News of Thursday, 19th February 2026
જય ગ્રુપ વૈષ્ણવ પરિવાર દ્વારા રવિવારે ફૂલફાગ હોલી કે રસિયા મહોત્સવ

રાજકોટ : જય ગ્રુપ દ્વારા વૈષ્ણવ પરિવાર દ્વારા ફૂલ ફાગ હોલી કે રસિયાનું આયોજન તા.૨૨ રવિવાર રાત્રે ૮થી ૧૧ નાગર બોર્ડિંગના હોલ ખાતે કરવામાં આવેલ છે. આ ધાર્મિક કાર્યક્રમમાં વૈષ્ણવ સંપ્રદાય તથા રાજકોટ શહેરનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક કાર્યક્રમ આનંદ ભક્તિ મંડળનાં કલાકાર વસંતભાઇ રાજપરા તથા હિતેશભાઇ સોની વિશાલભાઇ કાત્રોડીયા દ્વારા હોલી કેસરિયા રજુ કરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા સંસ્થાના જીજ્ઞેશ વાગડીયા, વિશાલભાઇ કાત્રોડીયા, ડોલીબેન રાજપરા, કલ્પેશભાઇ પાટડીયા, વિજયભાઇ પાટડીયા, સંદિપભાઇ જડીયા, હસ્મિતાબેન પાટડીયા, ભાવિનભાઇ વાગડીયા, પ્રશાંતભાઇ વાગડીયા, સંદિપભાઇ પાટડીયા, મિલનભાઇ આડેસરા, હિતેનભાઇ પાટડીયા, પ્રતિમાબેન વ્યાસ તથા સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:37 PM IST)










