તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
સંસદમાં ધક્કામુક્કી : ભાજપના ૨ સાંસદો ICUમાં : રાહુલ ઉપર આરોપ : સંસદ ભવન કે કુશ્તીનો અખાડો ? બાબા સાહેબ આંબેડકરને લઇને સંસદની અંદર અને બહાર સ્થિતિ ગરમાગરમ : સંસદની બહાર ધક્કામુક્કી : ભાજપના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપુત ઘાયલ : સારંગીને માથામાં ઇજા : ICU માં દાખલ કરાયા : ભાજપે રાહુલ ગાંધી સામે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ3:14 PM IST
ચીનના પરમાણુ બોમ્બની સંખ્યા ૬૦૦ને પાર : ભારત અને અમેરિકા માટે મોટો ખતરો : ચીને એક વર્ષમાં ૧૦૦ પરમાણુ બોમ્બ બનાવ્યા : ચીન જે ઝડપે પરમાણુ હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે તેનાથી ભારત અને અમેરિકા માટે ખતરો વધી શકે છે : પેન્ટાગોનનો ડરામણોઃ ૨૦૩૦ના અંત સુધીમાં ચીન પાસે ૧૦૦૦થી વધુ પરમાણુ બોમ્બ હશે : આમાના ઘણાને સંપૂર્ણ તેનાતી મોડ પર મૂકવાની યોજના છે : ૪ વર્ષમાં ત્રણ ગણો પરમાણુ ભંડાર વિકસાવ્યો9:58 AM IST
24 કલાકમાં આ દરિયાકાંઠે ફૂંકાશે જોરદાર પવન:દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી :કોલ્ડવેવનું એલર્ટ : દેશના ઉત્તરીય રાજ્યોમાં અત્યંત ઠંડી, જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી: દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન ફૂંકાશે, જેના કારણે આસપાસના જિલ્લાઓમાં ભારે વાદળો વરસશે. જુઓ હવામાન વિભાગની અપડેટ11:55 PM IST
પીએમ મોદી, જયશંકર, યુક્રેન યુદ્ધ... રાષ્ટ્રપતિ પુતિને વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જાણો શું બોલ્યા ? : પહેલા પુતિને દેશની આર્થિક સ્થિતિ વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ વર્ષે તે લગભગ ચાર ટકાના દરે વૃદ્ધિના માર્ગ પર છે. તેમણે સ્વીકાર્યું કે ઉપભોક્તા ફુગાવો 9.3 ટકાના ઊંચા સ્તરે છે, પરંતુ તેને ઘટાડવા માટે સેન્ટ્રલ બેન્કના પ્રયાસોની નોંધ લીધી 10:34 PM IST
મુંબઈ: મલબાર હિલનું શાંતિવન 'ધ નેસ્ટ'માં પરિવર્તિત:જે શહેરના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ શહેરી જંગલ : મલબાર હિલનું શાંતિવન ટૂંક સમયમાં મુંબઈવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે કારણ કે તે શહેર-વ્યાપી ગ્રીન કોરિડોરના ભાગ રૂપે પુનર્જીવિત થઈ રહ્યું છે. આ અદ્યતન શહેરી જંગલ, જેને હવે ધ નેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે મુંબઈના ઘટી રહેલા ગ્રીન કવરને પહોંચી વળવા માટે એક મોટી પહેલનો એક ભાગ છે.9:35 PM IST
