<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી ના મંજુર (રદ) કરતી રાજકોટ સ્‍પે. પોક્‍સો કોર્ટ

સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરવાના કેસમાં યુવા ધારાશાષાી અજય દાવડાની લેખિત દલીલો ધ્‍યાને લઈ રાજકોટ સ્‍પે. પોક્‍સો કોર્ટનો આદેશ

રાજકોટ : આ કેસ ની હકિકત એવી છે કે, ૨૦૧૪ ની સાલ માં હાલના કામના અરજદાર આરોપી છગનભાઈ જતરાભાઈ સપરીયા તે સગીરાનું અપહરણ કરી જતો રહેલ હતો.ત્‍યાર બાદ સગીરાના પિતા એ રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન માં ફરીયાદ નોંધાવેલ પાલાસ હતી.

 તે સંદર્ભમાં આઇસપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૦૭, ૧૧૪, ૨૦૧ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩,૪,૧૭ મુજબનો ગુનો નોંધેલ. ત્‍યારબાદ થી લઈને તાઃ ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ હાલના અરજદાર/આરોપી પકડાયેલ અને તેની અટક કરવામાં આવેલ.

આ કામમાં ભોગ બનનારનું નિવેદન લેતા આરોપીએ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્‍યા હોવાનું ખૂલેલ હતું. આરોપી પકડાયા બાદ જેલ હવાલે કરાયેલ હતો. ત્‍યારબાદ ચાર્જશીટ થયા બાદ રાજકોટ સ્‍પે. પોક્‍સો કોર્ટમાં જામીન ઉપર છૂટવા રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. જેના સંદર્ભમાં હાલના મૂળફરીયાદી એટલે કે ભોગ બનનારના પિતાને કોર્ટ માં હાજર રહેવા માટે નોટીસ કરેલ હતી. જેથી હાલના મૂળ ફરીયાદી તેમના એડવોકેટ અજય એચ. દાવડા મારફતે હાજર થયેલ અને મૂળફરીયાદી તરફે લેખિત દલીલ રજૂ રાખેલ હતી.  ત્‍યારબાદ બંન્ને પક્ષકારો તરફે દલીલ સાંભળી હાલની આ અરજીના મંજુર (રદ) કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મૂળફરીયાદી તરફે રાજકોટના યુવા એડવોકેટ અજય એચ દાવડા, મિત આઈ સોમૈયા, યશ એન ચોલેરા, બી. ડી. બારોટ, રોહિણી એ. વ્‍યાસ, જીગર પી. દત્તાણી, હિમાંશુ એચ. પોપટ, દિશાંત લાખાણી તથા લીગલ આસિસ્‍ટન્‍ટ અમીત દાવડા રોકાયેલ હતા.

(3:38 PM IST)