તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 14th February 2026
નિધિ સ્કૂલના બાળકો દ્વારા વેલેન્ટાઇન-ડેની અનોખી
ઉજવણી : શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ : શિવલીંગનું સ્થાન

રાજકોટ : નિધિ સ્કૂલ દ્વારા ૧૪ મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ માં જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે ના પુલવામાં ગામ નજીક સીઆરપીએફના નિર્દોષ જવાનોને આતંકી કળત્ય દ્વારા શહીદીને પામેલ હતા, તેઓને યાદ કરી વિદ્યાર્થી ભાઈ બહેનો એ આ દિવસને બ્લેક ડે એટલે કે કાળો દિવસ તરીકે ઉજવણી કરી બધા વિદ્યાર્થી ભાઈ બહેનો કાળા રંગના ડ્રેસ કોડમાં આવેલ હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરેલ હતી, આવતીકાલ દેવોના દેવ મહાદેવનું મહાપર્વ મહાશિવરાત્રી હોય, ભગવાન શિવની લિંગ નું સ્થાપન કરી તેનો જળાભિષેક કરી, દૂધ અને બિલવપત્ર ચડાવી ભગવાન શિવની વંદના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોએ કરેલ હતી, તેમજ મહા આરતી કરેલ હતી, કાર્યક્રમની વ્યવસ્થામાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સમગ્ર શિક્ષક ગણ જોડાયેલ હતો.
(3:57 PM IST)










