<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અયોધ્યા રામ મંદિર દાન ઉચાપત કેસમાં મોટો ધડાકો : ઉત્તર પ્રદેશ સરકારના આદેશથી એફઆઈઆર દાખલ : અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા સહિતના નામ ખૂલ્યા : કરોડોના ચઢાવાની ચોરીના મામલામાં યોગી આદિત્યનાથની કડક કાર્યવાહી : હદ થઈ ગઈ : દાનના રૂપિયાની ગણતરીની જવાબદારી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એસબીઆઈને સોંપવામાં આવી હતી, પરંતુ બૅન્કે આ કામગીરી વારાણસીની એક ખાનગી એજન્સીને આપી દીધી હતી : એજન્સીએ સુરક્ષાના નિયમોને નેવે મૂકીને અંગત ભલામણોના આધારે સ્થાનિક યુવાનોની ભરતી કરી લીધી હતી : બીએનએસ ની કલમ ૩૦૬, ૩૧૬ ૫, ૩૧૭ ૪, ૩૧૭ ૫, ૬૧ અને ૩ ૫ હેઠળ નોંધાયો ગુનો : એસઆઈટી તપાસ બાદ પોલીસની મોટી કાર્યવાહી : ટિન્નુ યાદવ, મનીષ યાદવ, અવિનાશ શુક્લા પણ કાયદાના સકંજામાં9:27 PM IST

અયોધ્યા રામ મંદિર ભંડોળ વિવાદ : યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયનો એસઆઈટી તપાસ અને ભાજપ પર આકરો પ્રહાર : કહ્યું કે "નાના કર્મચારીઓને નિશાન બનાવવાનું બંધ કરો: મોટા માથાઓ પર કાર્યવાહી કરો" : એસઆઈટીની વિશ્વસનીયતા પર સવાલ, એસઆઈટીના વડા પોતે દાગી અધિકારી છે! : ગઈકાલે સમગ્ર ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લામાં કોંગ્રેસના જબરજસ્ત દેખાવોના પગલે ભારે દબાણ સર્જાતા એફઆઈઆર નોંધાઈ હોવાનો અજય રાયનો દાવો : યુપી કોંગ્રેસ અધ્યક્ષે સીધો આક્ષેપ કર્યો કે ટ્રસ્ટના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા, ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા જેવા જવાબદાર લોકો પર મુકદ્દમો દાખલ થવો જોઈએ જેઓ બધો માલ ચંપત કરી ગયા છે: જેમણે કમિશન ખાધું છે: જેના રેકોર્ડ પણ મોજૂદ છે11:26 PM IST

બાળકો ભણતરને ગોખણપટ્ટી તરીકે નહિં પરંતુ હસતા-રમતા ભાર વગરનું શિક્ષણ મેળવે તે જરૂરી : નાનપણથી જ બાળકોને ફક્ત ભણતરમાં વ્યસ્ત રાખવાની જગ્યાએ રમત ગમત,વિજ્ઞાન, સંગીત, કલા પ્રત્યે કેળવણી આપવી જેથી જીવનમા આવતી હારજીતનો સામનો કરી સક્ષમ નાગરીક બની શકે : બાળકોને ફકત હોશિયાર વિદ્યાર્થી નહી એક સારા નાગરિક બનાવો : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : વડોદરાના ખોડીયાર નગર સ્થિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષા વકીલની પ્રેરક ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો : નાયબ મુખ્યમંત્રીએ ૧૩૫૪ બાળકો ખાનગી શાળા છોડી નગર પ્રાથમિક શાળાઓની સરકારી શાળામા પ્રવેશ મેળવ્યો છે એ બાબતને શિક્ષણ સમિતિ અને વડોદરા જિલ્લા તંત્રની સફળતા ગણાવી3:18 PM IST

૨૦૦૩માં નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું પ્રવેશોત્સવનું બીજ આજે વટવૃક્ષ બન્યું: શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ઝીરો ડ્રોપઆઉટ રેટ લક્ષ્ય : સાણંદ સેમીકંડક્ટર હબ બની રહ્યું છે, ત્યારે આપણા દીકરા-દીકરીઓ પણ ગ્લોબલ સ્તરનું શિક્ષણ મેળવે તે જરૂરી : કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સરકારી કાર્યક્રમ મટીને જન-જનનો ઉત્સવ બન્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ઔદ્યોગિક પ્રગતિ સાથે 'એક પેડ માં કે નામ' અભિયાન દ્વારા પર્યાવરણનું જતન અને 'કેચ ધ રેન' થકી જળસંચયથી જળ સુરક્ષા પણ સુનિશ્ચિત થયાં છે : મુખ્યમંત્રીએ સ્કૂલ પરિસરની મુલાકાત લઈને સ્માર્ટ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને વાલીઓ સાથે બેઠક યોજી : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાણંદ તાલુકામાં પીંપણ ગામ અને સાણંદ મોડલ સ્કૂલમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો3:31 PM IST

જનસંઘના સ્થાપક, મહાન રાષ્ટ્રચિંતક અને અખંડ ભારતના પ્રખર ઉપાસક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના ૧૨૫મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપાના ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું : ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત રાજ્યભરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની રાષ્ટ્રપ્રતિબદ્ધતાની ગાથા, સંઘર્ષ અને લોકતાંત્રિક મૂલ્યોથી નવી પેઢીને પરિચિત કરવાનું કાર્ય : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના દ્રઢ નેતૃત્વ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ થવાની પ્રક્રિયા ડૉ. મુખર્જીના દેશની એકતા માટેના બલિદાન અને સંકલ્પને સાકાર કરતી ઐતિહાસિક ઘટના : જગદીશભાઈ વિશ્વકર્મા3:38 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST