News of Monday, 16th February 2026
અનંત સદગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના અતિ કૃપા પાત્ર સ્વ. કનુભાઈ કોટેચા (સાધના લોજ) ના પૌત્રને પરપૌત્રનું સંગીત જગતમાં ગૌરવવંતુ પ્રદાન
કનુભાઈ કોટેચા (સાધના લોજ): જલારામ જગ્યાના ગાદીપતી શ્રી ગીરધરરામ બાપા પણ શ્રી કનુભાઈને ખુબ જ હેત અને પ્રેમ પૂર્વક પરિવારના સભ્યની જેમ સાચવતા : હર્ષિવ કોટેચાએ માત્ર ૪ વર્ષની વયે ઈન્ડીયન આઈડલમાં પ્રવેશ મેળવેલ અને તેઓએ ૮ વર્ષની ઉંમરે પ્રદેશ કક્ષાએ શાષીય સંગીતમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે. : શ્રેય કોટેચાએ મુંબઈ જઈને સાઉન્ડ એન્જીનીયરીંગના બેતાજ બાદશાહ દમનસુદ પાસેથી એકેડેમીનો કોર્ષ કરેલ છે અને તે રાજકોટ ખાતે ઝીરો ડીબી સ્ટુડીયો ધરાવે છે. જે સૌરાષ્ટ્રનો પ્રથમ સ્ટુડિયો છે.

સ્વ.કનુભાઈ કોટેચાને આશિર્વચન આપતા પૂજ્ય સદગુરૂ ભગવાન શ્રી રણછોડદાસજી મહારાજ
રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં હર્ષિવ કોટેચા શાષાીય સંગીતનું ગાન પીરસે છે અને તેના પપ્પા શ્રેય કોટેચા તબલાનો તાલ આપે છે.
સૌરાષ્ટ્રના પ્રથમ ડોલ્બી એટમોસ (૭.૧૪) ઝીરો ડીબી સ્ટુડીયોમાં શ્રી શ્રેય કોટેચા મશગુલ છે
અનંત સદગુરૂદેવ પૂજય શ્રી રણછોડદાસજી મહારાજના અતિ કૃપા પાત્રને સેવાના પ્રખળ પહેરી સ્વ.કનુભાઈ કોટેચા (સાધના લોજ)નું નામ અને સેવા કાર્યો સમગ્ર સમાજમાં ખુબ જ પ્રચલીત છે સદગુરૂદેવશ્રીની જેમજ વિરપુર જલારામબાપા ને વંશ જ ગીરધરરામ બાપાને પણ શ્રી કનુભાઈ પ્રત્યે ખુબ જ હેત ને પ્રેમ રહેલ ગુરૂદેવશ્રીના અનેક સેવા કાર્યોમાં શ્રી કનુભાઈએ ખુબ જ પ્રમુખ ભુમિકા ભજવેલ જેવા કે રાજકોટ ખાતેનો મહાન રામ યજ્ઞ અને પુષ્કળ ખાતેનો આશ્રમ નોંધનીય છે ગુરૂદેવશ્રી આશીવાદથી શ્રી કનુભાઈને એક પુત્રરત્ન પ્રાપ્ત થયેલ તેનું નામ ખુદ ગુરૂદેવશ્રી ' કમલેશ રાખેલ.
શ્રી કનુભાઈએ માત્ર ૫૯ વર્ષની વયે આ જગતમાંથી વિદાય લીધેલ પણ શ્રી કમલેશ કોટેચાએ શ્રી કનુભાઈએ જમાવેલ પ્રસિધ્ધ વ્યવસાય સાધના લોજ અન્ય ભાગીદારો સાથે ખુબ જ સારી રીતે વિકસાવેલ શ્રી કમલેશને પણ ગુરૂદેવના આશીષ આર્શીવાદથી ૨૨ જાન્યુઆરી- ૧૯૮૮ ના રોજ પુત્ર પ્રાપ્તનું સુખ મળેલ જે પુત્રનું નામ શ્રેય રાખેલ.
શ્રી કનુભાઈ કોટેચા પરિવારની સાત પેઢીને પણ સંગીત સાથે લેવા દેવા ન હતી. પણ શ્રેયને બચપણથી જ સંગીત સાથે ખુબ જ લગાવ રહેલ તે નાનપણમાં ધરની નજીક આવેલ નાગનાથ મંદિરમાં નીયમીત આરતીનું નગારૂ વગાડવા જતો આ શોખે તેને આગળ જતા તબલામાં વિષારદ બનાવેલ અને સંગીત જગતમાં શ્રી શ્રેયની આગવી સફર શરૂ થયેલ આવો જાણીએ શ્રેય કોટેચાના કલમ શ્રેયની સંગીત જગતની સફરની રસપ્રદ વિગતો.
