<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

નવા ૧૫૦ રીંગ રોડ પર પાંચમા માળેથી પટકાતાં એક મજૂરનું મોત, બીજાને ઇજા

નવા બાંધકામની સાઇટ પર બનાવઃ મુળ યુપીના પ્‍યારેલાલ રામનું મોતઃ યોગેન્‍દ્ર સારવાર હેઠળઃ : તાલુકા હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૬: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર નવા બની રહેલા બિલ્‍ડીંગની સાઇટ પર કડીયા કામ કરતી વખતે બે પરપ્રાંતીય મજૂર અકસ્‍માતે પાંચમા માળેથી પડી જતાં એકનું મોત થયું છે અને બીજાનો ઇજા સાથે બચાવ થયો હતો. મૃત્‍યુ પામનાર મુળ યુપીનો વતની હતો.

જાણવા મળ્‍યા મુજબ નવા ૧૫૦ રીંગ રોડ પર પ્રદ્યુમનપ્રાઇડ કોકોનેટ પાર્ટી પ્‍લોટની બાજમુાં નવા બાંધકામની સાઇટ ચાલુ હોઇ તેમાં પાંચમા માળે કડીયા કામ કરતી વખતે બે મજૂર પ્‍યારેલાલ બરાસન રામ (ઉ.વ.૩૭) તથા યોગેન્‍દ્ર રામ (ઉ.વ.૩૪) પડી જતાં બંનેને ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતાં.

જેમાં પ્‍યારેલાલ રામનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. તેને પાંચમા માળેથી પટકાવાને કારણે મગજમાં, પેટમાં, પગમાં ઇજાઓ થઇ હતી. હોસ્‍પિટલમાંથી ડો. રવિ રાણપરીયાએ જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. કિશનભાઇ એમ. અજાગીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવથી મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

(3:31 PM IST)