<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

હોન્‍ડા પર બે શખ્‍સ ૧.૨૦ લાખની ૨૪ નંગ એલ્‍યુમિનીયમની પ્‍લેટ ચોરી ગયા

પરસાણા ચોકથી કણકોટ રોડ પરની બાંધકામ સાઇટ પર બનાવ પાંચ ફેરા કર્યા, છઠ્ઠા ફેરામાં ચોકીદાર જાગી જતાં ભાગ્‍યાઃ બાદ વહેલી સવારે ફરીથી આવી વધેલી પ્‍લેટ ઉપાડી ગયા!: તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૮: શહેરના પરસાણા ચોકથી કણકોટ રોડ પર ચાલી રહેલી પ્રમુખ વ્‍યુ નામની બાંધકામની સાઇટ પરથી બાઇક પર આવેલા બે તસ્‍કર એલ્‍યુમિનીયમની ૧.૨૦ લાખની પ્‍લેટો ચોરી ગયા છે. આ બનાવમાં ઇન્‍દિરા સર્કલ જલારામ-૨માં રહેતાં અને સાઇટ પર એન્‍જીિનયર તરીકે ફરજ બજાવતાં કરણભાઇ દિલીપભાઇ ડેડાણીયા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો છે.

કરણભાઇ છેલ્લા છ મહિનાથી પ્રમુખ વ્‍યુ નામની કન્‍સ્‍ટ્રક્‍શન સાઇટ પર એન્‍જિનિયર તરીકે ફરજ બજાવે છે. સાઇટ પર ભાડે રાખેલી એલ્‍યુમિનિયમ પ્‍લેટો પરત કરતી વખતે ૨૪ નંગ પ્‍લેટો ઓછી હોવાનું માલુમ પડતા સમગ્ર મામલો સામે આવ્‍યો હતો. ઘટનાની વિગતો મુજબ ગત તારીખ ૨૦ના મોડી રાત્રે આશરે એક વાગ્‍યાની આસપાસ બે અજાણ્‍યા શખ્‍સો મોટરસાઇકલ લઈને સાઇટની અંદર પ્રવેશ્‍યા હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્‍યું કે આ બંનસાઇટ પર ખુલ્લી જગ્‍યામાં રાખેલી એલ્‍યુમિનિયમની પ્‍લેટો એકસાથે ચાર-ચાર નંગ બાઈક પર લાદીને કુલ પાંચ ફેરા કર્યા હતા. છઠ્ઠા ફેરા વખતે સાઇટ પરનો એક મજૂર જાગી જતા તેણે અજાણ્‍યા શખ્‍સોને જોયા હતા. મજૂર સિકયુરિટી ગાર્ડને જાણ કરવા ગયો એટલી વારમાં તસ્‍કરો ત્‍યાંથી નાસી છૂટયા હતા. પરંતુ હિંમતબાજ તસ્‍કરો ફરી સવારે ચાર વાગ્‍યે પાછા આવ્‍યા હતા અને બાકીની પ્‍લેટો લઈને પલાયન થઈ ગયા હતા!

ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર ચોરાયેલી એક એલ્‍યુમિનિયમ પ્‍લેટનું વજન આશરે ૨૫ કિલોગ્રામ અને તેની અંદાજિત કિંમત ૫,૦૦૦ છે. તસ્‍કરો કુલ ૧,૨૦,૦૦૦ની ૨૪ પ્‍લેટોલ ચોરી ગયા છે. આ પ્‍લેટો ન્‍યુ રામદેવ સેન્‍ટિંગ ખાતેથી ભાડે લાવવામાં આવી હતી. સીસીટીવી ફુટેજને આધારે તપાસ થઇ રહી છે. તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ એસ. એમ. માડમ તપાસ કરી રહ્યા છે.

(3:40 PM IST)