<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ધ્‍યાનની ગહેરાઇનું નામ સમાધી છે : સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી

ઓશોના નાનાભાઇ અકિલાના આંગણે * ક્રિયામાંથી નિષ્‍ક્રીયતામાં લઇ જાય એ જ ધ્‍યાનની સાચી પધ્‍ધતિ છે * નિષ્‍ક્રીય જાગરૂકતાનું નામ જ ધ્‍યાન છે *મેં ઓશોની પ્રેમ અને કરૂણાને સમજ્‍યા છે

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે ભાવવાહી ચર્ચા કરતા ઓશોના નાનાભાઇ ડો. સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી તેમજ શરબજીતસિંહ, સ્‍વામી સંજય સરસ્‍વતી, માં પ્રેમ દીપા તથા પ્રેમ સ્‍વામી તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૯: ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિરે ઓશોના નાનાભાઇ ડો.સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી તથા માં અમૃત પ્રિયાજીનો સ્‍વાગત સમારોહ- સત્‍સંગ અને પ્રશ્નોતરીનો કાર્યક્રમ રવિવારે આયોજીત થયો છે ત્‍યારે ઓશોના નાનાભાઇ ડો.સ્‍વામી શેૈલેન્‍દ્ર સરસ્‍વતીજી આજે અકિલાના આંગણે પધાર્યા હતા અને ધ્‍યાન તથા ઓશો વિશે વાત કરી હતી.

ડો.સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજીએ જણાવ્‍યું હતું કે, આવતીકાલ સાંજથી ગીતા ધ્‍યાન યજ્ઞની શરૂઆત થઇ રહી છે. ઓશોની સોૈથી લાંબી પ્રવચન માળા છે ગીતા દર્શન જે લગભગ પાંચ વર્ષે પૂર્ણ થઇ હતી. જેમાં ઓશોએ અનેક ધ્‍યાનની વિધિઓ બતાવી છે. હવે પ્રેકટીકલ તેનો અનુભવ કરી તે દિશામાં જઇ શકીએ જે તરફ ભગવાન ઇશારો કરી રહયા છીએ એટલે ગીતા જ્ઞાન યજ્ઞની જગ્‍યાએ ગીતા ધ્‍યાન યજ્ઞ ચાલે છે. જે હકીકતમાં ધ્‍યાન કરવા ઇચ્‍છે છે, અનુભવ કરવા માંગે છે. તેના માટે ત્રણ દિવસની શીબીરની શરૂઆત થઇ રહી છે.

ધ્‍યાન લગાવવુ અને ધ્‍યાન મેળવવુ એમાં ઘણો ફેર છે. ડો.શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી કહે છે, જે આપણે સ્‍વયં કરીએ તેમાં કર્તાભાવ હોય છે. હું પણું હોય છે અને એ જ મનુષ્‍ય અને પરમાત્‍મા વચ્‍ચે અહંકારની દિવાલ છે. જયારે આપણે કંઇ કરશું તેમા નિヘતિ રૂપે કર્તાનો ભાવ આવી જશે જેથી પ્રભુને નહી શકીએ એટલે ધ્‍યાન આપણે લગાવતા નથી પણ એવી ભાવદશામાં છોડી દીધા છે. જયાં ધ્‍યાન આપમેળે ઘટીત થાય છે અને જયાં કર્તાનો ભાવ નથી આવતો, અહંભાવ નથી આવતો જયાં આપણે સંપૂર્ણ રીલેકસ છીએ અને એ સ્‍થિતિમાં પરમાત્‍માં સાથે આપણો લગાવ થઇ જાય છે. એટલે કોઇ ધ્‍યાની અભિમાનપૂર્વક એમ નહી કહી શકે કે મેં ધ્‍યાન કર્યુ. ધ્‍યાન આપમેળે થાય છે. જીવનની બધી જ મહત્‍વપૂર્ણ પરિસ્‍થિતિઓ આપમેળે થાય છે. જેમ પ્રેમ આપમેળે થાય છે તેમ ધ્‍યાન પણ આપમેળે થાય છે. આપણે કરી નથી શકતા. એ કરનાર કોણ છે તે આપણને ખ્‍યાલ નથી તેને આપણે પરમાત્‍મા કહીએ કે અસ્‍તીત્‍વ કહીએ છીએ.

ધ્‍યાનની સાચી પધ્‍ધતિ એ છે જે આપણને ક્રિયામાંથી નિષ્‍ક્રિયતામાં લઇ જાય. ડો.સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી કહે છે, ઓશોએ બધી ધ્‍યાનિવિધિ એવી બનાવી છે જયાં શરૂઆત ક્રિયા-કર્મથી થાય છે પછી આપણે બધુ છોડી દઇએ છીએ. ફિઝીકલ, મનની અને સુક્ષ્મ ગતિવિધી ચાલે છે એ ગતિવિધિ શાંત થઇ જાય તો તે અવસ્‍થા- ચેતના છે તેનુ નામ ધ્‍યાન છે. ભલે શરૂઆત ક્રિયાથી કરીએ પણ અંતે નિષ્‍ક્રિયતા તરફ પહોંચવાનું નામ ધ્‍યાન છે. ઓશો કહે છે નિષ્‍ક્રિય જાગરૂકતાનું નામ ધ્‍યાન છે, નિર્વિચાર જાગરૂકતાનું નામ ધ્‍યાન છે.

