<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જંગલેશ્વરમાં આજી નદીના પટ્ટા અને ટીપી રોડ પરથી દબાણો હટાવ્‍યા બાદ કાટમાળ ઉપાડવાની કામગીરી તેજ

ગઇકાલે ડમ્‍પર અને ટ્રેકટરના ૧૦૭પ તથા આજે બપોર સુધીમાં પ૭૧ ફેરા કરાયા

રાજકોટ, તા. ર૬ : શહેરમાં જંગલેશ્વર વિસ્‍તારમાં આજી નદીના પટ્ટા તથા ટી.પી. રોડ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ, હવે તે સ્‍થળેથી કાટમાળ હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બ્‍લોક નંબર ૪, ૫, ૬ અને ૭ માંથી કાટમાળ દૂર કરવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે.

ગઈકાલે તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ મનપા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેકોર્ડબ્રેક કામગીરી હેઠળ ડમ્‍પરના ફેરાઃ ૪૮૩, ટ્રેક્‍ટરના ફેરા ૫૯૨, કુલ ફેરાઃ ૧૦૭૫ કરવામાં આવ્‍યા હતા.

 જયારે આજે  પણ વહેલી સવારથી જ કાટમાળ ઉપાડવાનું કાર્ય ચાલુ કરી દેવામાં આવ્‍યું છે. તાજા અહેવાલ મુજબ

સવારથી અત્‍યાર સુધીમાં ડમ્‍પર અને ટ્રેક્‍ટર દ્વારા કુલ ૫૯૧ ફેરા કરીને કાટમાળ નિર્ધારિત સ્‍થળે ખસેડવામાં આવ્‍યો છે.

 હાલ આ વિસ્‍તારમાં કાટમાળ ઉપાડવાની કામગીરી યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે. તંત્રનો ઉદ્દેશ્‍ય વહેલી તકે નદીનો પટ્ટો અને રોડ ખુલ્લો કરવાનો છે જેથી પર્યાવરણ અને ટ્રાફિકની સમસ્‍યા હળવી થઈ શકે. 

 

(3:37 PM IST)