News of Tuesday, 3rd March 2026
સગીરાના અપહરણ દુષ્કર્મ અને પોકસો એકટના કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૩: રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા આ કામના કરીયાદી એ પોતાની ૧૫ વર્ષની સગીર પુત્રીને લલચાવી ક્રોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૯૩, ૩૬૬, ૩૭૬(૨)(એન), ૩૭૨(૩) અને પોકસો એકટ ની કલમ ૪, ૯ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી જયદીપ ઉફૅ કાળુ અશ્વિનભાઈ જાદવની રાજકોટ થોરાળા પોલીસ ધ્વારા ધરપકડ કરવામા આવેલ જે કેસ ચાલી જતા . પોકસો અદાલતે આ કામના આરોપીને ઉપરોકત ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસની ટ્રેકમાં હકીકત એવી છે કે આ કામમાં થોરાળા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા એવા ભોગ બનનારના માતાએ તારીખ ૧૧/૦૩/૨૦૨૩ ના રોજ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૫ વર્ષની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની આઈપીસી કલમ ૩૯૯, ૩૭૬(૨)(મેન), ૩૭૯(૩) અને પોક્સો એકટ ની કલમ ૪, ૯ મુજબની ફરીયાદ આપેલ હતી. જેના અનુસંવાને પોલીસ (તપાસ કરતા સગીરાને થાનગઢ મુકામે રહેતા જયદીપ ૬૦ ઠાળુ અશ્વિનભાઈ જાદવ સાથે પેમ સબંધ હોય જેથી સગીરાને આરોપી સાથે લગ્ન કરવા હોય જેથી રાજકોટથી વાનગઢ મુકામે આરોપીના ઘરે ગયેલ જયાં રાત્રીના સમયે ભોગ બનનારની ઈચ્છા વિરૂધ્ધ આ કામના આરોપીએ અવાર નવાર શરીર સંબંધ આપેલાની હકીકત તપાસમાં ખુલવા પામતા તેમજ સગીરા આરોપી સાથે થાનગઢ હોવાની હકીકત ખુલવા પામતા આરોપીની ધરપકડ કરી હતી.
આ કેસ ચાલી જતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ-૫ સાહેદોને તપાસવામાં આવેલ તેમજ ૧૪-ડોકયુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ આ કામમાં અતિ મહત્વના મળતા સામેદ એટલે કે ભોગ બનનારની કોર્ટ રામતની જુબાનીમાં બનાવની હકીકતને સમર્થનકારીક જુબાની આપેલ, પરંતુ બચાવ પક્ષ ધ્વારા કરવામાં આવેલી ઉલ્ટ તપાસમાં બનાલથી વિપરીત હકીકત રેકર્ડ પર આવેલ તથા ઘણો બધો વિરોધાભાષ રહેલ હોય તેમજ તેમની જુબાની શંકાશીલ હોય તેમજ આરોપી સાથે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવાનું તહોમતનામું ફરમાવવામાં આવેલ હતું.
સરકારપક્ષ તરફથી તેને સાબીત કરવા માટે તપાસવામાં આવેલા સાહેદોની જુબાનીમાં બચાવપલ તરકે ઉલટતપાસમાં જે વિરોધાભાષ કોર્ટના રેકર્ડ પર લાવેલ જેથી સરકારપક્ષ પોતાનો કેસ સંકારણીત સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ આ કામના આરોપી જયદીપ ઉર્ફે કાળુ અશ્વિનભાઈ જાદવને સ્પે. પોક્સો કોર્ટના જજએ શંકાનો લાભ આપી સદરનું ગુન્હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમા આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી, મકવાણા, યોગેશ એ.જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિક્રમ કિહલા, સંજય મકવાણા, વિશાલ ડેડાણીયા, ગૌરવ જરીયા રોકાયેલા હતા
(2:39 PM IST)










