તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
મોબાઇલ ફોનની બબાલમાં નેપાળી યુવાનની હત્યા
યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોકના ક્વાર્ટરમાં રહેતો ૩૩ વર્ષનો રાહુલ વિશ્વકર્મા ‘હમણા આવું' કહીને રાતે ઘરેથી નીકળ્યો હતોઃ પરિચીતનો ફોન પાછો ન દીધો હોઇ માથાકુટ થયાની ચર્ચાઃ ડીસીપી રાકેશકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, ડી. સ્ટાફ ટીમે શકમંદને ઉઠાવી લીધોઃ હત્યાનો ભોગ બનનાર રાહુલ બે ભાઇ એક બહેનમાં મોટો હતોઃ છુટાછેડા થઇ ગયા હતાં: પરિવારજનોમાં કલ્પાંત : રાજકોટના કેકેવી ચોક બ્રીજ નીચે માથામાં પથ્થરના ઘા ફટકારી રહેંસી નંખાયો : ધૂળટીની સાંજથી જ ઢોસાના સ્ટોલમાં કામે જવાનું હતુંઃ પણ ત્યાં ન ગયો, રાતે આટો મારવાનું કહીને નીકળ્યો અને મૃતદેહ સ્વરૂપે મળ્યોઃ પરિવારમાં શોકની કાલીમા

હત્યાનો ભોગ બનેલા નેપાળી યુવાન રાહુલ પ્રેમસીંગ વિશ્વકર્માનો નિષ્પ્રાણ દેહ, ફાઇલ ફોટો અને વિલાપ કરી રહેલા તેના માતા, બહેન સહિતના સ્વજનો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૫: શહેરમાં હોળી-ધૂળેટી પર્વની આમ તો શાંતિપુર્વક રીતે ઉજવણી થઇ હતી. પરંતુ ધૂળેટીની ઢળતી રાતે કાલાવડ રોડ કેકેવી ચોક બ્રીજ નીચે હત્યાની એક ઘટના બનતાં ચકચાર મચી ગઇ છે. નેપાળી યુવાનને એક શખ્સે માથામાં પથ્થરના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ યુવાને પરિચીતનો મોબાઇલ ફોન પોતાની પાસે રાખી લીધો હતો. આ ફોન પાછો આપવાના મામલે બબાલ થતાં મારામારી બાદ હત્યા થયાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. માલવીયાનગર પોલીસે ગણતરીના સમયમાં શકમંદને સકંજામાં લઇ લીધો છે. હત્યાનો ભોગ બનનાર યુવાન રાતે ઘરેથી ‘હમણા આવું' કહીને નીકળ્યા બાદ પરિવારજનોને તે મૃતદેહ સ્વરૂપે મળ્યો હતો.
જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી રોડ આકાશવાણી ચોક પાસે આવેલા ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતો રાહુલ પ્રેમસીંગ વિશ્વકર્મા (ઉ.વ.૩૩) નામનો યુવાન રાતે અઢી વાગ્યા આસપાસ કેકેવી ચોક બ્રીજ નીચે લોહીલુહાણ હાલતમાં પડયો હોઇ કોઇએ ૧૦૮ બોલાવી હતી. આ વખતે થોડા ભાનમાં રહેલા આ યુવાને પોતાનું નામ સરનામુ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં તેને લાવવામાં આવ્યો ત્યારે બેભાન જેવો થઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાહુલને કોઇએ માથામાં પથ્થરના ઘા ફટકાર્યા છે. પોલીસે રાહુલના પરિવારજનોને જાણ કરતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. જો કે વહેલી સવારે સારવાર દરમિયાન રાહુલે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, મહેશભાઇ રૂદાતલા, શૈલેષભાઇ ખીહડીયા, અજયભાઇ વીકમા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કરતાં પથ્થરથી હુમલો કરનાર શકમંદ હાથમાં આવી ગયો હતો. પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યું હતું કે હુમલો કરનાર શખ્સને કાલાવડ નજીક હોટલ છે. જ્યાં તે તેના પિતા સાથે કામ કરે છે. રાતે તે હોટલ ખાતેથી રાજકોટ આવી ઘર તરફ જતો હતો ત્યારે કેકેવી ચોકમાં પરિચીત નેપાળી યુવાન રાહુલનો ભેટો થઇ ગયો હતો. અહિ બંને વચ્ચ મોબાઇલ ફોન બાબતે બોલાચાલી થઇ હતી. આ શખ્સે મોબાઇલ પાછો માંગતા નેપાળી યુવાને ન દેતાં માથાકુટ થઇ હતી. એ પછી એ શખ્સે પથ્થર ઉપાડી ઘા ફટકારી દીધા હતાં. શકમંદ શખ્સની પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, કેતનભાઇ શેખલીયા, અજયભાઇ વીકમા, મનિષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદીપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ, શૈલેષભાઇ સહિતે તપાસનો ધમધમાટ શરૂ કરી શકમંદને ગણતરીના સમયમાં હસ્તગત કરી લઇ વિશેષ પુછતાછ શરૂ કરી હતી.
હત્યાનો ભોગ બનનાર રાહુલ વિશ્વકર્મા બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. અન્ય ભાઇનું ના સાહિલ અને બહેનનું નામ રિન્કલબેન છે. રાહુલના લગ્ન થયા હતાં પણ હાલ છુટાછેડા થઇ ગયા હતાં. તે અગાઉ હોટેલમાં નોકરી કરતો હતો. પણ હાલમાં કામ કરતો નહોતો. થોડા દિવસ પહેલા પંદરેક દિવસ સુરત કામ કરવા ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ બે દિવસ પહેલા જ તે ઢોસાના સ્ટોલમાં નોકરીનું નક્કી કરી આવ્યો હતો. બુધવારે ધૂળેટીની સાંજથી જ આ નવી નોકરીમાં તેને જોડાવાનું હતું. પરંતુ ત્યાં તે ગયો નહોતો અને રાતે ઘરે જ હતો. આ પછી રાતથે સાડા દસેક વાગ્યે તે ઘરેથી હમણા આટો મારીને આવું છું, કેકેવી ચોક તરફ જાઉ છું તેમ કહીને નીકળ્યો હતો. બાદમાં પરિવારજનોને તે લાશ સ્વરૂપે મળતાં કલ્પાંત સર્જાયો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. માતાનં નામ સરસ્વતિબેન છે. દિકરાની હત્યાને પગલે નેપાળી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૧૫)
નેપાળી સમાજના આગેવાન સંજયભાઇ કારકી મૃતકના સ્વજનોની મદદે પહોચ્યા
નેપાળી યુવાનની હત્યાનો બનાવ બન્યાની જાણ થતાં નેપાળી સમાજના આગેવાન કાર્યકર સંજયભાઇ કારકી હોસ્પિટલ ખાતે પહોîચ્યા હતાં મૃતકના સ્વજનોને મદદરૂપ થયા હતાં. સંજયભાઇ હમેશા નેપાળી સમાજના કોઇપણ લોકો હોસ્પિટલમાં દાખલ થાય કે સમાજના કોઇનું અવસાન થાય તો અચુક હોસ્પિટલે પહોîચી મૃતકના સ્વજનને મદદરૂપ થાય છે.
(3:21 PM IST)










