News of Saturday, 28th February 2026
આપણા પોતાના ‘માઇનસ' પોઇન્ટની ખબર હોય એ આપણો ‘પ્લસ' પોઇન્ટ છેઃ પૂ. ધીરગુરુદેવ
ઘાટકોપરમાં પૂ. ધીરજમુનિ મ.સા.ની સાંનિધ્યે કાલે ‘આનંદ મંગલ હોલ' ઉદઘાટન સમારોહ

રાજકોટઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, હિંગવાલાલેન ઘાટકોપરના આંગણે પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી સંસ્કારિત અને મા સ્વામી પૂ. જય-વિજયાજી મ.સ. આશીર્વાદિત બીનાબેન અજયભાઇ શેઠ આનંદમંગલ હોલ (આયંબિલ શાળા- બીજા માળે તથા પારૂલ ઉર્વિશ વોરા પ્રેરિત ર૪ તીર્થંકર વંદનાવલીની ઉદઘાટન વિધી કાલે તા. ૧ ને રવિવારે સવારે ૯:૧પ થી ૧૧ કલાકે યોજાયેલ છે. સવારે ૭:૩૦ થી ૮:૪પ કલાકે નવકારશી નયનાબેન મહેશભાઇ રૂપાણી તરફથી રાખેલ છે.
પ્રવચન શ્રેણીમાં ગુરૂદેવે જણાવેલ કે- આપણા પોતાના ‘માઇનસ' પોઇન્ટની ખબર હોય એ આપણો ‘પ્લસ' પોઇન્ટ છે જીવનની શરૂઆત રડવાથી થાય છે અને જીવનનો અંત બીજાના રડવાથી થાય છે.
સોમવારે ચોમાસી પાખીની તપ-ત્યાગ પૂર્વક ઉજવણી થશે. ભકતામર-સામાયિક સૂત્ર (પોકેટ)ની અર્પણ વિધી ધનલક્ષ્મી જયંત છેડા, કુંદનબેન નવીનભાઇ દોશીના હસ્તે કરાયેલ.
(3:41 PM IST)