કોંગ્રેસનો આરોપ: ભાજપની વિચારધારા ડો,આંબેડકર વિરોધી છે : રાહુલ ગાંધીએ કહ્યું- ગૃહમંત્રી માફી માંગે : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમે સંસદમાં રોજ ધરણા કરતા હતા, પરંતુ આજ સુધી કોઈ હિંસા થઈ નથી. હવે અમે દેશવ્યાપી આંદોલન કરીશું. બીજેપી સાંસદોએ મને અને અમારી મહિલા સાંસદોને ધક્કો માર્યો. સરકારે શાંતિ ભંગ કરી અને અમારા પર હુમલો કર્યો. અમારી મજાક ઉડાવતા હતા.7:23 PM IST
આર્જેન્ટિનામાં એક પ્રાઇવેટ પ્લેન બ્યુનોસ આયર્સની બહાર રનવે પરથી સરકીને નજીકના ઘરો સાથે અથડાયું : બે લોકોના મોત : જુઓ વિડિઓ : સાન ફર્નાન્ડો એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, બોમ્બાર્ડિયર ચેલેન્જર 300 ખાનગી વિમાન રનવે પરથી હટી ગયું અકસ્માત બાદ જોરદાર જ્વાળાઓ ઉભરાવા લાગી હતી અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો4:53 PM IST
હિંદ મહાસાગરની ઊંડાઈમાં જોવા મળતા 'ગરમ પાણીના ચશ્મા' શું છે, જેને ખજાનો કહેવામાં આવે છે?ભારતીય સમુદ્રશાસ્ત્રીઓએ, પ્રથમ વખત, હિંદ મહાસાગરના ઊંડા તળિયે સક્રિય હાઇડ્રોથર્મલ વેન્ટનું ચિત્ર મેળવ્યું : આ ગરમ પાણીના ઝરણાઓને વાસ્તવમાં હાઇડ્રોથર્મલ વેન્ટ કહેવામાં આવે છે,જે રીતે આ પરપોટા ભૂગર્ભમાંથી નીકળે છે, એવું લાગે છે કે તે પાઇપમાંથી બહાર આવી રહ્યા છે અથવા પાણીની સપાટી તરફ આવી રહ્યા છે4:50 PM IST
ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે તે ડરી ગઈ અને અસ્વસ્થ થઈ ગઈ : રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર : ભારે હૃદયથી તેણીએ તેના લોકતાંત્રિક અધિકારોથી પીછેહઠ કરી હતી અને એક બાજુ ખસી ગઈ હતી, પરંતુ મને લાગ્યું કે સંસદના કોઈપણ સભ્યએ આવું વર્તન ન કરવું જોઈએ : નાગાલેન્ડના બીજેપી સાંસદ ફાંગનોન કોન્યાક4:36 PM IST
મુંબઈના ચારકોપમાં મરીના એન્ક્લેવમાં ભયાનક માર્ગ અકસ્માત : છથી વધારે લોકો ઇજાગ્રસ્ત : ઇજાગ્રસ્તોમાં ત્રણની સ્થિતિ ગંભીર : ખૂબ જ ઝડપી ગતીએ બાઈક સવારને કારણે આ અકસ્માત થયો,બાઈકર ડોલ્ફિન ટાવર પાસે પહોંચ્યો ત્યારે એક ડિલિવરી બોય ગેટ ક્રોસ કરવા જતો હતો ત્યારે એક ઝડપી બાઇકે તેની બાઇકને ટક્કર મારી4:28 PM IST
સંસદ ભવનમાં આજે ધક્કા-મુક્કીની ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં : બંને પાર્ટીના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના ઘાયલ થયા : રાહુલ ગાંધીની મુશ્કેલી વધવાની શકયતા : સંસદમાં ધક્કામુક્કી મામલે કોંગ્રેસ સાંસદ વતી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્યો : આ મામલે કાર્યવાહીની માગ4:10 PM IST
ઈન્દોરમાં ફરીથી ડિજિટલ ધરપકડના બે કિસ્સા : પહેલીવાર ડિઝિટલ ધરપકડ કરનાર વ્યક્તિનો ચહેરો સામે આવ્યો, ક્રાઈમ બ્રાન્ચ ઓફિસરે કહ્યું- 'હવે હું તને નહીં છોડું...' પ્રશાંત પાંડે : વિજયનગર પોલીસ સમજી ગઈ કે આ ડિજિટલ ધરપકડનો મામલો છે, યુવકને સમજાવ્યું કે તે ગુંડા છે, મેં મોબાઈલ લીધો ત્યારે ખબર પડી કે નંબર દુબઈનો હતો. યુવકના ખાતામાં 26 લાખ રૂપિયા હતા, જે ઠગ તેની પાસેથી લેવા માંગતા હતા4:12 PM IST
દેશમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા માટે ઈન્દોરમાં એક ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનો ધડાકો : ક્રાઈમ બ્રાન્ચે બે યુવકો અને એક સગીરને પકડ્યા : કાશ્મીર સહિત દેશના અન્ય ભાગોમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ : મોબાઈલમાં આવા વીડિયો મળી આવ્યા જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં કોમી ઉન્માદ ફેલાવીને વાતાવરણ બગાડવાની યોજના હતી4:13 PM IST
સાબુ, તેલ, ચા, કોફી... ભાવ ૨૦% વધશે : મોંઘવારી તમને વધુ રડાવશે : ફુગાવાના કારણે શહેરી માંગમાં ઘટાડો થયો છે પરંતુ તેમ છતાં એફએમસીજી કંપનીઓએ તેમના ઉત્પાદનોની કિંમતો વધારવાનું શરૂ કરી દીધું છે તેમની કિંમતોમાં ૨૦% સુધીનો વધારો થઈ શકે છે : હિન્દુસ્તાન યુનિલિવર, ગોદરેજ કન્ઝ્યુમર, ડાબર, ટાટા કન્ઝ્યુમર, પાર્લે પ્રોડક્ટ્સ, વિપ્રો કન્ઝ્યુમર, મેરિકો, નેસ્લે અને અદાણી વિલ્મર જેવી FMCG કંપનીઓએ કોમોડિટીના વધતા ખર્ચ અને કસ્ટમ ડયૂટીમાં વધારો કરવા માટે તેમના સામાનના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું3:56 PM IST
'સરકાર બદલવા દો, દરેકનો હિસાબ થશે', સંભલમાં સપા સાંસદના પિતાએ વીજળી વિભાગના અધિકારીઓને આપી ધમકી; FIR નોંધાઈ : વીજળીની ચોરી અને ગેરરીતિઓની તપાસ માટે વીજળી વિભાગની ટીમ ભારે પોલીસ દળ સાથે સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના નિવાસસ્થાને પહોંચી હતી:સાંસદના પિતા મમલુકર રહેમાન બર્કે બંને અધિકારીઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો 2:11 PM IST
ચેન્નાઈમાં જન્મેલી 19 વર્ષની કેટલીન બની મિસ ઈન્ડિયા યુએસએ : ભારતીય સમુદાય વિશે કહી મહત્વની વાત : ચેન્નાઈમાં જન્મેલી કેટલીન સાન્દ્રા નીલએ ન્યૂ જર્સીમાં મિસ ઈન્ડિયા યુએસએ 2024નો ખિતાબ જીત્યો: તે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં બીજા વર્ષની વિદ્યાર્થીની:ઇલિનોઇસની સંસ્કૃતિ શર્મા મિસિસ ઇન્ડિયા યુએસએ અને વોશિંગ્ટનની અર્શિતા કથપાલિયા મિસ ટીન ઇન્ડિયા યુએસએ બની12:27 PM IST
ડો.આંબેડકરને લઈને રાજકીય ગરમાવો:સંસદ સંકુલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન :ભાજપે પણ મોરચો ખોલ્યો : ડૉ.આંબેડકર પર અમિતભાઈ શાહની ટિપ્પણી બાદ વિપક્ષી પાર્ટીઓને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની તક મળી:સંસદથી લઈને શેરીઓ સુધી રાજકીય લડાઈ ચાલુ :ભાજપે પણ વિપક્ષ પર પલટવાર કરવાની તૈયારીઓ કરી:ભાજપના સાંસદોએ સંસદ પરિસરમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું12:29 PM IST
