<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

માત્ર ૯ કોર્પોરેટરોની તમામ સામાન્‍ય સભામાં હાજરી

કોંગ્રેસના ૪ કોર્પોરેટરો પૈકી બધી વોર્ડ બેઠકમાં હાજર હોય એવા એકેય નહિ : પાંચ વર્ષમાં કુલ ૩૮ બોર્ડ યોજાઇઃ નયનાબેન પેઢડીયા, લીલુબેન જાદવ, મનિષભાઇ રાડીયા, બાબુભાઇ ઉધરેજા, મંજુબેન કુંગશીયા, વિનોદભાઇ સોરઠીયા, મગનભાઇ સોરઠીયા, સોનલબેન સેલારા અને રૂચિતાબેન જોશી સહિતના સભ્‍યોએ નિભાવી ફરજઃ સોૈથી ઓછી ભાનુબેન બાબરીયા ર૧ બોર્ડમાં રહયા ઉપસ્‍થિત

રાજકોટ, તા. ર૮: લોકોના પ્રશ્નો માટે મ્‍યુનિ. કોર્પોરેશનની જનરલ બોર્ડ દર બે મહિને યોજાય છે. ત્‍યારે વર્તમાન બોર્ડની મુદત આગામી ૧૧ માર્ચના પાંચ વર્ષની ટર્મ પુર્ણ થઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ ર૦ર૧ થી વર્ષ ર૦ર૬ સુધીમાં ૩૮ બોર્ડ યોજાય હતા. જેમાં મેયર સહિતના ૯ સભ્‍યોએ શિસ્‍તબધ્‍ધ રીતે તમામ બોર્ડમાં ઉપસ્‍થિત રહયા હતા. જયારે સૌથી ઓછી વખત વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર અને ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા ર૧ બોર્ડમાં ઉપસ્‍થિત રહયા હતા.

