News of Monday, 16th February 2026
તુફાન-ક્રુઝરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો'તોઃ પડધરી પોલીસનો દરોડો
૯૮ બોટલ દારૂ અને તુફાન સહિત ૩.પ૧ લાખના મુદામાલ સાથે દિલીપની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે પડધરી પોલીસનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૬: પડધરી પોલીસે સાલ પીપળીયા ગામ પાસે તુફાન-ક્રુઝર કારમાં ચોરખાનું બનાવી છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ. કે.જી.ઝાલા ગોંડલના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.એન.પરમાર તથા સ્ટાફે હકિકત આધારે તુફાન ક્રુઝર કાર ચોરખાનુ બનાવી પેસેન્જરની આડમાં પરપ્રાંતીય દારૂની બોટલો હેરાફેરી કરી સાલ પીપળીયા ગામે બાબુભાઇ રામાણીની વાડીએ ઉતારવા આવેલ દિલીપ હરીશીંગ મોહનીયા રે. ભુરછેડી ગામ (એમપી)ને ૯૮ બોટલ દારૂ તથા ક્રુઝર કાર સહિત રૂા. પ૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જયારે તોપસીંગ મછાર રે. સાલ પીપળીયાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહી પડધરી પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ સવુભા, પો.કોન્સ. નિકુલસિંહ હરપાલસિંહ તથા પો.કોન્સ. યુવરાજસિંહ ચંદુભા દ્વારા કરવામાં આવેલ છે.
(1:40 PM IST)










