<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેંકની મુલાકાતે ઓડીસાની સહકારની બેંકની ટીમઃ વહીવટથી પ્રભાવિત

 

રાજકોટ, તા.૨૭: શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયા જણાવે છે કે પૂર્વ કેબીનેટ મંત્રી અને બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેનશ્રી મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેક્‍ટર શ્રી ધનશ્‍યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે નાબાર્ડે આ બેંકને પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, વિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો અભ્‍યાસ કરી અન્‍ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવળતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓડીસા રાજયની ભવાનીપટના સેન્‍ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ બેંકના ચેરમેન શ્રી ગીરીશચંદ્ર બેહરાના પ્રતિનિધિત્‍વ હેઠળની ટીમએ શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંકની મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવળતિઓનો અભ્‍યાસ કરેલ, જનરલ મેનેજર - સી.ઈ.ઓ. શ્રી વી. એમ. સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ હતી.

શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંકની ૨૦૦ શાખાઓ મારફત રૂ.૧૦,૬૪૧ કરોડની થાપણો એકત્ર કરી રૂ.૭,૨૯૦ કરોડનું ધિરાણ કરેલ છે અને ખેડૂતોને રૂ.૪,૨૫૩ કરોડ જેવુ કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે, બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ.૧૫.૦૦ લાખની અકસ્‍માત વિમા પોલીસી લેવામાં આવે છે, બેંક વર્ષોથી કાયદાની જોગવાઈ મુજબ ઓડિટ વર્ગ ‘અ' ધરાવે છે.

ઓડીસા રાજયની ભવાનીપટના સેન્‍ટ્રલ કો-ઓપ.બેંક લી.ની ટીમએ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્‍ય કચેરીમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦-૦૦ વાગ્‍યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્‍યવસ્‍થા જોઈ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેનશ્રી જયેશભાઈ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્‍ટને ધન્‍યવાદ આપેલ. તેમજ બેંકની કુવાડવા શાખા તથા બેંક સાથે જોડાયેલ કુવાડવા જુથ સેવા સહકારી મંડળી લી. ની મુલાકાત લઈ મંડળીઓની વિવિધ કામગીરીઓ જોઈ પ્રભાવિત થયેલ અને મંડળીઓના હોદ્દેદારોને પણ ધન્‍યવાદ આપ્‍યા હતા.

(2:58 PM IST)