News of Tuesday, 17th February 2026
સુખનો મહામંત્ર મૌન છેઃ પૂ.પારસમુનિ મ.સા.
સદગુરૂદેવની કાલાવડ (શીતલા) ખાતે મૌન સાધનાનો પ્રારંભઃ શ્રાવક- શ્રાવીકાઓ અનુમોદના પાઠવવા ઉમટયા : શ્રી કાઠીયાવાડ સ્થાનકવાસી જૈન સમાજની વર્ષ ૨૦૨૮ની ચૈત્ર માસની આયંબિલ ઓળીમાં પધારવા વિનંતીનો સ્વીકારઃ હર્ષ છવાયો આગામી તા. ૭/૩/૨૦૨૭ નાં એકાંત મૌન સાધના પૂર્ણ થશેઃ ત્યાં સુધી નવરાત્રી સિવાય દરરોજ એક કલાક સવારે ૧૧ થી ૧૨ મૌન માં દર્શન પ્રાપ્ત થશે

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂજ્ય શ્રી ગિરીશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ ના કળપાપાત્ર શિષ્ય રત્ન પૂજ્ય સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબ તા. ૧૫ રવિવારે મહા શિવરાત્રી નાં અવસરે આરાધના અનુમોદના અવસર નો કાર્યક્રમ શ્રી કાલાવડ વણિક જૈન સંઘ તથા દિવ્ય ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવેલ.
એકાંત મૌન સાધના સ્વીકારતા પૂર્વ ફરમાવેલ કે ભગવાન મહાવીરે જેટલું મહત્વ મૌન સાધનાને આપ્યું છે. તેટલું મહત્વ બીજા કોઈએ નથી આપ્યું. ભગવાન મહાવીરે પોતાના સંતો ને મુનિ કહ્યા. મુનિ એટલે જે મૌન થઈ ગયા તે મુનિ.
માનવ ભવમાં સર્વાધિક મહત્વપૂર્ણ વાત જો કોઈ હોય તો ભાષા છે. ભાષા જ સમાજનું નિર્માણ કરે છે. ભાષા જે વ્યક્તિને સમાજ આપે છે. એ માટે જ માણસને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. ભાષા જ સમુદાયનું નિર્માણ કરે છે. ભીડના કારણે સમાજ નથી, ભાષાના કારણે સમાજ છે.
એક બીજ વળદ્ધિ પામતા સમયે અવાજ નથી કરતું, પરંતુ એક વળક્ષ ધરાશાયી થાય છે ત્યારે જબરજસ્ત અવાજ સાથે જમીનદોસ્ત થાય છે. વિનાશમાં શોર છે, વિકાસમાં શાંતિ છે.
મૌન સુખનો મહામંત્ર છે. મૌનથી કલહ નહીં થાય. મૌનથી આત્મ સાધના થાય છે. મૌનમાં મહાન શક્તિ છે. મૌન બધા દોષોને નષ્ટ કરે છે. મૌનમાં સંસારનું મંથન થાય છે. મૌન એ બધા શાષાોનું અધ્યયન છે. મૌનથી આત્મિક શક્તિ વધે છે. મૌનથી મગજમાં હિપ્પોકૈમ્પસની કોશિકાઓ નવી બને છે, જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
વાણી, મન અને ઇન્દ્રિયોનો સંયમ એટલે મૌન. મનને શાંત અને અંતર્મુખી કરે છે મૌન. આત્મ ચિંતન અને આધ્યાત્મિક ઉન્નતી માટે મૌન મહત્વપૂર્ણ છે.
પરમાત્માની સાથે શાંત થઈ જાઓ. ગાંઢ મૌનમાં ડૂબી જાવ, ઝૂકી જાવ, કાંઈ ન બોલો, કાંઈ ન કહો. આ ક્ષણોમાં આપ ન તો જૈન છો, ન તો હિન્દુ છો, ન તો મુસલમાન છો, ન તો પારસી છો, ન તો બૌદ્ધ છો. આ ક્ષણોમાં આપ હશો જ નહીં. ફક્ત પરમાત્મા જ હશે. અને પરમાત્માને કોઈ પંથ કે સંપ્રદાય હોતા નથી. મૌન નાં ક્ષણોમાં આપ જ્યાં બેસી જશો, ત્યાં તીર્થ બની જશે. ત્યાં જ પરમાત્મા ભીતરમાં નળત્ય કરવા લાગશે. મૌન રહેવાનું શીખો. આ મૌન જ ધ્યાન છે, આ ધ્યાનની ક્ષણોમાં આપ પરમાત્મા સાથે રહો છો.
