<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

સાંઢીયા પુલ ઉપર સવારીની તૈયારી : ૯૦ ટકા કામ પુરૂ

આનંદો... જામનગર રોડનો ટ્રાફીક વહેલાસર હળવો થશે રેલ્‍વેના બ્‍લોકના સમયગાળા દરમિયાન ક્રોસ ગર્ડર-પ્રોસીંગ વગેરેની કામગીરી ચાલુ

રાજકોટ, તા. ર૬ : શહેરમાં વધતા વાહનવ્‍યવહાર અને ભવિષ્‍યની ટ્રાફિક જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઓવરબ્રિજ અને અન્‍ડરબ્રિજોના નિર્માણ અને નવીનીકરણના કાર્યને ગતિ આપવામાં આવી છે. આ દિશામાં જામનગર રોડ પર આવેલ હયાત ૨-લેન સાંઢીયા પુલને ડિસ્‍મેન્‍ટલ કરી તેના સ્‍થાને આધુનિક સુવિધાઓ સાથેનો નવો ૪-લેન ફ્‌લાયઓવરબ્રિજ નિર્માણ કરવાનો મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ હાથ ધરવામાં આવ્‍યો છે.

આ પ્રોજેક્‍ટ SJMMSVY યોજના હેઠળ રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે અમલમાં મૂકવામાં આવ્‍યો છે. ગઈકાલે રાત્રિના સમયે રેલ્‍વે પાટા ઉપર સેન્‍ટ્રલ સ્‍પાનના ૭-સ્‍ટીલ ગર્ડર સફળતાપૂર્વક સ્‍થાપિત કરવામાં આવ્‍યા હતા, જે પ્રોજેક્‍ટના મહત્‍વપૂર્ણ તબક્કા તરીકે ગણાય છે. હજુ આગામી બે દિવસ રાત્રીના સમયે રેલ્‍વેના બ્‍લોકના સમયગાળા દરમ્‍યાન ક્રોસ ગર્ડર અને પ્રેસીંગ વગરેની કામગીરી કરવામાં આવશે.

આ બ્રિજની ટેકનીકલ માહિતી

૧૬.૪૦ મી પહોળાઇનો ફોર લેનફ્‌લાયઓવરબ્રિજ, બ્રિજની કુલ લંબાઇ ૬૦૨.૦૦ રનિંગમી.,  સ્‍પાનની સંખ્‍યા - ૧૦ × ૨ = ૨૦, સેન્‍ટ્રલ સ્‍પાન- ૧ કુલ મળી ૨૧ સ્‍પાન, સેન્‍ટ્રલ સ્‍પાનની લંબાઇ - ૩૬.૦૦ રનિંગમી. સ્‍ટ્રોમવોટરનાં નિકાલ માટે ૨ - આર.સી.સી. બોક્ષકલવર્ટની વ્‍યવસ્‍થા, આર.સી.સી. વોલની લંબાઇ અંદાજીત ૧૬૮.૦૦ રનિંગમી.,  બ્રિજના સેન્‍ટ્રલ પોર્શનમાં ૭ નંગ સ્‍ટીલ ગર્ડર, ૨૯૦ મીટર રિટેઇનિંગ વોલ,  ૨ આર.સી.સી. બોક્‍સ કલ્‍વર્ટ (સ્‍ટોર્મ વોટર નિકાલ માટે)  અંદાજીત ૧૬૮ રનિંગ મીટર આરસીસી વોલ છે.

સર્વિસ રોડ અને ફૂટપાથ સુવિધા

આ બ્રિજની બંને બાજુ વાહન વ્‍યવહાર સુગમ બને તે માટે  ૭.૫૦ મીટર પહોળાઈના સર્વિસ રોડ સાથે  સુવિધાસભર ફૂટપાથ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.  આથી સ્‍થાનિક વાહનચાલકો અને પગપાળા ચાલતા નાગરિકોને વધુ સલામત અને આરામદાયક મુસાફરી સુવિધા પ્રાપ્ત થશે.

હાલ  સર્વિસ રોડની કામગીરી પ્રગતિમાં સેન્‍ટ્રલ સ્‍પાન- ૨ ની કામગીરી ચાલુ તથા   આર.સી.સી. વોલની ૩૦ મીટરની બાકી કામગીરી -ગતિ હેઠળ છે.

હાલ સાંઢિયા પુલ ખાતે ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અન્‍ય બાકી રહેલ કામગીરી સત્‍વરે પૂર્ણ કરવામાં આવનાર હોવાનો દાવો કરવામાં આવ્‍યો છે.  આ પ્રોજેક્‍ટ રાજકોટ શહેરના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસમાં એક મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન સાબિત થશે. ટ્રાફિક વ્‍યવસ્‍થામાં સુધારો, સમયની બચત અને ઈંધણની બચત સાથે આ બ્રિજ શહેરના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના નાગરિકોને સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. તેમ મનપા તંત્રના સીટી ઇજનેરે જણાવ્‍યું હતું.

(3:20 PM IST)