News of Thursday, 26th February 2026
છાપરા પાસે હિટ એન્ડ રનમાં ત્રણ બહેનના એકના એક ભાઇનું મોત
મેટોડાનો ૧૮ વર્ષના દિપકકુમાર કારખાનેથી ઘરે જતો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક બાઇકને ઉલાળી ભાગી જતાં સારવારમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૬: કાલાવડ રોડ પર છાપરા ગામ પાસે હિટ એન્ડ રનના બનાવમાં ઘાયલ થયેલા ત્રણ બહેનના એકના એક ભાઇ અઢાર વર્ષના યુવાનનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ મેટોડા જીઆઇડીસી ક્રાંતિ ગેઇટ પાસે રહેતો દિપકકુમાર મોતીલાલ (ઉ.વ.૧૮) તા. ૨૩ના બપોરે ત્રણેક વાગ્યે બાઇક ચલાવીને જતો હતો ત્યારે છાપરા ગામ પાસે અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન આજે મૃત્યુ થતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને કારખાનામાં કામ કરતો હતો. કારખાનેથી છુટીને ઘરે જતી વખતે આ બનાવ બન્યો હતો. તે મુળ યુપીનો વતની હતો અને અપરિણીત હતો. મેટોડા પોલીસે અકસ્માત સર્જનારા વાહન ચાલકની સામે કાર્યવાહી કરી છે.
(3:30 PM IST)










