારથી બહાર લાવી, શાંતિ, સત્ય અને સંયમના માર્ગે દોરી જાય, એ જ સાચી ઉજવણી છે.
શાષાો મુજબ, મહા શિવરાત્રીની મુખ્ય પૂજા મધ્યરાત્રિએ (નિશિતા કાળ) કરવામાં આવતી હોવાથી, જ્યારે ચતુર્દશી તિથિ રાત્રિના સમયે હોય ત્યારે જ આ તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી પર શ્રવણ નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે, જે શિવ ભક્તિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.(૪૧.૩)
આલેખન :
બાબુભાઇ મેનપરા
મો.૯૪૨૬૨૨૭૮૮૮

(4:16 PM IST)