‘વસંત' નવા પેકેજિંગ સાથે તદ્દન નવા લૂકની રજૂઆત કરે છે : ‘પ્યાર તો હોના હી થા'ના ભાગ રૂપે આ અભિયાન, સુપ્રસિદ્ધ બોલીવૂડ કલાકાર અનિલ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રસ્તુત કરે છે : પાંચ દાયકાઓથી પણ વધુ સમયથી વસંત ભારત ભરના રસોડામાં વિશ્વાસ અને શુદ્ધતાનું પ્રતીક રહ્યું છેઃ ચંદ્રકાંત ભંડારી12:01 PM IST
કોરોના સમયગાળા પછી ભવિષ્ય માટે બચત કરવાની વૃત્તિ ઝડપથી વધી, ૬૨% SIPમાં કરી રહ્યા છે રોકાણ : બેંક બજારના ‘મનીમૂડ' રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૪૭ ટકા લોકો નફા માટે, ૪૪ ટકા લોકો જીવનશૈલીમાં સુધારો કરવા માટે, ૪૨ ટકા લોકો મુસાફરી માટે, ૩૧ ટકા લોકો નિવ્રુત્તિ માટે, ૨૮ ટકા લોકો લક્ઝરી પ્રોડક્ટ્સ પર અને ૨૭ ટકા લોકો સ્કિલ ડેવલપમેન્ટ માટે બચત કરી રહ્યા છે11:07 AM IST
નાતાલ અને નવા વર્ષની ઉજવણી પહેલા દીવમાં દારૂના વપરાશને લાગ્યું ગ્રહણ ! : દીવ કલેક્ટરે કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પાડ્યું : ઘોઘલા બીચ, નાગોઆ બીચ, દીવ જેઠીબાઈ બસ સ્ટેન્ડ, દીવનો કિલ્લો, સેન્ટ પોલ ચર્ચ, જલંધર બીચ સહિતના બીજા અન્ય પર્યટન સ્થળો પર દારૂના સેવન પર પ્રતિબંધ9:38 AM IST
હાડ થીજાવતી, દેહ ધ્રુજાવતી કડકડતી ઠંડીમાં હિમવર્ષાની બોછાર માણવા કાશ્મીરના ‘ચિલ્લાઈ કલાન' ઠંડોત્સવમાં સહેલાણીઓ ઉમટી પડશે : ૨૦ ડિસેમ્બરથી ૩૦ જાન્યુઆરી દરમિયાન : ચિલ્લાઈ કલાન એટલે ધૂન, ગાંડપણ, પરાક્રમ, જોખમ, રોમાંચ, સાહસિકતા, નીડરતા, ઉત્તેજના અને આકર્ષણ ચિલ્લાઈ કલાન એટલે હાડ થીજાવતી ઠંડી હિમવર્ષા, બરફની બોછાર, હિમ નદીઓ, થીજી ગયેલ સરોવરો : ચિલ્લાઈ કલાન એટલે કેશર કાવો સમોવારી કાશ્મીરી સ્વાદિષ્ટ વ્યંજન, નમકીન ચા સાથે હુક્કા - પાણી : ચિલ્લાઈ કલાન એટલે હુફાળી કાંગરી પશ્મીના સાલ, સ્વેટર, ધાબરી, ચટાઈ, કાલીન, ફેરન, બુખારી11:26 AM IST
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વેળાએ એક કાર્યકરનું મોત :યોગી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો : યુપી વિધાનસભાની ઘેરાબંધી દરમિયાન કોંગ્રેસના એક કાર્યકરનું મોત થયું:પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે મુખ્યમંત્રી પાસે મૃતક પ્રભાત પાંડેના પરિવારને 1 કરોડની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા માંગ કરી.11:09 PM IST
સંભલ અને વારાણસી પછી અલીગઢમાં વર્ષો જૂના મળ્યા મંદિર : શિવલિંગ અને તૂટેલી મૂર્તિઓ મળી : અલીગઢના બન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય રહેમાનમાં એક પ્રાચીન શિવ મંદિર મળ્યું જ્યાં શિવલિંગ અને અન્ય મૂર્તિઓને માટીમાં દફનાવી દેવાઈ હતી: હિન્દુ સંગઠનોએ મંદિરને અતિક્રમણમાંથી મુક્ત કરીને પૂજા શરૂ કરવાની માંગ કરી11:10 PM IST

મધ્યાહન ભોજન

અપમાનનો આક્રોશ…..

ફિલ્મ પ્રમોશન….

સજ્જડ બંધ….

વિરોધ પ્રદર્શન….
