<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મહાશિવરાત્રીના પાવન પર્વે રાજકોટમાં શ્રી દશનામ ગોસ્‍વામી સમાજ દ્વારા ભવ્‍ય શિવ રથયાત્રા યોજાઈ

ધારાસભ્‍ય ઉદય કાનગડના કાર્યાલયે રથયાત્રાનું ઉષ્‍માભર્યું સ્‍વાગતઃ ઉજ્જૈનના નાગા બાવાઓના શિવ નૃત્‍ય અને ડમરૂના નાદથી વાતાવરણ ભક્‍તિમય બન્‍યું

રાજકોટઃ મહાશિવરાત્રીના પવિત્ર અવસરે રાજકોટમાં શ્રી દશનામ ગૌસ્‍વામી સમાજ દ્વારા ભવ્‍ય શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ભક્‍તિભાવ સાથે ફરી હતી, જેનું પેડક રોડ સ્‍થિત ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડના જનસેવા કાર્યાલય ખાતે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિવિધ ઝાંખીઓમાં ભગવાન શિવજીના જીવનપ્રસંગો અને ધાર્મિક સંદેશાઓને કલાત્‍મક રીતે રજૂ કરવામાં આવ્‍યા હતા. રથયાત્રામાં ઉજ્જૈનથી પધારેલા નાગા બાવાઓ દ્વારા રજૂ કરાયેલા શિવ નૃત્‍યની રમઝટે આકર્ષણ જમાવ્‍યું હતું. ડમરૂના નાદ, શિવ ધૂન અને ‘હર હર મહાદેવ'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું. ધારાસભ્‍યના કાર્યાલય ખાતે આગેવાનો દ્વારા પુષ્‍પવર્ષા કરીને રથયાત્રાને આવકારવામાં આવી હતી. આ તકે મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને આ દિવ્‍ય ઉત્‍સવનો લાભ લીધો હતો. ભાજપના આગેવાનો અને કોર્પોરેટરોની ઉપસ્‍થિતિમાં શિવ રથયાત્રાનું ફૂલોની પાંખડીઓથી સ્‍વાગત શહેર ભાજપના પદાધિકારીઓ અને ગૌસ્‍વામી સમાજના અગ્રણીઓએ શિવ આરાધનાના પર્વમાં સહભાગી થઈ ધન્‍યતા અનુભવી. આ રથયાત્રાના સ્‍વાગત પ્રસંગે સર્વશ્રી શહેર ભાજપ મહામંત્રી વલ્‍લભભાઈ દુધાત્રા, લલિત વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, ઉપપ્રમુખ ભાર્ગવ મિયાત્રા, મંત્રી ગેલાભાઈ રબારી, અરુણાબેન પરમાર, ચાંદનીબેન ગોંડલીયા અને રમેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત યુવા મોરચાના પ્રમુખ મિલન લીંબાશીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયા, મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ તથા વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને મોરચાના હોદ્દેદારોએ હાજર રહી રથયાત્રાની શોભા વધારી હતી. શ્રી દશનામ ગૌસ્‍વામી સમાજના પ્રમુખ સંજયભાઈ ગોસ્‍વામી, અશ્વિનભાઈ ગોસાઈ અને શોભાયાત્રાના પ્રમુખ મૌલિકગીરી સહિતના આગેવાનોએ આ આયોજનને સફળ બનાવ્‍યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત તમામ ભક્‍તો અને સાધુ-સંતોએ ભક્‍તિરસમાં તરબોળ થઈ આધ્‍યાત્‍મિક આનંદ માણ્‍યો હતો. સમગ્ર આયોજન દરમિયાન ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડના કાર્યાલય પરિવાર અને વિવિધ શ્રેણીના કાર્યકરોએ સેવાની જહેમત ઉઠાવી હતી

(3:00 PM IST)