<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ધ્રોલના ધ્રાંગડા પાટીયે કાલે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન

સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા આયોજનઃ પ યુગલો સમૂહમાં લગ્નગ્રંથીથી જોડાશે

રાજકોટઃ તા. ૧૬, સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા ધ્રોલ તાલુકાના ધ્રાંગડાના પાટીયે કાલે તા. ૧૭, ના સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્‍યું હતું કે કાલે તા.૧૭ ના મંગળવારે શ્રી ગણેશ ગૌશાળા ધ્રાંગડાના પાટીયે યોજાયેલ આ સમુહલગ્ન માં સર્વજ્ઞાતિની પ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

સવારે ૭ વાગ્‍યે જાન આગમન, ૮ વાગ્‍યે સામૈયા, ૯ વાગ્‍યે હસ્‍તમેળાપ, બપોરે  ૧ર વાગ્‍યે ભોજન સમાંરોહ,બપોરે ર વાગ્‍યે રાસ ગરબા અને ૩ વાગ્‍યે જાનને વિદાય અપાશે.

દાતાઓના સહયોગથી તમામ દિકરીઓને નાકના દાણા, ખુરશી, બાજોઠ, સીલીંગ ફેન, સહિત પપ થીવધુ વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે. સ્‍વ. ચંદ્રેશકુમાર ડી. ખીમસુરીયા તથા સ્‍વ. મંજુલાબેન ડી. ખીમસુરીયાના સ્‍મરણાર્થે મુખ્‍ય સહયોગી તેજલબેન નારણભાઇ ચાવડાના પિતાશ્રી નારણભાઇ જેઠાભાઇ ચાવડા દ્વારા આયોજીત આ સમુહ લગ્નના મુખ્‍ય દાતા તરીકે સ્‍વ. નારણભાઇ જેઠાભાઇ ચાવડા પરિવાર, સ્‍વ. રામુબેન નારણદાસ ચાવડા પરિવાર, તેજલબેન ધનજીભાઇ ખીમસુરીયા પરિવાર અને અન્‍ય દાતાઓએ સહયોગ આપેલ છે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે સમુહ લગ્નની વિગતો વર્ણવતા ધનજીભાઇ સોમાભાઇ ખીમસુરીયા (મો. ૯૮૯૮૧ ૭૩૨૭૧), તેજલબેન ધનજીભાઇ ખીમસુરીયા(મો. ૯૯૨૪૯ ૯૨૯૪ર), જેન્‍તીભાઇ પુનાભાઇ પરમાર (ગામ વાડધરી મો. ૯૭૨૫૬ ૫૨૬૩૦), રમાબેન જેન્‍તીભાઇ પરમાર (ગામ વાડધરી),  કે.કે.ચુડાસમા (ભાનુભાઇ) (મો.૯૬૨૪૦ ૭૨૯૩૪) અને લલિતભાઇ ડાંગર (મો. ૯૯૭૪૯ ૦૮૪૧૬) નજરે પડે છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા ) 

 

(1:35 PM IST)