આજે લોકો નિષ્‍ક્રિય નવી થઇ શકતા. સ્‍વામી કહે છે, ઘણા લોકો ધર્મ અને અધ્‍યાત્‍મને સંસારની અન્‍ય બાબતોની જેમ સમજે છે. આપણે કોઇપણ ક્ષેત્રમાં શ્રમ કરીએ છીએ શ્રમ નહી કરીએ તો ધન નહી મળે. લોકોના મનમાં એક ધારણા બની ગઇ છે કે આપણા કરવાથી જ કંઇક થશે. લોકો મંદિર-મસ્‍જીદમાં જશે. સાધુ-સંતો પાસે જશે, તિર્થયાત્રા કરશે, પવિત્ર નદીઓમાં સ્‍નાન કરશે

એ ક્રિયા કરશે પણ જયાં સુધી કરશે ત્‍યાં સુધી શાંતિ તેમને મળશે નહી. લોકો ભાગદોડ કરે છે શાંતિ મેળવવા પણ તેમની ભાગદોડથી વધુ અશાંતિ મળે છે. ધ્‍યાનની વિધિ બદલવાથી, ધર્મ પરિવર્તનથી કે, શાષાો બદલવાનું વિચારે છે જેનાથી માત્ર અશાંતિ મળે છે શાંતિ મળતી નથી. પણ ધીમે ધીમે અનુભવોથી ખ્‍યાસ આવે છે કે હું જે કંઇ પણ કરી રહયો છું તેનાથી સંસારમાં સફળતા મળે છે પણ આધ્‍યાત્‍મમાં સફળતા નથી મળતી. ધીમે ધીમે એ વાત સમજ આવે છે કે કાશ હું કંઇ ન કરૂં અને જોવ શું થાય છે ત્‍યારે રહસ્‍ય ખુલી જાય છે. એટલે ધ્‍યાનની ગહેરાઇનું નામ સમાધી છે જયાં બહુ સમાધાન થઇ જાય છે કોઇ સવાલ બચતો નથી. બધા પ્રશ્નોનો ઉતર મળી જાય છે. પરમાત્‍માની પ્રાપ્તિનેજ સમાધી કહે છે.

ઓશોનું જીવન એક ખુલા પુસ્‍તકરૂપે છે. ડો. સ્‍વામી શેલેન્‍દ્ર સરસ્‍વતીજી કહે છે હું ઓશોથી ર૪ વર્ષ નાનો છું મને તેમની વાતો નાનપણમાં સમજ નહોતી આવતી પણ પ્રેમ અને કરૂણ સમજમાં આવતા. તેઓ સંપુર્ણ શાંત રહેતા તેમનો પ્રેમ, શાંતિ, આનંદ દેખાતો.

સ્‍વામીજીએ કહયું કે, ઓશો ફેગરન્‍સ  એક સંસ્‍થા છે. જયાં દર મહિને ધ્‍યાન શીબીર થાય છે ત્રણ દિવસ અને એક દિવસનું ધ્‍યાન થાય છે. ઓનલાઇન મેડિટેશન કલાસ પણ થાય છે. દરરોજ દોઢ કલાકની કલાસ આવે છે. વિદેશથી લોકો પણ ઓનલાઇન જોડાય છે. ઓશોના પ્રવચન સંભળાવાય છે, ધ્‍યાનની વિધિ કરાવાય છે. સ્‍વામીજીના યુટયુબ અને પ્રોડકાસ્‍ટ તેમજ ટીવી પર ઇન્‍ટરવ્‍યું આવે છે.  લોકોના પ્રશ્નોના ઉતર ‘કયોગ' દ્વારા પણ અપાય છે સ્‍વામીજીનાં જવાબોને એક કરોડથી વધુ વાર વાંચવામાં આવ્‍યા છે.

આજે આધુનિકતા તરફ આગળ આપણે વધી રહયા છીએ તો સ્‍પીડ પણ વધી છે. સ્‍વામીજી કહે છે, મનુષ્‍ય વધુને વધુ અશાંત અને બેચેન બની રહયો છે. આપણે કઇ દિશામાં જવું છે તે નકકી નથી કરી શકતા. આપણા જીવનનો ઉદેશ, લક્ષ્ય શું છે તેનો ખ્‍યાલ નથી એટલે ટોળા તરફ લોકો દોડે છે. એટલે યુવા પેઢીને કહીશ કે એક મીનીટ થોભી પુનઃ વિચાર કરો, પોતાની દિશા બદલવા હિંમત કરો. યુવા એજ છે જે લકીરના ફકીર બનીને દોડતા નથી પણ પોતાની અંદરથી આવેલા અવાજ તરફ સાહસ કરે છે.

