<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મિશ્ર ઋતુની અસરઃ સીઝનલ રોગચાળામાં ઘટાડોઃ ડેન્‍ગ્‍યુનો ડંખ યથાવતઃ ર કેસ

શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના ૧ર૬૮ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૪૬ ને નોટીસ

રાજકોટ, તા., ૧૬: શહેરમાં મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળાનો પગપેસારો વધુ  થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૨૬૮ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના  બે કેસ નોંધાયા છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૯ થી ૧૫ ફેબ્રુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૨૬૮ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૮૨ તેમજ સામાન્‍ય તાવના ૨૭૧ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૧૪  સહિત કુલ ૧૨૬૮ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૬૬૪૭ તેમજ સામાન્‍ય તાવના ૫૦૩૭ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૩૦૪ તથા ટાઇફોઇડના ૧ તેમજ કમળાના ૮ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૪૬ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૨૯૫૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૯૩૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૩૦૭ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૪૬ લોકોને નોટીસ આપવામાં આવી હતી. 

(3:20 PM IST)