News of Tuesday, 17th February 2026
રાજકોટ શહેર જિલ્લામાં ર૦ લાખ ૮૯ હજાર મતદારોઃ કલેકટર
ડો. ઓમપ્રકાશની સત્તાવાર જાહેરાત : ૩ લાખ ૪૪ હજારને નોટીસ પાઠવાઇ : ૩ લાખ ૩૭ હજાર મતદારોએ પૂરાવા આવ્યા... : ૭ર૧૦ મતદારોના નામો કમી કરાયા : પ૯૮ સર્વિસ વોટર્સ : ૧૮-૧૯ વર્ષના ર૬પ૯૧ મતદારો : ૧ર હજારથી વધુ દિવ્યાંગ મતદારો જાહેર

રાજકોટ, તા. ૧૭: રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ જણાવ્યુ઼ હતું કે, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી તા. ૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં સઘન મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ (Special Intensive Revisionઁ) તા.૨૮. ૧૦.૨૦૨૫ ના રોજ શરૂ થયો હતો.
જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદારો માટે કુલ ૨૩,૯૧,૦૨૭ એન્યુમરેશન ફોર્મ (EFs - ગણતરી ફોર્મ) પ્રિન્ટ કરવામાં આવ્યા હતા.
એસ.આઈ.આર.ની કામગીરી માટે ૨૨૫૬ બી.એલ.ઓ. તથા ૨૩૩ બી.એલ.ઓ. સુપરવાઇઝરને સઘન તાલીમ આપવામાં આવી હતી. રાજકીય પાર્ટીઓ દ્વારા કુલ ૪૩૭ બૂથ લેવલ એજન્ટસની નિમણૂક કરવામાં આવી હતી.
જિલ્લામાં અંદાજે ૬૦૦૦ બૂથ લેવલ પદનામિત અધિકારીઓ (Volunteers) ની નિમણૂકો કરવામાં આવી. તમામ તાલુકાઓ અને શહેરી વિસ્તારમાં ત્રણ સેક્ટર રૂટ દીઠ એક સિનિયર નાયબ મામલતદાર કક્ષાના અને અન્ય ૦૨ કર્મચારીઓને સુપરવિઝનની ફરજના હુકમો કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં કુલ ૨૨૫૬ બૂથ લેવલ ઓફિસર દ્વારા તા. ૦૪/૧૧/૨૦૨૫થી ૦૪/૧૨/૨૦૨૫ સુધી ઘરે-ઘરે જઈને ઈ.એફ. ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન બી.એલ.ઓ.એ મતદારોના ઘરની ત્રણવાર મુલાકાત લઈને ફોર્મ ભરાવવામાં મદદ કરીને ફોર્મ પરત મેળવ્યા હતા. આ કામગીરીનું ૨૩૩ બી.એલ.ઓ. સુપરવાઇઝર દ્વારા સઘન સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
સને ૨૦૦૨ની મતદાર યાદી સાથે કુલ ૮,૨૩,૬૬૮ મતદારોએ પોતાની માહિતી આપેલી છે, તેમજ ૧૦,૦૬,૧૭૭ મતદારોએ પોતાની વંશાવલી દ્વારા મેપિંગ કરાવ્યું છે. બાદમાં રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા મત વિસ્તારમાં મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરી, તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ આ ડ્રાફ્ટરોલ (મુસદ્દા યાદી) પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