એવા કેટલાય મારા મીત્રો-સ્વજનો છે કે જેઓ હું શું કામ કરૂ છું એ સમજી શકતા નથી કારણ કે સૌરાષ્ટ્ર કચ્છ માટે સાઉન્ડ ડિઝાઈનર તરીકેનો વ્યવસાય એકદમ અલગ ગ્રહની દુનીયા છે વાસ્તવિકતા છે કે નાનપણથી મને સંગીતનો શોખ હતો. ધર નજીકના નાગનાથ મંદિરમાં આરતી સમયે હું નગારૂ વગાડવા જતો પણ નગારાના નાદે મારી નસોમાં સંગીતના સુર ભરી દીધા મે એ ક્ષેત્રમાં જવાનો નીર્ણય લીધો અને બારમા ધોરણ પછી સૌરાષ્ટ્ર યુનીવસીર્ટી માંથી માસ્ટર ઓફ પરફોમીંગ આટેની ડીગ્રી લીધી એ પછી મુંબઈ જઈને સાઉન્ડ એન્જીનીયરીંગના અમિતાભ બચ્ચન ગણાતા દમન સુદથી એકેડેમીમા કોર્સ કર્યો મારી ખુશનશીની એ કે મારા પિતા કમલેશભાઈ કોટેચા (સાધના લોજ) બીઝનેશમેન છે હું તેમનો એકમાત્ર પુત્ર છું છતા તેમણે મને મારૂ મનગમતું ક્ષેત્ર પસંદ કરવાની આઝાદી આપી. આજે સૌરાષ્ટ્ર કચ્છનો એકમાત્ર
ડોલ્બી એટમોસ (૭.૧૪) ઝીરો ડીબી સ્ટુડીયો મારી પાસે છે જેમાં ટીવીની સીરીયલો, વેબસીરીઝ અને ગુજરાતી ફિલ્મોનું કામ હું રાજકોટ બેઠા કરૂ છું.
મુંબઈ છોડીને શ્રેય કોટેચાએ પાકા ઘડે કાંઠા ચડાવ્યા છે હિન્દી ગુજરાતી સીરીયલો, વેબ સીરીઝ અને ફિલ્મોનું કામ રાજકોટમાં જ પોતાના આધુનીક સ્ટુડીયોમાં કરીને તેમને સાબિત કર્યું છે કે શ્રેષ્ઠતાને સીમાડા નથી હોતા સંગીત ગુરૂ બલરાજ ચૌધરી ગૌરાંગ ભાવસાર, અને નીતાઈ ચક્રવર્તી પાસેથી લીધેલી તાલીમને તેમણે આર્ટીસ્ટીક રીતે પણ દિપાવી છે.
રાજકોટ ખાતેના મારા સ્ટુડીયોમાં મે ઝાંસીની રાણી, શોભા સોમનાથ કી (ઝી ટીવી ) સાથે નીભાના સાથીયા, સબ કી લાડલી બેબો, (સ્ટાર પ્લસ) અદાલત (સોની ટીવી) જેવી સીરીયલ તો સુયોશ ભારત મારો દેશ છે પાત્ર સારથી સમંદર જેવી ગુજરાતી ફિલ્મો અને ઉધમ (હિન્દી) નોટ અ લવ ટ્રાઈ એંગલ સત્યા જેવી વેબસીરીઝના સાઉન્ડ ડીઝાઈન કર્યા છે. મુંબઈના કામ રાજકોટમાં કરવા એ એક અધરો ટાસ્ક છે પણ એ સ્વીકારીને હું રાજકોટમાં હું ટ્રેન્ડ બદલવામાં નીમીત અને સફળ થયો છું. શ્રેય કોટેચાને પણ ગુરૂદેવની કૃપાથી પુત્ર પ્રાપ્ત થયેલ જેનું નામ હર્ષિલ રાખેલ.
હર્ષિવ કોટેચા જેઓ બાળપણમાં જ સુર અને તાલ થી રમતા હતા તેમની આવી રમતજોઈ દર્શનભાઈ માંકડે જેઓ શ્રેયના ખાસ મિત્ર છે તેમના આગ્રહથી ડો. દુલારીબેન માંકડ પાસે માત્ર ૩ વર્ષની ઉમરે કલાસીકલ સગીતની શરૂઆત કરી માત્ર ૪ વષઁની વયે હર્ષિવ ઈન્ડીયન આઈડલમાં આવી ચુકયા છે તેમને ધણા મ્યુજીક પ્રોગ્રામ પણ આપ્યા છે શીવ તાંડવ, રૂટ્રાષ્કમ, પંચાક્ષર બજરંગ બાણ, રામ નામ સુખદાયી, જેવા અનેક ગીતો ગાયને પોતાની યુ ટયુબ ચેનલ હર્ષિત કોટેચાના નામની ધરાવે છે જેઓ હાલ ૮ વર્ષની ઉમંર ધરાવે છે તે પિયાનો, તબલા, ડ્રમ જેવા ઈન્સ્ટ્રુમેન્ટ પણ શીખે છે હાલ તેઓ ગુજરાત કલા મહાકુંભ ૨૦૨૫ માં શાષાીય સંગીત ગાયન ઉપર ભાગ લીધો હતો. જેમાં તેઓ રાજકોટ જીલ્લામાં પ્રથમ ત્યારબાદ અમરેલી પ્રદેશ કક્ષાએ દ્વીતીય અને રાજય કક્ષા સુરત એ પણ દ્વિતીય નંબર મેળવેલ છે હર્ષિત માત્ર ૬ વર્ષની ઉમરથી નાગનાથ મંદિરમાં નગારા પર આખો શ્રાવણ માસ પિતાની સાથે આરતી કરે છે.
પુજય સદગુરૂદેવ ભગવાનની દરેક પરિવારજનો પર કૃપા વરસી રહી છે તેવી જ રીતે કનુભાઈ કોટેચાના પરિવાર પર પણ તેમની અસીમ કૃપા વરસી રહી છે.
(3:38 PM IST)










