<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

પરિક્ષાર્થીઓને ઉજજવળ ભવિષ્‍યની શુભકામના પાઠવતા ઉદય કાનગડ

રાજકોટઃ તા.ર૬, વિધાનસભા-૬૮, રાજકોટના ધારાસભ્‍ય ઉદય કાનગડે આજથી શરૂ થતી ધો.૧૦ અને ધો. ૧ર ની પરિક્ષાના તમામ પરિક્ષાર્થીઓને ઉજજવળ ભાવિની શુભેચ્‍છા પાઠવતા જણાવેલ છે કે ધો. ૧૦ અને ધો. ૧ર એ કારકીર્દીના માઇલસ્‍ટોન સમા વર્ષ છે, ત્‍યારે ગોખણીયા જ્ઞાનની બદલે સખત મહેનત અને વિષય પરત્‍વેનું તલસ્‍પર્શી જ્ઞાન જ વિદ્યાર્થીને પરીક્ષામાં સર્વશ્રેષ્‍ઠ દેખાવ કરવામાં કામ આવે છે.

આત્‍મવિશ્વાસ સાથે પરીક્ષાથી રણભુમિમાં આપણે સર્વોત્તમ દેખાવ કરીને ઉત્‍કૃષ્‍ઠ દેખાવ કરવાનો છે. કારણ કે કોઇ એક નબળુ પેપર કે નબળો દિવસ એ આખરી પરિણામ નથી માત્ર એક સ્‍પીડબ્રેકર છે, પરીક્ષા જીવનનું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ સફળતાની સીડીનું એક મજબુત પગથીયું છે વર્ષભરની મહેનત, લગન અને સંકલ્‍પનો આ પરિચય આપવાનો અવસર છે. વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારના તણાવને મનમાં સ્‍થાન ન આપીને આત્‍મવિશ્વાસ અને સકારાત્‍મક દ્રષ્‍ટિકોણ સાથે પરીક્ષા આપવી જોઇએ તેમ ઉદયભાઇ કાનગડે જણાવ્‍યું છે.

 

(4:08 PM IST)