આ યાદીમાં જિલ્લાના કુલ-૦૮ વિધાનસભા મત વિસ્તારમાં ૨૦,૫૫,૩૫૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મુસદ્દા યાદી તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રકાશિત થયા બાદ, મતદાર નોંધણી અધિકારી (ERO)/ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા નોટિસ જારી કરીને, વાંધાઓ-દાવાઓ મેળવવામાં આવ્યા હતા અને મતદારોને યોગ્ય દસ્તાવેજો સાથે પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં કુલ ૩,૪૪,૫૧૩ મતદારો જેમાં નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપન્સિસવાળા મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી - AERO કક્ષાએથી રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. જે પૈકી ૩,૩૭,૩૧૦ મતદારો દ્વારા મતદારયાદીમાં નામ ચાલુ રાખવા પોતાની ઓળખના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ૭૨૧૦ મતદારો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ન હોવાના, કારણે તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં, નવા નામ ઉમેરવા ૩૩,૪૫૨ ફોર્મ-૬ ભરાયા, નામ કમી કરવા માટે ૯૨૪૫ ફોર્મ-૭ ભરાયા, સ્થળાંતર તેમજ અન્ય વિગત સુધારવા માટે ૩૩,૫૩૯ ફોર્મ-૮ ભરાયા હતા. આમ કુલ ૭૬,૨૩૬ હક્ક-દાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં કુલ-૦૮ વિધાનસભા મત વિસ્તારમાં ૨૦,૮૮,૭૭૯ મતદારો તથા ૫૯૮ સેવા મતદારો (સર્વિસ વોટર્સ) મળીને કુલ ૨૦,૮૯,૩૭૭ મતદારોનો આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે આજરોજ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
સદરહુ મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ નામો સામે અથવા કમી કરવામાં આવેલ નામો પરત્વે કોઈ મતદારનો વાંધો હોય તો તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આર.પી. એક્ટ ૧૯૫૦ની કલમ ૨૪ (એ) તળે, મતદાર નોંધણી નિયમો ૧૯૬૦ના નિયમ ૨૭થી નિયત કરેલ રીતે અપીલ દાખલ કરી શકે છે.
વિધાનસભા મુજબ જોઈએ તો
૬૮-રાજકોટ પૂર્વ વિ.સ.માં ૨,૫૨,૨૦૧ મતદારો તથા ૪૯ સેવા મતદારો મળીને ૨,૫૨,૨૫૦ મતદારો છે.
૬૯-રાજકોટ પヘમિ વિ.સ.માં ૨,૯૭,૬૭૨ મતદારો તથા ૬૧ સેવા મતદારો મળીને ૨,૯૭,૭૩૩ મતદારો છે.
૭૦-રાજકોટ દક્ષિણ વિ.સ.માં ૨,૦૯,૧૩૦ મતદારો તથા ૧૬ સેવા મતદારો મળીને ૨,૦૯,૧૪૬ મતદારો છે.
૭૧-રાજકોટ ગ્રામ્ય વિ.સ.માં ૩,૫૯,૬૧૩ મતદારો તથા ૩૫ સેવા મતદારો મળીને ૩,૫૯,૬૪૮ મતદારો છે.
૭૨- જસદણ વિ.સ.માં ૨,૫૮,૨૭૫ મતદારો તથા ૧૩૯ સેવા મતદારો મળીને ૨,૫૮,૪૧૪ મતદારો છે.
૭૩- ગોંડલ વિ.સ.માં ૨,૧૨,૯૪૦ મતદારો તથા ૬૮ સેવા મતદારો મળીને ૨,૧૩,૦૦૮ મતદારો છે.
૭૪- જેતપુર વિ.સ.માં ૨,૫૪,૫૮૪ મતદારો તથા ૭૧ સેવા મતદારો મળીને ૨,૫૪,૬૫૫ મતદારો છે.
૭૫- ધોરાજી વિ.સ.માં ૨,૪૪,૩૬૪ મતદારો તથા ૧૫૯ સેવા મતદારો મળીને ૨,૪૪,૫૨૩ મતદારો છે.
વિવિધ કેટેગરી વાઇઝ જોઈએ તો, ૧૮-૧૯ વર્ષના ૨૬,૫૯૧ મતદારો, દિવ્યાંગ મતદારો ૧૨,૯૨૯, ૮૦ વર્ષથી વધુ વયના મતદારો ૪૪,૬૯૦, જેમાં ૧૦૦ વર્ષથી વધુ વયના ૪૬૦ મતદારોનો પણ સમાવેશ થાય છે.
(3:20 PM IST)










