News of Friday, 20th February 2026
વોર્ડ નં.૩ માં રેફયુજી કોલોની વિસ્તારમાં ડ્રેનેજ લાઇન શીફટ કરાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૩માં રેફયુજી કોલોની વિસ્તારમાં રૂા.૨૮.૩૭ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન શીફટ કરવાનું કામ તથા મેનહોલ બનાવવાનું કામ, આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટરો બાબુભાઇ ઉઘરેજા, અલ્પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:40 PM IST)










