<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સિવિલ હોસ્‍પિટલમાં પીવાના પાણીની સમસ્‍યા હલ કરાવતા રાજેષ ચાવડા

રાજકોટ,તા.૨૫: આજ રોજ પી.ડી.યુ. સિવિલ હોસ્‍પિટલ ખાતે આખાય સૌરાષ્‍ટ્ર માથી દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય અને તેમના સગા વ્‍હાલા આવતા હોય અવાર નવાર પીવાની પાણીની સમસ્‍યા સર્જાય રહી હતી અને સાથે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પાણીના ટાંકાની પણ સાફસફાઇ કરવામાં આવી છે. આ પાણીની સમસ્‍યાનો યોગ્‍ય નિરાકરણ કરવા માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલના રોગી કલ્‍યાણ સમિતિના સભ્‍ય રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ ૧૦૮) દ્વારા તાત્‍કાલિક અસર થી અધિક્ષક, પી.ડી.યુ. સિવિલ, સાથે સંકલન કરી દર્દીના હિત માં સૂચના આપતા તાત્‍કાલિક અસર થી નિરાકરણ કરવામાં આવ્‍યાનું જણાવાયુ છે.

(3:59 PM IST)