<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

કરોડોની છેતરપીંડી કરનાર- પોલીસ જાપ્‍તામાંથી ભાગી છૂટેલ મંડળીનો સંચાલક પ્રદીપ ડાવેરા પુનાથી પકડાયો

રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધોઃ આશિષ કો.ઓપ- સમય ટ્રેડીંગના સંચાલક પ્રદીપ સામે છેતરપીંડીના ૪ અને નેગોશીયેબલના ૧૧૨ કેસો નોંધાયા છે

રાજકોટ તા.૨૬: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્રના અનેક શહેરોના નાગરીકો સાથે કરોડોની છેતરપીંડી કરનાર અને પોલીસ જાપ્‍તામાંથી ભાગી છૂટેલ મંડળીના સંચાલકને પુનામાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ ગત તા.૦૭/૦૨ ના રોજ રાજકોટ મધ્‍યસ્‍થ જેલના પાકા કેદી નં.૫૧૭૨૦  પ્રદિપભાઇ ખોડાભાઇ ડાવેરાની ગોંડલ એડી.ચીક.જયુડી મેજી.શ્રીની કોર્ટના ફોજદારી કેસમાં નેગોશીયેબલના કેસના કામે મુદત હોય જેથી મજકુર કેદીને ગોંડલ કોર્ટમા મુદતે લઇ જવા હથીયારી ગાર્ડ સાથે રાજકોટ ગ્રામ્‍ય મવડી પોલીસ હેડ કવાટર્સથી હથીયારી ગાર્ડ ફાળવેલ હતી જે મુદત પુરી થયા બાદ મુદતેથી પરત ફરતા સમયે રસ્‍તામા ભરુડી ટોલનાકા પાસે આવેલ રામાધણી હોટલ ખાતે જમવા રોકાયેલ તે વખતે કેદી પ્રદીપ ડાવેરાને તેનો ભાઇ સંદીપ ત્‍યા મળેલ અને તે દરમ્‍યાન ત્‍યા હાજર નંબર પ્‍લેટ વગરની સ્‍વીફટ કારમાં મજકુર કેદી પ્રદીપ ડાવેરા બેસી જતા તે કારનો ચાલક સ્‍વીફટ કારમાં મજકુર કેદી પ્રદિપ ડાવેરાને ભગાડીને જતો રહેલ જે અંગે આર.આર.સોલંકી પોલીસ સબ ઇન્‍સપેકટર ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન સરકાર તરફે ફરીયાદ પરથી આરોપીઓ વિરૂધ્‍ધ ગોંડલ તાલુકા પો.સ્‍ટે.માં ગુન્‍હો નોંધાયો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરએ આમ નાગરીકો સાથે છેતરપીંડી કરનાર અને રોકાણકારોની કરોડોની મુડી ડુબાડી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જનાર આરોપીને સત્‍વરે પકડી પાડવા સુચના કરતા એલ.સી.બી પોલીસ ઇન્‍સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોલીસ સબ ઇન્‍સ એચ.સી.ગોહિલ, કે.એમ. ચાવડા તથા આર.વી.ભીમાણી તથા પેરોલ ફર્લો સ્‍કોડના પો.સબ.ઇન્‍સ. પી.એન.ભરવાડની રાહબરી હેઠળ એલ.સી.બી. શાખાના સ્‍ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી આરોપી પ્રદીપ ડાવેરાને પુનાથી ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસને હવાલે કરાયો હતો.

કેદી જાપ્તામાંથી ફરાર થયેલ આરોપી પ્રદિપ ખોડાભાઈ ડાવેરા રે. ગ્રીનલેન્‍ડ ચોકડી મણીનગર શેરી નં.૬ હાલ પાલ ગામ તા.સુરત સામે રાજકોટ શહેરમાં સને-૨૦૧૭ થી આશીષ ક્રેડીટ કો.ઓપરેટીવ તથા સમય ટ્રેડીંગ નામથી સહકારી મંડળી ચલાવતો હોય અને આ મંડળીમા રોકાણ કરવા અને તે રોકાણ ઉપર મસ મોટુ વળતર આપવાની લાલચ આપી સામાન્‍ય નાગરીકોને લલચાવી નાગરીકો દ્વારા મંડળીમાં કરવામાં આવેલ કરોડોની રકમ મજકુર પુર્વ આયોજીત કાવતરૂ રચી ઓળવી જઇ રાજકોટ શહેર તથા જુનાગઢ તથા ગોંડલ તથા ઓખા તથા વાંકાનેર વિસ્‍તારના રોકાણકારો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ હતો.

મજકુર પ્રદિપ ડાવેરા વિરૂધ્‍ધ રાજકોટ શહેર ગાંધીગ્રામ-ર (યનિવર્સીટી) પો.સ્‍ટે. માં જી.પી.આઇ.ડી. એકટ મુજબ કેસ-૧ તથા રાજકોટ શહેર પ્રધ્‍યુમનનગર પો.સ્‍ટે. મા જી.પી.આઇ.ડી. એકટ મુજબ કેસ-૧ તથા જામનગર બી ડીવી પો.સ્‍ટે. માં જી.પી.આઇ.ડી. એકટ મુજબ કેસ-૨ આમ મજકુર વિરૂધ્‍ધ ગુજરાત પ્રોટેકશન ઇન્‍ટરેસ્‍ટ ઓફ ડીપોઝીટર્સ એકટ (GPID) તથા છેતરપીંડી અંગેના કુલ-૦૪ ગુન્‍હાઓ નોંધાયેલ છે અને મજકુરની આ ઉપરોકત પેઢીમા રોકાણ કરનાર રોકાણકારો દ્રારા મજકુર વિરૂધ્‍ધ જામનગર કોર્ટમા નેગોશીયેબલ ના કેસ-૨૦ તથા રાજકોટ કોર્ટમા નેગોશીયેબલ ના કેસ-૬૦ તથા ગોંડલ કોર્ટમા નેગોશીયેબલ ના કેસ-૦૪ તથા વાંકાનેર કોર્ટમાં નેગોશીયેબલ ના કેસ-૨૦ તથા ઓખા કોર્ટમા નેગોશીયેબલ ના કેસ-૦૬ તથા જુનાગઢ કોર્ટમાં નેગોશીયેબલ ના કેસ-૦૨ મળી મજકુર વિરૂધ્‍ધ નેગોશીયેબલ ના કુલ-૧૧૨ કેસ દાખલ થયેલ છે.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના એ.એસ.આઇ. બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, પો.હેડ કોન્‍સ. ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, રસીકભાઇ જમોડ, ધનશ્‍યામસિંહ જાડેજા, પો.કોન્‍સ. રણજીતભાઇ બોરડ, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, મહેન્‍દ્રસિંહ સોલંકી, કિશોરભાઇ કુગશીયા તથા ડ્રા.પો.હેડ.કોન્‍સ. રજાકભાઇ બિલખીયા તથા પો.કોન્‍સ. અનીરૂધ્‍ધસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

(4:09 PM IST)