<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જેઇઇ મેઇનના પરિણામમાં ‘‘મોદી સ્‍કૂલ''નો દબદબોઃ૯૯.૯૯ PR સાથે ૯૯.૯૦ PR કે તેથી વધુ ૧૨ વિદ્યાર્થીઓ

 

રાજકોટઃ તા.૧૭, JEE Main ૨૦૨૬ ના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં મોદી સ્‍કૂલનું પરિણામ  શ્રેષ્ઠ રહયું છે. ૯૯.૯૯ PR સાથે મોદી જાગૃત એ ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓમાંથી ટોપ ૧૫૦ માં સ્‍થાન મેળવીને શાળા પરીવાર તથા માતા-પિતાનું ગૌરવ વધારેલ છે. આ ઉપરાંત મોદી સ્‍કૂલના ૧૨ વિદ્યાર્થીઓએ ૯૯.૯૦ કે તેથી વધુ ૧૨ વિદ્યાર્થીઓ સાથે ગુજરાતની શ્રેષ્ઠ સ્‍કુલનું બિરુદ મેળવેલ છે.

આ ઉપરાંત આ પરિણામમાં શાળાના ૯૯ PR કે તેથી વધુ ૬૩ વિદ્યાર્થીઓ, ૯૮ PR કે તેથી વધુ ૧૦૪ તથા ૯૭ PR કે તેથી વધુ ૧૫૧ વિદ્યાર્થીઓ સાથે જવલંત સફળતા મેળવી મોદી સ્‍કૂલ IIT, NIT, IIIT ના પ્રવેશ દ્વાર હોવાની સાર્થકતા સાબિત કરેલ છે. આ જવલંત પરિણામ બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી રશ્‍મીકાંતમોદી , મેનેજીંગ ડિરેકટર ધવલભાઇ તથા હિતભાઇ એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે. તથા JEE Advance માં પણ આવા જ પરિણામો જાળવવા માટે પ્રોત્‍સાહિત કરેલ છે. તથા શાળાના શિક્ષકગણને પણ આ પરિણામ બદલ બિરદાવેલ છે.

(3:58 PM IST)