News of Tuesday, 3rd March 2026
આજીડેમ પોલીસના સવારથી બપોર સુધીમાં દારૂના ૨૧ દરોડા, ૨૧ પકડાયા
ડીસીપી હેતલ પટેલ, એસીપી જાદવની સુચના અંતર્ગત પીઆઇ એ. બી. જાડેજા અને ટીમોની કામગીરીઃ દેશી સાથે વિદેશી દારૂ પણ મળી આવ્યો

રાજકોટઃ હોળી-ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને શહેરમાં પ્રોહિબિશનની પ્રવળત્તિઓ ડામી દેવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવની સૂચના હેઠળ આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે વહેલી સવારથી જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાના નેતળત્વમાં અલગ-અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને દરોડાની કામગીરી કરવામાં આવી હતી. દેશી દારૂના ૨૧ દરોડા પાડી ૨૧ને પકડી લીધા હતાં. દરોડામાં ૩૬૬ લિટર દેશી દારૂ ૭૩૨૦૦નો અને રૂા. ૩૪૦૦નો વિદેશી દારૂ પણ કબ્જે કરાયો હતો.
પોલીસે ં હસનેન ઉર્ફે બોડીયો ફલીમભાઈ ફારૂકી, મનસુખભાઈ ગોવિંદભાઈ પરમાર, અનીતાબેન ઉર્ફે અનુ મકવાણા, સલમાબેન જુણેજા, માયાબેન મકવાણા, અનિલભાઈ દસાડીયા, હિરલબેન સાદમિયા, કરશનભાઈ જબાણીયા, -કાશભાઈ સોલંકી, સોનાલીબેન મકવાણા, ગૌરીબેન જબાણીયા, મીનાબેન જબાણીયા, જીવતીબેન પરમાર, રેખાબેન સોલંકી, વજુભાઈ સોલંકી, ભાવેશ દેવાભાઈ ગઢવી, અજયભાઈ સાપરા, વશરામભાઈ જબાણીયા, રવિ દિનેશભાઈ બાવુકીયા, મુક્તાબેન દલસાણીયા અને સરોજબેન રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ, લૌઠડા, હલેન્ડા, સરધાર અને આસપાસના વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યુ હતું. આ કામગીરીમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. ગોહિલ, એ.આર. રાઠોડ, પી.એચ. પઢેરીયા તથા અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો. તહેવાર સમયે શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.
(3:39 PM IST)










