News of Friday, 27th February 2026
જનઓૈષધી કેન્દ્રના સંચાલક મિલને કુંવારો હોવાનું કહી ઉચ્ચ અભ્યાસ ધરાવતી યુવતિને ફસાવીઃ દૂષ્કર્મ આચરી તરછોડી દીધી
નાણાવટી ચોકમાં દૂકાન ચલાવતાં મુળ માંગરોળના નગીચાણાના મિલન પીઠીયાએ વારંવાર દેહ પીંખ્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કર્યુઃ તેના ગામમાં યુવતિ તપાસ કરવા જતાં તે પરણેલો હોવાની ખબર પડી યુવતિ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકતી વખતે મિલને અમારા ગામમાં પ્રેમ લગ્નની છુટ છે કહી હોટેલમાં, પોતાના ઘરે લઇ જઇ હવસ સંતોષીઃ એક દિવસ તેને બીજીસ્ત્રી સાથે પણ યુવતિ જોઇ ગઇઃ એ પછી દૂકાને આવવાનું બંધ કરી દીધું: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૭: રાજકોટ તા. ૨૭: દૂષ્કર્મની વધુ એક ઘટના શહેરના પોલીસ ચોપડે ચડી છે. અહિ રહેતી અને ઉચ્ચ અભ્યાસ ધરાવતી ૩૦ વર્ષની યુવતિને નાણાવટી ચોક નજીકના જન ઓૈષધી કેન્દ્ર ખાતે દવા સહિતની ચીજવસ્તુ લેવા જતી હોઇ સંચાલકે શખ્સે પોતે કુંવારો છે કહી લગ્નની લાલચ દઇ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર દૂષ્કર્મ આચરી તરછોડી દીધી હતી. યુવતિનો ફોન એક દિવસ રિસીવ ન થતાં તે રૈયાના લાઇટ હાઉસ ખાતે આ યુવાનના ઘરે તપાસ કરવા ગઇ ત્યારે તે બીજીસ્ત્રી સાથે મળ્યો હતો! એ પછી પણ તે ફોન ઉપાડતો ન હોઇ યુવતિ માંગરોળ તાબેના તેના ગામમાં તપાસ કરવા જતાં ખબર પડી હતી કે તે અગાઉથી જ પરણેલો હતો!
આ બનાવમાં ભોગ બનનાર યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. દોઢ બે વર્ષ પહેલા હું નાણાવટી ચોક એસબીઆઇ નજીક આવેલા જન ઓૈષધી કેન્દ્રમાં દવા સહિતની ચીજવસ્તુ લેવા જતી હોઇ આ કેન્દ્ર ચલાવતાં મુળ માંગરોળના નગીચાણાના અને હાલ રૈયા ગામ લાઇટ હાઉસ સરકારી આવાસ એપાર્ટમેન્ટ વીંગ-૫ ફલેટ નં. ૩૦૭માં રહેતાં મિલન રામભાઇ પીઠીયા સાથે પરિચય થયો હતો. ત્યારપછી મિલને ફેબ્રુઆરી-૨૦૨૪માં મારા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો અને હું તારી સાથે લગ્ન કરીશ તેમ મને કહ્યું હતું.
જેથી મેં તેને ભવિષ્યમાં આપણા લગ્ન બાબતે કોઇ વિવાદ ન થાય એ માટે થઇને મારી જ્ઞાતિ જણાવી હતી. આથી મિલને કહેલુ કે અમારા ગામમાં પ્રેમલગ્ન કરવાની છુટ છે. આ પછી હું તેના વિશ્વાસમાં આવી જતાં અમારી વચ્ચે પ્રેમસંબંધની શરૂઆત થઇ હતી. બાદ ૨૯/૫/૨૪ના રોજ મિલન મને કાલાવડ રોડની એક હોટલની બાજુમાં લઇ ગયો હતો. જ્યાં તેણે કહેલું કે આપણે બહુ ઝડપથી લગ્ન કરવાના છે, થોડી વાતચીત કરવાની છે તેમ કહી હોટેલના રૂમમાં લઇ ગયો હતો. ત્યાં મારા આઇડી પ્રુફ પણ આપ્યા હતાં. અમે રૂમમાં પાંચેક કલાક રોકાયા ત્યારે મિલને શરીર સંબંધ બાંધવાની વાત કરતાં મેં ના પાડતાં તેણે હમણા લગ્ન કરવાના જ છે, આમાં કંઇ ખોટુ નથી કહી પરાણે શરીર સંબંધ બાંધી લીધા હતાં.
ત્યારબાદ મિલન ફરીથી મને જુલાઇ અને બાદમાં ઓક્ટોબર મહિનામાં એ જ હોટેલમાં લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યા હતાં. હોટેલમાં આઇડી પ્રૂફ આપવાના થતાં હોઇ જેથી મેં ત્યાં જવાની ના પાડતાં તે નવેમ્બરમાં મને બાઇકમાં બેસાડી તેના ભાડાના રૂમે કે જે લાઇટ હાઉસમાં છે ત્યાં લઇ ગયો હતો. તેણે લગ્નની વાત કરી હોઇ હું ઇચ્છાથી ગઇ હતી અને ત્યાં તેના રૂમમાં પણ શરીર સંબંધ બાંધ્યા હતાં. આ રીતે તે અહિ અવાર-નવાર પોતાનું શરીર સુખ માણવા લઇ જતો હતો. બાદ ડીસેમ્બર-૨૦૨૫માં મિલને મારો ફોન ન ઉપાડતાં હું તેના લાઇટ હાઉસના મકાને જતાં તે બીજી કોઇસ્ત્રી સાથે મળી આવ્યો હતો.
આ પછી તે તેના જન ઓૈષધી કેન્દ્રમાં દેખાતો ન હોઇ અને મારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોઇ જેથી હું તેના મુળ વતન માંગરોળના નગીચાણા ગામે તપાસ કરવા ગઇ હતી અને ત્યાંના સરપંચને મળીને વાત કરતાં તેમણે કહેલું કે આ મિલન પીઠીયાના તો લગ્ન થઇ ગયા છે. ત્યાંથી પણ મેં ફોન જોડતાં મિલનને ફોન લાગ્યો નહોતો. આ પછી મેં બનાવની જાણ મારા પરિવારજનને કરી હતી. મિલને પોતે કુંવારો છે અને મને પ્રેમ કરે છે, લગ્ન કરશે તેવી લાલચ આપી હોટેલમાં અને પોતાના રૂમમાં લઇ જઇ અવાર-વનાર શીરર સંબંધ બાંધી લીધા હોઇ અને હવે ફોન ઉપાડતો ન હોઇ મારી સાથે ખોટુ થયાનું લાગતાં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભોગ બનનાર યુવતિએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ એન. વી. ચાવડાએ ગુનો દાખલ કરતાં વિશેષ તપાસ એસસીએસટી સેલના એસીપી સી. એમ. પટેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.
(2:42 PM IST)










