<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

વિકસીત ગુજરાત તરફ ગતિ કરતુ લોક કલ્‍યાણકારી બજેટઃ ઉદય કાનગડ

રાજકોટ, તા. ૧૯: વિધાનસભા ૬૮-રાજકોટના ધારાસભ્‍ય ઉદય કાનગડએ રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલ રૂા. ૪,૦૮,૦૫૩ કરોડના ઐતિહાસિક વિકાસલક્ષી બજેટ ૨૦૨૬-૨૭ને આવકારી રાજયની ભાજપ સરકારને અભિનંદન આપતા જણાવ્‍યું હતું કે ગુજરાતે છેલ્લા ત્રણ દાયકામાં સાતત્‍યપૂર્ણ વિકાસ કરી રાજયની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવેલ છે. આમ ગુજરાતે દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉતરોઉતર વધારી, દેશના ગ્રોથ એન્‍જીન તરીકે પ્રસ્‍થાપિત થયેલ છે.

આ અમળતકાળના સોનેરી અવસરે વિકસિત ગુજરાત-૨૦૪૭ની વિકાસ યાત્રાને વેગ આપવા ગુજરાત-૨૦૩૫ના રોડમેપ સાથેનું ગુજરાત સરકારનું અત્‍યાર સુધીનું સૌથી મોટું ઐતિહાસિક રૂા.૪.૦૮ લાખ કરોડના બજેટને આવકારતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ કે, ગરીબ,યુવા, અન્નદાતા અને નારીશક્‍તિને વધુ સશકત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે.

નાગરિકોની સુખાકારી અને સર્વાગિ વિકાસને કેન્‍દ્રમાં રાખીને તૈયાર થયેલા આ બજેટથી ગુજરાત આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરશે.રાજય સરકાર સર્વાંગિ વિકાસના પાંચ સ્‍તંભસામાજિક સુરક્ષા, માનવ સંધાસન વિકાસ, માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવળતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વિશાળ અને સંતુલિત બજેટ રજુ કર્યુ છે.

જન-જનની આકાંક્ષા પરીપૂર્ણ કરતા સર્વ જન હિતાય, સર્વ જન સુખાયના મંત્રને ચરિતાર્થ કરતું આ બજેટ રાજયના સર્વાગિ અને સમાન વિકાસને ગતિ આપશે અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ' ના મંત્રને વધુ મજબૂત બનાવશે. તેમ અંતમાં પ્રગતિશીલ અને જનકેન્‍દ્રીત બજેટને આવકારી રાજય સરકારને અભિનંદન પાઠવતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ હતું.

(4:15 PM IST)