તુલસીદાસજીને કોઈએ પૂછેલ કે કયારેક કયારેક ભક્તિ કરવાનું મન નથી થતું તો પણ પરમાત્માનાં નામ જપ માટે બેસીએ છીએ તો તેનું કોઈ ફળ છે? તુલસીદાસજી એ ખુબ સુંદર જવાબ આપ્યો, ‘‘તુલસી મેરે રામ કો, રીજ ભજો યા ખીજ, ભૌમ પડા જામે સભી, ઉલટા સીધા બીજ.''
એકવાર એક સાપ જુગનું ની પાછળ પડ્યો. જુગનું એ પાછા વળીને સાપને પૂછયું કે હું શું આપને ત્રણ સવાલ પૂછી શકું છું. સાપે કીધું કે પૂછ, જુગનું કીધું કે શું હું તમારા ખોરાકનો એક ભાગ છું? સાપ કહે છે કે ના. જુગનું એ ફરી પૂછયું કે શું મેં આપનું કાંઈ બગાડ્યું છે? આપને કંઈ નુકસાન પહોંચાડ્યું છે? શું આપને કોઈ તકલીફ આપી છે? સાપે કીધું કે ના. તો પછી કેમ મારી પાછળ પડ્યો છે ભાઈ. કેમ મને મારવા માંગે છે અને ત્યારે સાપી જે કીધું એનાથી બહુ મોટો મેસેજ મળે છે સાપ કહે છે કે મારે તારી સાથે કાંઈ લેવાદેવા નથી પણ ‘‘હું તને ચમકતો નથી જોવા માંગતો.'' આ વાત માત્ર સાપ અને જુગનુ ની નથી. આપણી આસપાસ એવા ઘણા લોકો આપણા પોતાના હોય છે જેને આપણી બુરાઈ કરવા માટે, આપણને નુકશાન પહોંચાડવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી પડતી.
સંઘર્ષ માં પણ સ્વભાવ જાળવી રાખવો તે સૌથી મોટો વિજય છે. કારણ કે પરિસ્થિતિ બદલાય છે, પણ સ્વભાવ ઓળખ બનાવે છે. સ્ટાઈલ ઓળખ બતાવે છે, પણ તમારી સિદ્ધિ તમને ઓળખ અપાવે છે. કારણ કે ભવિષ્ય ફેશન થી નહીં ફોકસ થી બદલાય છે. બીજા કેટલા ખરાબ છે તે કહેવું સહેલું છે, પણ પોતે કેટલા સારા છે તે નક્કી કરવું ખૂબ અઘરું છે. જેનાં માં ખોટ ખાવા ની તાકાત હોય ને તે જ નફો કરી શકે. પછી તે નફો પૈસાનો હોય કે સંબંધનો.
કાલાવડ સંઘ પ્રમુખ પ્રફુલભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કરેલ, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્ય શ્રી ભારતીબાઈ મહાસતીજી એ શુભેચ્છા ભાવ ફરમાવેલ, ત્યારબાદ ગોંડલ નવાગઢ સંઘ પ્રમુખ જીગ્નેશભાઈ વોરા, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારી, શ્રી રોયલ પાર્ક જૈન મોટા સંઘ રાજકોટ પ્રમુખ સી.એમ. શેઠ, સુરેશભાઈ કામદાર, વી. એસ. દામાણી, જુનાગઢ સંઘ મંત્રી અશ્વિન અવલાણી તથા રિયાબેન દોશી કાલાવડ, હીર કોઠારી કાલાવડ, હિયાન શાહ ઘાટકોપર એ પોતાનાં ભાવ વ્યક્ત કરેલ. આ અવસરે ગોંડલ સંઘાણી સંપ્રદાયનાં પૂજ્ય શ્રી જયશ્રીબાઈ મહાસતીજી આદિ ઠાણા ચાર ઉપસ્થિત રહેલ.
