News of Wednesday, 18th February 2026
રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ દ્વારા નવા મેમ્બરશીપ ફોર્મ વિતરણનો પ્રારંભ
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, આઉટડોર તેમજ ડિજિટલ મીડિયા એજન્સીઓ માટે કાર્યરત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મીડિયા જગત સાથે સંકળાયેલી સૌથી મોટી સંસ્થા રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC) દ્વારા લાંબા અંતરાલ બાદ નવી મેમ્બરશીપ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, આઉટડોર તેમજ ડિજિટલ મીડિયા એજન્સીઓ માટે કાર્યરત આ સંસ્થામાં જોડાવા માટે આગામી ૧૫ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી સુધી વિન્ડો ઓપન રાખવામાં આવી છે.
એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે એકતા, સહકાર અને વિકાસના ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલું આ સંગઠન વર્ષ દરમિયાન બિઝનેસ વર્કશોપ, સેમિનાર, ફેમિલી સ્નેહમિલન અને મીડિયા સંમેલન જેવા અનેકવિધ કાર્યક્રમો યોજે છે. ય્ખ્ઘ્ દ્વારા સભ્યોને મેમ્બરશીપ સર્ટિફિકેટ, યુનિક આઈડેન્ટિટી અને બેજ પણ આપવામાં આવે છે. જો કોઈ એજન્સીમાં બે વ્યક્તિ કાર્યરત હોય તો ડ્યુઅલ મેમ્બરશીપની પણ જોગવાઈ છે.
સંપર્ક અને ફોર્મ મેળવવાનું સ્થળઃ નવી મેમ્બરશીપ મેળવવા કે માહિતી માટે નીચે મુજબના હોદ્દેદારોનો સંપર્ક કરી શકાશેઃ શ્રી જયેશભાઈ સોનાઃ ૯૯૨૪૨ ૩૪૬૪૨, શ્રી નિલેશભાઈ ત્રિવેદીઃ ૯૮૨૪૨ ૧૦૩૨૩
મેમ્બરશીપ ફોર્મ અને ચેક પહોંચાડવા માટેનું સ્થળઃ શ્રી ગિરિશભાઈ ત્રિવેદી - દ્રષ્ટિ કોમ્યુનિકેશન, બીજો માળ, ગેલેક્સી કોમર્શિયલ સેન્ટર, જવાહર રોડ, રાજકોટ.
RAC ના કોર મેમ્બર્સ અને તેમની એજન્સીના નામઃ સંસ્થાના સંચાલનમાં નીચે મુજબના નામાંકિત સભ્યો સેવા આપી રહ્યા છે.
શ્રી તુષાર ઝવેરી (એપેક્સ એડ.) મો. ૯૪૨૭૭ ૭૫૦૦૩
શ્રી ગિરિશ ત્રિવેદી (દ્રષ્ટિ કોમ્યુનિકેશન) મો. ૯૮૨૫૦ ૭૪૩૯૨
શ્રી નિલેશ ત્રિવેદી (મનિષ એડ.) મો. ૯૮૨૪૨ ૧૦૩૨૩
શ્રી જયેશ સોના (એડેક્સ મીડિયા લિક્સ) મો. ૯૯૨૪૨ ૩૪૬૪૨
શ્રી કમલ પારેખ (સર્જન એડ.) મો.૯૮૨૪૨ ૯૨૮૦૮
શ્રી મેહુલ દમાણી (રિઝલ્ટ એડ.) મો. ૯૮૨૫૦ ૭૯૬૧૫
શ્રી જીતુ કોઠારી (રિઝલ્ટ એડ.) મો. ૯૮૨૫૦ ૭૬૩૧૬
શ્રી નયનેશ પારેખ (એસેન્ટ) મો. ૯૮૨૫૫ ૪૭૨૦૨
વધુ વિગત માટે સંસ્થાના ઈમેઈલ [email protected] પર પણ સંપર્ક કરી શકાય છે.(
(4:30 PM IST)










