News of Friday, 20th February 2026
વોર્ડ નં. ૬ માં અદ્યતન શાક માર્કેટ બનશેઃ મહારાણા પ્રતાપ હોલનું નવીનીકરણ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૦૬ માં (૧) રૂ. ૫.૦૯ કરોડના ખર્ચે આવેલ કનકનગર શાક માર્કેટને અદ્યતન શાક માર્કેટ બનાવવાનું કામ, (૨) રૂ. ૧૨.૮૧ કરોડના ખર્ચે આવેલ મહારાણા પ્રતાપ કોમ્યુનીટી હોલનું નવીનીકરણ કરવાનું કામ, તથા (૩) રૂ. ૨.૫૯ કરોડના ખર્ચે આવેલ પટેલ વાડી સામે આવેલ વોંકળાની બંને બાજુ દિવાલ તથા સ્લેબ કલ્વર્ટ કરવાનું કામ, આમ વોર્ડ નં.૦૬માં કુલ મળી રૂ. ૨૦.૫૦ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયા, પરેશભાઇ આર.પીપળીયા તથા મંજુબેન કુંગશીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:38 PM IST)










