News of Monday, 2nd March 2026
શબવાહીનીના હેતુ માટે ગુરૂવારે ઇવનિંગ પોસ્ટ ખાતે નિઃશુલ્ક કરાઓકે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ
કલાકાર ખુશાલ વાઘેલા દ્વારા કાર્યક્રમોમાં ચાર્જ લીધા વિના મનોરંજન પિરસાય છે

રાજકોટ : લક્ષ્મીબેન શાંતિલાલ વાઘેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૫ના ગુરૂવારે સાંજે ૫ થી ૯ દરમ્યાન ઇવનિંગ પોસ્ટ ખાતે નિઃશુલ્ક કરાઓકે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાએલ છે. શબવાહીનીના હેતુ માટે આ કાર્યક્રમ યોજાયેલ હોવાનું જણાવાયું છે.
કલાકાર ખુશાલભાઇ શાંતિલાલભાઇ વાઘેલા છેલ્લા ૨૫ વર્ષથી કોઇપણ જાતનો ચાર્જલીધા વીના મનોરંજન સાથે કાર્યક્રમ આપતા હોવાનું તેઓએ જણાવ્યું છે.
કાર્યક્રમોમાંથી થયેલ આવક સેવા માટે વપરાતી હોવાનું જણાવાયું છે સંસ્થા દ્વારા બીનવારસી લાસને સ્મશાન સુધી પહોંચાડવાની સેવા કરવામાં આવતું હોવાનું પણ જણાવેલ છે.
(2:59 PM IST)










