<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

છ ગાઉં યાત્રામાં ભાવિકો ઉમટયાઃ જય આદીનાથના નાદ ગુંજયા

ઢેબરા તેરસે પાલીતાણામાં પુણ્‍યનું ભાથું બાંધતા જૈન-જૈનેતરોઃ વર્ષમાં એક વખત ખુલતા કેડી રસ્‍તાએથી આદેશ્‍વરદાદાના પક્ષાલનું જળ જે કુંડમાં આવે છે તેના દર્શનનો લાભ મળે છે

રાજકોટ, તા. ર : જૈન સમાજમાં વિશેષ મહત્‍વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉની યાત્રાનો આજે વહેલી સવારે -પ્રારંભ  પાલીતાણા તળેટી ખાતેથી થયો હતો.  ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો - જૈન-જૈનેતર ભાવિકો ઉપરાંત દેશ - વિદેશના યાત્રાળુઓ પણ છ ગાઉ યાત્રા કરી હતી. રાજકોટ શહેરમાંથી અંદાજીત ૪૦ થી ૪પ લકઝરી બસો પાલીતાણા પહોંચશે.

એક લોકવાયકા મુજબ ફાગણ સુદ-૧૩ ના શુભ દિવસે ભગવાન શ્રી કળષ્‍ણના બન્ને પુત્રો શામ્‍બ અને -દ્યુમન જૈન મુનિઓ સાથે અનસન વ્રત કરીને શત્રુંજય પર્વત ઉપર છ ગાઉની -દક્ષિણા કરીને ‘મોક્ષગતિઁ ને પામ્‍યા હતા તેથી જ આજના દિવસનું વિશેષ મહત્‍વ હોય છે.

શેત્રુંજય પર્વત ઉપર ૩પ૦૧ પગથીયા ચડીને ફકત આજના પવિત્ર દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્‍તો પસાર કરીને, આદેશ્વરદાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે તેના દર્શન કરીને તિર્થકર શ્રી અજીતનાથ સ્‍વામી તથા શાંતિનાથ સ્‍વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિષાોતનું  સ્‍મરણ કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીનો -સાદ લઇ, હસ્‍તગીરી અને શિધ્‍ધ શીલા ગુફા, સુરજ કુંડના દર્શન કરી યાત્રાળુઓ સિધ્‍ધવડ, આદરપૂર (ઘેટી) ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્‍યામાં ઉભા કરાયેલા ૮૯ પાલ (સ્‍ટોલ) માં  પહોંચશે. યાત્રા દરમ્‍યાન ઉપર દરેક પાણીના પરબ ઉપર કાચા-પાકા પાણીની વ્‍યવસ્‍થા, ડોકટરોની ટીમ, સુરક્ષા જવાનો, કોલોનવોટર મીશ્રીત ઠંડા નેપકીન માથે મૂકવા માટે, પાણીના ફુવારાઓ ઉપરાંત રસ્‍તામાં દરેક જગ્‍યાએ પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત આણંદજી કલ્‍યાણજીની પેઢી દ્વારા કરવામાં આવે છે. 

અંદાજીત ૩૫ જેટલા ડોમમાં યાત્રાળુઓનું  પગના અંગૂઠા ધોઇને બહુમાન કરી, તિલક કરી, ચલણી સિક્કાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. મોટા ભાગના યાત્રાળુઓ મળેલ ૫૦ થી ૬૦ સિક્કાઓ ગૌશાળાની દાન પેટીમાં પધરાવી દેતા હોય છે.

શેઠ શ્રી આણંદજી કલ્‍યાણજીની પેઢીની સિનીયર ટીમ જહેમત ઉઠાવતી હોય છે. જેમાં અપૂર્વ રમણલાલ શાહ, ટ્રસ્‍ટી શ્રીપાલભાઇ રસિકલાલ, કલ્‍પેશભાઇ શાહ, ભાવનગરના મનિષભાઇ શાહ, સુદિપભાઇ શેઠ, અનિલભાઇ શાહ, કમલેશભાઇ લાલભાઇ, સુધીરભાઇ મહેતા, વિ. ખડેપગે હાજર રહી સેવા બજાવે છે. ભાવનગર કલેકટર, ડીવાએસપી. હોમગાર્ડ, પાલીકા -મુખ, નવકાર સારવાર કેન્‍દ્ર, મેડીકલ સ્‍ટાફ આ સેવાયજ્ઞમાં જોડાયા છે.

તા.૧ માર્ચને રવિવારે દરેક પાલમાં (ફુડ સ્‍ટોલ)માં શુધ્‍ધ જૈન વાનગીઓમાં, ઢેબરા-દહિં-ગાઠીયા-પુરી-થેપલા,કાચા પપૈયાનો સંભારો, ચા-દૂધ-ઉકાળો, લીલી-કાળી દ્રાક્ષ, તરબુચ, તજ-લવિંગના ઉકાળા, રાજસ્‍થાની લચ્‍છી, વરીયાળી-લીંબુના શરબત વિ. દિવસ દરમ્‍યાન વાનગીઓ ભાતળભાવથી પિરસવામાં આવે છે.  સાંજે ૫થી ૬ ચૌવિહાર દરમ્‍યાન રોટલા-ખીચડી-કઢી, શાક-સંભારા દહિં વિ. આપવામાં આવે છે. પેઢી તરફથી ભાતાના પાલની પણ સુંદર વ્‍યવસ્‍થા હોય છે.

પાલીતાણાથી પાલના સ્‍થળે આવવા જવા માટે સિધ્‍ધપર-આદપૂર-ધેટી ગામ આવવા માટે એસ.ટી. તરફથી સ્‍પેશિયલ ૫૦થી વધુ બસો ફાળવવામાં આવી હતી. તેમજ બોમ્‍બેથી સ્‍પેશિયલ ટ્રેનનું પણ આયોજન કરેલ છે. સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટથી પણ સ્‍પેશિયલ એસ.ટી. બસો છ ગાઉ યાત્રા માટે મુકવામાં આવી હતી.

છ ગાઉ યાત્રા દરમ્‍યાન કુલ ૧૨૫૦ જેટલા નાના-મોટા દહેરાસરોનો દર્શનનો લાભ લેવા ભારતભરમાંથી તેમજ વિદેશથી પણ ભાવિકો ઉમટયા હતા.

યાત્રાળુઓ માટે આણંદજી કલ્‍યાણજીની પેઢી દ્વારા વિશાળ ડોમમાં પીવાનું પાણી, પંખા, આરામની સુવિધાઓ, પાલના સ્‍થળે દહેરાસરમાં પૂજા માટેના વષાો, સ્‍નાનવીધી, એકાસણા-આયંબીલના પાલ, સાધુ-સાધ્‍વીજીના સમુહમાં દર્શનનો લાભ, ડોકટરો, ફીજીયોથેરાપીસ્‍ટ, તેલ માલીસ વિગેરેની ટીમો પણ સેવામાં જોડાયા હતા. 

(3:01 PM IST)