અકિલાની મુલાકાત વખતે ડો. સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી સાથે શરબજીતસિંહ, સ્‍વામી સંજય સરસ્‍વતી, માં પ્રેમદીપા, પ્રેમ સ્‍વામી ઉપસ્‍થિત રહયા હતા.(૨.૧૭)

ભગવાન બુધ્‍ધને જયારે શૂન્‍યતામાં આત્‍મદર્શન ઘટીત થયું...

ભગવાન બુધ્‍ધે ૨૯ વર્ષ રાજકુમારનું જીવન જીવ્‍યા બાદ સંન્‍યાસી બની ઘનઘોર તપસ્‍યા કરી મહાત્‍યાગીનું જીવન જીવ્‍યા તપસ્‍યા કરતા શરીર કમજોર થઇ ગયું એક સાંજે તેઓ નદીમાં સ્‍નાન કરી રહ્યા હતા ત્‍યારે બહાર નહોતા આવી શકતા ત્‍યારે તેમને ખ્‍યાલ આવ્‍યા કે હું જે કર્મ કરૂ છું તેનાથી ભવસાગર પર થઇ જઇશ તેમ વિચારૂ છું અને આજે એક નદી પાર નથી કરી શકાતી ત્‍યારે અંદરથી ખ્‍યાલ આવ્‍યો અને ત્‍યાગ નો પણ ત્‍યાગ થઇ ગયો તેઓ નદીમાંથી બહાર આવ્‍યા વૃક્ષનીચે બેઠા ત્‍યાં ખીર પડેલી જોઇ તેમને ખ્‍યાલ આવ્‍યો કે ઉપવાસથી પણ કંઇ થતું નથી. તેઓ એ ખીર ખાધી. એ રાત્રે તેઓ નિヘતિ રીતે ખ્‍યાલ આવેલો કે સંસાર વ્‍યર્થ છે અને છ વર્ષના સંન્‍યાસ પછી ખ્‍યાલ આવ્‍યો કે સંન્‍યાસ પણ વ્‍યર્થ છે. આત્‍મજ્ઞાન પ્રાપ્‍ત થયું ક્રિયા, કર્મ, ધ્‍યાન, પધ્‍ધતી જરૂરી છે. પણ તેનાથી પરમસત્‍ય પ્રાપ્‍ત નથી થતું પણ એ છૂટી જાય તે શૂન્‍યતામાં આત્‍મદર્શન ઘટીત થાય છે. આને જ સમાધી કહેવાય છે. 

ઓશોનું સંપૂર્ણ ઓરીજનલ સાહિત્‍ય વિનામુલ્‍યે મળશે

હાલ ઓશોના પ્રવચનો એઆઇ જનરેટેડ આવવા લાગ્‍યા છે તેને રોકવા શું કરી શકાય? ડો. સ્‍વામી શેૈલેન્‍દ્ર સરસ્‍વતીજી એ જણાવ્‍યું કે, ઓશોએ જે હિન્‍દી પ્રવચનો આપ્‍યા છે તેનું એઆઇ દ્વારા અંગ્રેજી ટેકસ્‍ટમાં રૂપાંતર કરવામાં આવે એજ રીતે અંગ્રેજીમાંથી હિન્‍દીમાં કરવામાં આવે મે પણ ટ્રાન્‍સલેશનનું કામ કર્યું છે. હવે એ કામ ૧૦ સેકન્‍ડમાં થઇ જાય છે આ ટ્રાન્‍સલેશનનું કામ હું કરી ચૂકયો છું જોકે એઆઇ તેને ઓશોમાં અવાજમાં કનવર્ટ નથી કરી શકતું પણ જો ઓરીજનલ કનટેન્‍ટ નહી બનાવે આજ લોકો  ઓશોના નામે કંઇ પણ મૂકે છે.

આના માટે મે ઓશોની પુસ્‍તકોની પ્રથમ સંસ્‍કરણને પીડીએફરૂપે સંગ્રહીત કર્યા છે લોકોને ફ્રિ મળી શકે છે. ઓશોનું સંપૂર્ણ સાહિત્‍ય ૬૫૦ મૂળ પુસ્‍તકો, ઓડિયો પ્રવચન, દસહજારથી વધુ ફોટોગ્રાફ, ઓશોનું સંગીત બધુંજ ફ્રિ લોકોને મળી શકે છેઁ જેના માટે વોટ્‍સએપ કરવાનું રહેશે જેમાં સ્‍વામીજી લીન્‍ક મોકલશે. 

સંપર્કઃ ૭૦૨૭૩ ૨૭૩૭૨  (માત્ર વોટ્‍સ એપ કરવો)

લાઇવ જોવા www.facebook.com/share/v/1af3p6vmj

(9:40 AM IST)