અકિલા સોશ્યિલ મીડિયાડિગ્રી માત્ર કારકિર્દી માટેનું સાધન ન બને, પરંતુ માનવતા અને સમાજના ઉત્કર્ષનું માધ્યમ પણ બને : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : IAR યુનિવર્સિટીએ તેના સંશોધન કાર્યોની શ્રેષ્ઠતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે : ગાંધીનગરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચનો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન:વિજ્ઞાન અને ટેકનોલોજી માનવતાના કલ્યાણનું સાધન બની શકે છે, જ્યારે તેનો દુરુપયોગ અશાંતિ અને આતંકવાદનું કારણ પણબની શકે છે.6:31 PM IST
સગર્ભા પત્ની તેની બાળપણની બહેનપણી સાથે ભાગી ગઈ : પતિએ હાઇકોર્ટમાં પાછી મેળવવા કરી અરજી : હાઇકોર્ટે અરજદારની લાપતા પત્નીને શોધીને તારીખ 23 મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ ૨જૂ ક૨વા પોલીસને હુકમ કર્યો : લેસ્બિયન સંબંધોના દબાણમાં સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની તેની બાળપણની બહેનપણી સાથે જતી રહી હોવાના ગંભીર આક્ષેપ12:14 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કાર્યરત કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા : રાજ્યના અગત્યના માર્ગોના નિર્માણની રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હસ્તકની કામગીરી વધુ ગતિશીલ બનશે : પેથાપુર-નારદિપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી. માટે રૂ. ૨૭.૭૫ કરોડ : જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. માટે રૂ. ૧૮.૦૨ કરોડ : નડિયાદ-પેટલાદ-ખંભાત ૨૪.૦૦ કિ.મી. માટે રૂ. ૨૩.૪૫ કરોડ : ચિખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. માટે રૂ. ૧૯.૯૮ કરોડ : ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી માટે રૂ. ૪૨.૫૧ કરોડ4:47 PM IST
ગત જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવાઇઃ રાઘવજીભાઈ પટેલ : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાળ્યું.. : ંને કળષિ રાહત પેકેજને મળી ગુજરાતના ૭.૧૫ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ પાક નુકશાન માટે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૩૮.૯૮ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૬૨૦૪ કરોડથી વધુની સહાય ચૂકવાઈ4:13 PM IST
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા: પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય એમ રખિયાલમાં બેખૌફ બનેલા લુખ્ખાઓની દાદાગીરીએ પોલીસને નિચાજોણું કર્યું : ખાખીનો કોઈ ડર ન હોય એમ લુખ્ખા પોલીસને કહી રહ્યા છે “બહોત મારુંગા સાહેબ” : પોલીસ પણ જાણે કે તેમની વાત માનતી હોય એમ આવા લુખ્ખાઓ સામે પગલા ભરવાને બદલે ત્યાંથી જતી રહે છે. પોલીસનું આ વલણ જોતા તો લાગે છે કે પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી5:04 PM IST
દરબાર સાહેબ દેસાઈની ૧૩૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા : દરબારસાહેબે ગામડાના ખેડૂતો અને ગરીબ માણસો માટે ખૂબ સારા કાર્યો કર્યા હતા,તેમણે રાજા તરીકે મળતી સુવિધાઓ અને વૈભવની જગ્યાએ સાદગીને જીવનમાં ઉતારી હતી : શંકરભાઈ ચૌધરી2:35 PM IST
