<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ગુજરાતની ઇકોનોમીને ગતિ આપનારૂ વિકાસલક્ષી બજેટઃ ભાનુબેન બાબરીયા

રાજકોટ, તા. ૧૯: રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભાના ધારાસભ્‍ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગુજરાત રાજ્‍યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ રોજગારી અને માળખાગત સુવિધાઓના સુદ્રઢીકરણ માટેનું એક ઐતિહાસિક પગલું ગણાવ્‍યું છે.

તેમાં જણાવ્‍યું છે કે આ બજેટ માત્ર આંકડાઓનો દસ્‍તાવેજ નથી, પરંતુ ગુજરાતના જન-જનની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. ‘મુખ્‍યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નાણામંત્રીશ્રીએ જે દૂરંદેશી બજેટ રજૂ કર્યું છે, તે ગુજરાતને $૧ ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જવામાં પાયાનો પથ્‍થર સાબિત થશે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીજીના ‘વિકસિત ભારત@૨૦૪૭' ના સ્‍વપ્નને સાકાર કરવા માટે આ બજેટ મજબૂત પ્‍લેટફોર્મ પૂરું પાડે છે.

(3:32 PM IST)