આ અંગે મનપાના સેક્રેટરી વિભાગમાં નોંધાયેલ માહિતી મુજબ મેયર નયનાબેન પેઢડિયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પક્ષના દંડક મનિષભાઇ રાડીયા ઉપરાંત બાબુભાઇ ઉધરેજા, મંજુબેન કુંગશીયા, વિનોદભાઇ સોરઠીયા, મગનભાઇ સોરઠીયા, સોનલબેન સેલારા અને રૂચિતાબેન જોશીની બોર્ડમાં ૧૦૦% હાજરી આપી હોવાનું સેક્રેટરી બ્રાન્‍ચના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. શાસક પક્ષના નગરસેવકો બોર્ડમાં ગેરહાજર રહે તો વાંધો નહિં પરંતુ વિપક્ષે પોતાની ભૂમિકા અને જવાબદારી સમજી લોકોના ઙ્કશ્ર્‌નો રજૂ કરવા માટે બોર્ડ - બેઠકમાં હાજરી આપવી જોઇએ તે વિરોધ પક્ષની ઙ્કાથમિક ફરજ છે. પરંતુ કોંગ્રેસના ચાર પૈકી એકપણ કોર્પોરેટરે તમામ ૩૮ બોર્ડ- બેઠકમાં હાજરી આપી ન હોવાનું સામે આવ્‍યું છે. એક બેઠકમાં ગેરહાજર રહેનારા કોર્પોરેટરોની સંખ્‍યા પણ માત્ર ૧૦ છે એટલે કે આ ૧૦ જનપ્રતિનિધિઓ એવા છે કે જેને ૩૮માંથી ૩૭ બોર્ડ-બેઠકમાં હાજરી આપી એક જનસેવકની ફરજ અને જવાબદારી નિભાવી છે. દુર્ગાબા જાડેજા, અલ્‍પાબેન દવે, કંકુબેન દુધરેજા, રસિલાબેન સાકરીયા, દક્ષાબેન વસાણી, રાજેશ્રીબેન ડોડીયા, જયાબેન ડાંગર, નીતિનભાઇ રામાણી, નરેન્‍દ્રભાઇ ડવ અને કિર્તીબા રાણાએ ૩૭ જનરલ બોર્ડમાં હાજરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 દરેક વોર્ડના ચાર કોર્પોરેટરોની બોર્ડ-બેઠકમાં હાજરીના આંકડા પર નજર કરવામાં આવે તો વોર્ડ નં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયાએ ૨૧ બોર્ડમાં, દુર્ગાબા જાડેજાએ ૩૭ બોર્ડમાં, અલ્‍પેશભાઇ મોરજરીયાએ ૩૬ બોર્ડમાં, હિરેન ખીમાણીયાએ ૩૫ બોર્ડમાં, વોર્ડ નં.૨ના કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહએ ૨૮ બોર્ડમાં, મિનાબા જાડેજાએ ૩૬ બોર્ડમાં, જયમીનભાઇ ઠાકરે ૩૨ બોર્ડમાં, મનિષ રાડીયાએ ૩૮ બોર્ડમાં, વોર્ડ નં.૩ના કોર્પોરેટર અલ્‍પાબેન દવેએ ૩૭ બોર્ડમાં, કુસુમબેન ટેકવાણીએ ૩૪ બોર્ડમાં, બાબુભાઇ ઉધરેજાએ ૩૮ બોર્ડમાં, નરેન્‍દ્રસિંહ જાડેજાએ ૩૨ બોર્ડમાં, વોર્ડ નં.૪ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાએ ૩૭ બોર્ડમાં, મેયર નયનાબેન પેઢડિયાએ ૩૮ બોર્ડમાં, કાળુભાઇ કુંગશીયાએ ૩૩ બોર્ડમાં, પરેશભાઇ પીપળીયાએ ૩૪ બોર્ડમાં, વોર્ડ નં.૫ના રસિલાબેન સાકરીયાએ ૩૭ બોર્ડમાં, વજીબેન ગોલતરે ૩૨ બોર્ડમાં, હાર્દિક ગોહિલે ૩૫ બોર્ડમાં, દિલીપભાઇ લુણાગરીયાએ ૩૪ બોર્ડમાં, વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવે ૩૬ બોર્ડમાં, મંજુબેન કુંગશીયાએ ૩૮ બોર્ડમાં, પરેશ પીપળીયાએ ૩૫ બોર્ડમાં, ભાવેશ દેથરીયાએ ૩૩ બોર્ડમાં, વોર્ડ નં.૭ના જયશ્રીબેન ચાવડાએ ૩૪ બોર્ડમાં, વર્ષાબેન પાંધીએ ૩૬ બોર્ડમાં, દેવાંગભાઇ માંકડે ૩૫ બોર્ડમાં, નેહલભાઇ શુક્‍લે ૩૧ બોર્ડમાં, વોર્ડ નં.૮ના કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડ્‍યાએ ૩૫ બોર્ડમાં, પ્રિતીબેન દોશીએ ૩૩ બોર્ડમાં, અヘનિભાઇ પાંભરે ૩૫ બોર્ડમાં અને બિપીનભાઇ બેરાએ ૩૫ બોર્ડમાં, વોર્ડ નં.૯ના આશાબેન ઉપાધ્‍યાયે ૩૫ બોર્ડમાં, દક્ષાબેન વસાણીએ ૩૭ બોર્ડમાં, જીતુભાઇ કાટોડીયાએ ૩૬ બોર્ડમાં જ્‍યારે પુષ્‍કરભાઇ પટેલે ૩૧ બોર્ડ - બેઠકમાં હાજરી આપી છે.

 વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર રાજેશ્રીબેન ડોડીયાએ ૩૭ બોર્ડમાં, જ્‍યોત્‍સનાબેન ટીલાળાએ ૩૫ બોર્ડમાં, ચેતનભાઇ સુરેજાએ ૩૫ બોર્ડમાં, નરેન્‍દ્રસિંહ વાઘેલાએ ૩૬ બોર્ડમાં, વોર્ડ નં.૧૧ના ભારતીબેન પાટલીયાએ ૩૧ બોર્ડમાં, લીલુબેન જાદવે ૩૮ બોર્ડમાં, રણજીતભાઇ સાગઠીયાએ ૩૬ બોર્ડમાં, વિનોદભાઇ સોરઠીયાએ ૩૮ બોર્ડમાં, વોર્ડ નં.૧૨ના મિત્તલબેન લાઠીયાએ ૩૫ બોર્ડમાં, અસ્‍મિતાબેન દેલવાડીયાએ ૩૪ બોર્ડમાં, મગનભાઇ સોરઠીયાએ ૩૮ બોર્ડમાં અને પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવે ૩૬ બોર્ડમાં, વોર્ડ નં.૧૩ના જયાબેન ડાંગરે ૩૭ બોર્ડમાં, સોનલબેન સેલારાએ ૩૮ બોર્ડમાં, નીતિન રામાણીએ ૩૭ બોર્ડમાં અને સુરેન્‍દ્રસિંહ વાળાએ ૩૬ બોર્ડમાં, વોર્ડ નં.૧૪ના ભારતીબેન મકવાણાએ ૩૬ બોર્ડમાં, વર્ષાબેન રાણપરાએ ૩૫ બોર્ડમાં, કેતનભાઇ પટેલે ૩૪ બોર્ડમાં, નિલેશભાઇ જલુએ ૩૪ બોર્ડમાં, વોર્ડ નં.૧૫ના કોમલબેન ભારાઇએ ૨૫ બોર્ડમાં, ભાનુબેન સોરાણીએ ૩૩ બોર્ડમાં, વશરામભાઇ સાગઠીયાએ ૨૪ બોર્ડમાં અને મકબૂલ દાઉદાણીએ ૨૪ બોર્ડમાં, વોર્ડ નં.૧૬ના કંચનબેન સિધ્‍ધપુરાએ ૩૬ બોર્ડમાં, રૂચિતાબેન જોશીએ ૩૮ બોર્ડમાં, નરેન્‍દ્રભાઇ ડવે ૩૭ બોર્ડમાં અને સુરેશભાઇ વસોયાએ ૩૫ બોર્ડમાં, વોર્ડ નં.૧૭ના અનિતાબેન ગૌસ્‍વામીએ ૨૫ બોર્ડમાં, કિર્તીબા રાણાએ ૩૭ બોર્ડમાં, રવજીભાઇ મકવાણાએ ૩૪ બોર્ડમાં અને વિનુભાઇ ઘવાએ ૩૧ બોર્ડમાં જ્‍યારે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલાએ ૩૪ બોર્ડમાં, ભારતીબેન પરસાણાએ ૩૩ બોર્ડમાં, સંજયસિંહ રાણાએ ૩૬ બોર્ડમાં અને સંદીપ ગાજીપરાએ ૩૨ બોર્ડ - બેઠકમાં હાજરી આપી છે. ૭૨ કોર્પોરેટરોની બોર્ડ - બેઠકમાં કુલ હાજરી ૨૪૬૯ થવા પામે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.૧ના કોર્પોરેટર, રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભાના  ધારાસભ્‍ય અને રાજય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ૭૨ કોર્પોરેટરો પૈકી સૌથી ઓછી હાજરી જોવા મળી છે. પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આજ સુધીમાં કુલ ૩૮ બોર્ડ બેઠક મળી છે. જેમાં માત્ર ર૧ બોર્ડ બેઠકમાં ભાનુબેન હાજર રહી શકયા છે.

નયનાબેન પેઢડીયા

લીલુબેન જાદવ 

મનીષભાઇ રાડીયા

બાબુભાઇ ઉઘરેજા

મંજુબેન કુંગશીયા

વિનોદભાઇ સોરઠિયા

મગનભાઇ સોરઠિયા

રૂચિતાબેન જોષી

સોનલબેન સેલારા

(3:29 PM IST)