જયારે સુરસાંગડાથી શ્રી વાલદાસબાપુ, એચ. જે. ઇન્ડસ્ટ્રીઝના ભરતભાઈ દોશી, નયનભાઈ કામદાર, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયા, જૈન અગ્રણી વસંતભાઈ તુરખીયા, રાજકોટ ભાજપના કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, જામનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અભિષેકભાઈ પટવા, પ્રવક્તા હસમુખભાઈ વોરા, કાલાવડ ભાજપ પ્રમુખ નિરવ ભટ્ટ આદિ સર્વ સદસ્યો, કાલાવડ નગરપાલિકા પ્રમુખ આદિ સર્વ સદસ્યો, કાલાવડ ગ્રામ્ય પી.આઇ. પનારા તથા વિવિધ શહેરોમાંથી સંઘો અને શ્રાવક શ્રાવિકાઓ પધારેલ, જામનગર નું ઓસવાલ બેન્ડ, ભૂમી ગાઠાણી એ ગુરુભક્તિ ગીતો દ્વારા સૌનાં દિલ માં અનેરી ભક્તિ જગાવી.‘‘સંત નાં દેખા ઐસા ગ્રંથના દેખા''.
શ્રી કાઠીયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ સંચાલિત શ્રી ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘ - બોપલ માં આગામી વર્ષ ૨૦૨૮ ની ચૈત્ર માસની આયંબિલ ઓળી પધારવા ભાવભરી વિનંતી નિલેશભાઈ ટીંબડીયા, રમેશભાઈ, અરવિંદભાઈ એ કરતાં તે વિનંતી નો પૂજ્ય સદગુરુદેવ શ્રી દ્વારા સ્વીકાર કરવામાં આવેલ.
આપણે પણ સદગુરુદેવ નાં પગલે પગલે પા - પા પગલી માંડીએ અને ૧૨૫૦ કલાક ની મૌન સાધના માં જોડાઈએ. તે માટે નાં ‘‘મારી મૌન સાધના'' કાર્ડનું વિમોચન પધારેલ સર્વ સંઘો અને આમંત્રિત મહેમાનોનાં હસ્તે કરવામાં આવેલ. નામી અનામી સર્વ દાતાશ્રીઓ તથા કાર્યકરો નો એવં પધારેલ સર્વ સંઘો શ્રાવક શ્રાવિકાઓ ગુરુભકતો તથા કાલાવડ સંઘ, કાલાવડ મહિલા મંડળ, નવા રણુજા ધામનાં બ્રહ્મલીન સંત શ્રી સુરેન્દ્રબાપુ, વર્તમાન ગાદીપતિ શ્રી સરયુબા, અજયભાઈ કામદાર, કમલેશભાઈ પ્રત્યે આભાર વ્યક્ત કરેલ.
ઉપસ્થિત રહેલ સર્વ ને તથા પ્રત્યક્ષ પરોક્ષ રહેલ સર્વે જીવો ને ખમાવી અને અંતિમ શબ્દો માં જણાવેલ કે તમને જે શબ્દો, જે ભાષા, જે વાણી, જે વર્તન રુચતું નથી, ગમતું નથી, તેવું વર્તન, તેવી વાણી, તેવી ભાષા, તેવા શબ્દો ને કોઈ સાથે પ્રયોગમાં ન લેશો.
પૂ.સદગુરુદેવ નાં મહામાંગલિક બાદ, આગામી શિવરાત્રી (તા. ૬/૩/૨૦૨૭) સુધી એકાંત મૌન નો સંકલ્પ (પચ્ચક્ખાણ) કરેલ. ત્યારબાદ જૈન યતિવર્ય પૂજ્ય શ્રી ગાંગજીવીર ઋષિજી ની ચૈતન્ય સમાધિ પર ગયેલ. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ નાં ફાઉન્ડર મેહુલ રવાણીએ કાર્યક્રમનું સંચાલન કરેલ.(૨.૧૭)
(2:04 PM IST)










