<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

બાંધકામ કોન્‍ટ્રાક્‍ટર સુરેશભાઇ કમાણીનું હૃદય બંધી પડતાં મૃત્‍યુ

નાના મવા રોડ રાજ રેસીડેન્‍સીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૮: નાના મવા રોડ પર રાજશ્રૃંગાર પાર્ટી પ્‍લોટ નજીક રાજ રેસીડેન્‍સીમાં રહેતાં બાંધકામના ધંધાર્થી સુરેશભાઇ મેઘજીભાઇ કમાણી (ઉ.વ.૫૯)  ઘરે હતા ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર સુરેશભાઇ બાંધકામનો વ્‍યવસાય ધરાવતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

(1:52 PM IST)