અમદાવાદમાં પોલીસે મોરબીના યોગેશ દસાડીયા ને 3.59 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડ્યો : સાયલી નામની સ્ત્રી સાથે ટેલિફોનિક સંપર્ક થયા પછી યોગેશ દસાડીયાને બેંગકોક પટાયાથી પાર્સલ લાવવા 70 હજાર રૂપિયા આપવાની લાલચ આપી હતી : વટવા પોલીસે યોગેશ દશાડીયા પાસેથી પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ કબ્જે કરી આગળની કાર્યવાહી : ઝડયાપેલો યુવક અગાઉ આ રીતે હાઈબ્રીડ ગાંજો લાવી ચુક્યો છે કે કેમ ? સાયલી નામની સ્ત્રી કોણ છે ? અને કઈ રીતે આ નેટવર્ક ચલાવે છે તે અંગે તપાસ 3:22 PM IST
નવા કાયદા લાગુ કરાયા બાદ જાયે તો કહા જાયે જેવો ઘાટ: સરકારે E.Kyc નિયમ લાગુ કર્યો પરંતુ નર્મદા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના હજારો લોકો પાસે આધાર કાર્ડ જ નથી..!! : આધારકાર્ડ વિના E.Kyc કે અન્ય બાબત શક્ય નથી પરંતુ નવા આધારકાર્ડ નહી નીકળતા લોકો મૂંઝવણમાં:કેટલાક વિધવા, કેટલાક માનસિક અશકત તો કેટલાક વિકલાંગ લોકો પાસે આધાર કાર્ડ નહી હોવાથી મુશ્કેલીમા મૂકાયા11:13 PM IST
રાજપીપળાનું રજવાડી બેન્ડ સ્ટેન્ડ સંગીત સુરાવલીથી ફરી એકવાર મ્યુઝિકથી ગુંજી ઊઠ્યું... : મોટી જનમેદની વચ્ચે રાજપીપળાના ગાર્ડનમાં ઇન્ટેક્ટ ચેપ્ટર દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન: મહારાજા રઘુવીરસિંહ, યુવરાજ માનવેન્દ્રસિંહ, ધારાસભ્ય ડો.દર્શનાબેન સહિત USA નુ સુરભી ઓન સોંબલ ગ્રુપના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ મચાવી11:07 PM IST
નાણાકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર: રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત સફળ: GDPના ૩ ટકાની મર્યાદા સામે વર્ષ ૨૦૨૪-૨૫માં માત્ર ૧.૮૬ ટકા અંદાજવામાં આવી : રાજ્યમાં વર્ષ ૨૦૦૦-૦૧માં જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકા: ઘટીને વર્ષ ૨૦૨૩-૨૪ના સુધારેલા અંદાજ મુજબ ૧૫.૩૪ ટકા : મહેસૂલી આવકની સાપેક્ષમાં જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૧-૦૨માં ૨૫.૧૭ ટકાની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં માત્ર ૧૧.૭૬ ટકા : GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને :ગત નાણાકીય વર્ષમાં ગુજરાત દ્વારા લેવામાં આવેલ કુલ જાહેર દેવામાંથી ૨૦ ટકા કરતાં પણ વધારે હિસ્સો વગર વ્યાજની કે ઓછા દરની લોનનો6:34 PM IST
વી.વી.પી. સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કુલ્સ ઓફ આર્કિટેકચર અને કીચ સ્કુલ ઓફ ડીઝાઇન દ્વારા : આવતી કાલથી ૩ દિવસના વિદ્યાર્થી મહોત્સવ ઇવેન્ટનો પ્રારંભઃ વી.વી.પી.સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર (આઇપીએસએ) અને કેએસડી (કીચ સ્કુલ ઓફ ડિઝાઇન) દ્વારા વાર્ષિક વિદ્યાર્થી મહોત્સવ Melange-24 નું દ્રષ્ટિપુર્ણ આયોજનઃ કનેકટીંગ ડોટસની થીમ પર આધારિત Melange-24 માં દેશ વિદેશના સુખ્યાત આર્કિટેકટસ, ડિઝાઇનર્સ અને વિદ્યાર્થીઓ વિચાર મંથનઃ વિખ્યાત લોકગાયક ઓસમાણ મીર, મ્યુઝીકલ બેન્ડ અન ેસ્ટુડન્ટસ પોતાના જાનદાર રફોર્મન્સથી સાંસ્કૃતિક સંધ્યામાં જમાવટ કરશે11:47 AM IST
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત : જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે : ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રીશ્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવા અપીલ4:49 PM IST
નેશનલ પંચાયત એવોર્ડ-૨૦૨૪ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" તરીકે પ્રથમ પુરસ્કાર એનાયત : પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતને વિશેષ સન્માન : વાવકુલ્લી -૨ પંચાયતના વિકાસ કાર્યો માટે રૂ. ૧ કરોડની રકમ અપાઈ4:48 PM IST
