તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Saturday, 28th February 2026
શહેર અને જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રો પ્રદર્શન

રાજકોટઃ મેયરના પતિદેવ દ્વારા કહેવાતા બાંધકામ મામલે રાજકોટ શહેર યુથ કોંગ્રેસ દ્વારા મેયર બંગલે પોસ્ટર ચોટાડી અને ગંગાજળ છાંટી વિરોધ વ્યકત કરવામં આવ્યો હતો. દરમિયાન આ મામલે મેયર નયનાબેન પેઢડીયાએ અગાઉ કહ્યું હતું કે આ અમારી પૌરાણીક મિલ્કત છે અને કાયદેસરનું જ બાંધકામ કરવામા આવ્યું છે. આ મામલે કલેકટરશ્રીએ પણ કહ્યું હતું કે આ જગ્યા તેઓના પરિવારની પૈતૃક જગ્યા છે. હાલ આ જગ્યા સરકારશ્રીના ચોપડે થઇ ગઇ છે અને આ પરિવાર અપિલમાં ગયો હોવાનું જણાવયું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા અને રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરીની આગેવાનીમાં હિરલબા રાઠોડ,રણજીત મુંધવા અક્ષાંશ ગોસ્વામી, યજ્ઞેશ દવે,નરેન્દ્ર પટેલ,રાજ ગધેથરીયા,જલ્પેશભાઈ વાઘેલા,ભાવનાબેન વાઘેલા,જયદીપ મકવાણા,નિલેશભાઈ ગોહેલ,ફેનીલ વોરા,રાજ ભટ્ટ વગેરે હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:05 PM IST)










