<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

જીગીશા પટેલ ઉપરના હુમલા પ્રકરણમાં કડક કાર્યવાહી કરવા ‘આપ' દ્વારા રૂરલ એસપીને આવેદન અપાયું

રાજકોટઃ ગોંડલ ખાતે ‘આપ'ના નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલા પ્રકરણમાં  કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીના શહેર અધ્‍યક્ષ દિનેશભાઇ જોશી તથા આપના આગેવાનો દ્વારા રૂરલ એસપીને આવેદન અપાયું હતું.  આવેદનમાં જણાવાયુ હતુ કે, આ હુમલા પ્રકરણમાં સંડોવાયેલ તમામ આરોપીઓની તાત્‍કાલીક ઓળખ કરી ધરપકડ કરવા, ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા તથા આ ઘટનાની તપાસ વરિષ્‍ઠ અધિકારીની દેખરેખમાં કરવામાં આવે અને ભોગ બનનારને જરૂરી પોલીસ સુરક્ષા આપવા માંગણી કરાઇ હતી. તસ્‍વીરમાં આપના આગેવાનો આવેદન આપતા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(3:58 PM IST)