<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

બજેટમાં મહિલાઓ માટે સરકારે રાહતનો પટારો ખોલ્‍યોઃ અનિતાબેન રૂપારેલિયા

રાજકોટ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ દ્વારા ગુજરાતના બજેટને આવકાર

(હુસામુદ્દીન કપાસી-હિતેશ ગોસાઈ  દ્વારા) જસદણ, તા.૧૯: ગુજરાત રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બુધવારે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના ત્રીજા દિવસે વર્ષ ૨૦૨૬ ૨૦૨૭નું બજેટ રજુ કર્યું તે બજેટને રાજકોટ જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ અનિતાબેન અલ્‍પેશભાઈ રૂપારેલિયાએ આવકાર્યું હતું અને આ બજેટમાં તમામસ્ત્રી વર્ગ માટે રાહતનો પટારો ખોલ્‍યો હોવાનું જણાવી બજેટને આવકાર્યું હતું તેમણે જણાવ્‍યું હતું કે બજેટમાં મહિલા સશક્‍તિકરણ અંગે લખપતિ દીદી યોજના માટે ૪૭ કરોડ સ્‍વ સહાય જૂથ વ્‍યવસાય માટે ૪૫ કરોડ સગર્ભા માતાઓ માટે રાશન પુરું પાડવા ૯૭૨ કરોડ નમો લક્ષ્મી યોજના વિધાર્થિનીઓ માટે ૧૨૫૦ કરોડ ગંગા સ્‍વરૂપ આર્થિક સહાય માટે ૨૮૪૮ કરોડની જોગવાઈ આઈટીઆઈમાં અભ્‍યાસ કરતી દીકરીઓ માટે ૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અધધ કહિ શકાય આવી અબજો રૂપિયાની રકમની જોગવાઈ આ બજેટમાં કરી હોવાથી રાજ્‍ય સરકારના તમામ પદાધિકારીઓનો આ તકે આભાર વ્‍યક્‍ત કરું છું.

(10:40 AM IST)