આવતીકાલે અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા ‘‘કમ્પની આઉટલેટ''નું શાનદાર ઓપનિંગ : વડાલીયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદના આરજેડી આર્કેડ ખોડીયાર મંદિર રોડ ન્યુ રાણીપ પર ૫૦મો સ્ટોર શરૂ કરવામાં આવેલ છે જે કમ્પની આઉટલેટસ પરથી ૧૫૦ કંપનીની તમામથી પણ વધારે પ્રોડકટ એક જ જગ્યા પરથી મળી શકશે3:09 PM IST
મોરબીના યોગેશને અમદાવાદ પોલીસે ૩ાા કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે દબોચ્યોઃ બેંગકોકથી લાવ્યો'તો : એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. બી. પટેલ અને ટીમની કામગીરીઃ સિરામીકમાં સાથે કામ કરતી પુનાની નીધિના કહેવાથી નાસિકના પ્રીતમ સાથે બેંગકોક ગયોઃ ત્યાંથી સાયલી નામની યુવતિએ પાર્સલ આપ્યુ હતું3:29 PM IST
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ : સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની: મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયા : રાજ્યભરમાં ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’માંથી બનતી વિવિધ પૌષ્ટીક વાનગીઓની ચાર ભાગમાં સ્પર્ધા યોજાશે : ૫૭ આંગણવાડી કેન્દ્રો ‘નંદધર’ તથા ત્રણ ઘટકોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ભૂમિપૂજન4:07 PM IST
વોર્ડ નં. ૭-૮-૧૪ ના ૧પ જેટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય ટીલાળા કલેકટર પાસે દોડી આવ્યા : પ્રહલાદ પ્લોટ-સોનીબજાર-કરણપરા-જયરાજપ્લોટ-લક્ષ્મીનગર-લક્ષ્મીવાડી-દિવાનપરા-ગુંદાવાડી વિગેરેનો સમાવેશ : રજૂઆતોમાં લતાવાસીઓ સામેલ : લઘુમતી શખ્સો મંદિરો-હવેલી-દેરાસર પાસે મકાનો લઇ-નોનવેજની રેંકડીયો રાખતા હોવાની રાવ 3:15 PM IST
બોગસ દસ્તાવેજ પ્રકરણઃ અમે મોટામાથા સુધી પહોંચવાની તૈયારીમાં છીએઃ ‘પ્યાદા'ને નહી સુત્રધારને જ ઝપટે લેવાશે : હાલ અમારી એકધારી તપાસ ચાલી રહી છેઃ તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સીસીટીવી કેમેરા ફીટ કરી દેવા પ્રભવ જોષીના આદેશો : કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની દર ૬ મહિને બદલી કરી નાંખવા સુચનાઃ રૈયા-મવડીની બે જમીન પ્રકરણો રીવીઝનમાં લીધીઃ હવે નોંધ રદ કરાશે : કાયમી કર્મચારીઓ છે તે પણ સમજી જાયઃ ફરીયાદો આવી તો કોઇને નહિ છોડુઃ કલેકટર ભારે આગબબુલા4:49 PM IST
પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી બનેલા યુવાનના ભાઇ અને મિત્રોની કારને આંતરી તોડફોડઃ છરીના ઘા ઝીંકાયા : રાજપાલસિંહ ઉર્ફ રાજો જાડેજા, ચિરાગ બકાલી, દિનેશ કાંચો સહિત ૯ જણાએ ત્રણ ત્રણ સવારીમાં ત્રણ વાહન પર આવી કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે કોઠારીયા ગામના રમેશ ગજેરાની કારને આંતરી બોટલો, પથ્થરના ઘા કર્યા : કોઠારીયાના રમેશ ગજેરા, મિત્રો દેવ ટાંક અને દિવ્યેશ ઠુમમરને ઇજાઃ ભક્તિનગર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો2:28 PM IST
૬૫૦ સીનીયર સીટીઝન વડીલ માવતરોને વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયા : કેન્સર, હૃદયરોગ, કીડનીને લગતા રોગો, લીવરને લગતા રોગો, મગજની બીમારીઓ, કોવીડ-૧૯, મોતિયો, ડેન્ગ્યુ, ચિકનગુનીયા, મેલેરીયા જેવા રોગ તેમજ બાયપાસ સર્જરીની અને હીપ રિપ્લેસમેન્ટ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતના અનેક રોગો તેમાં વિવિધ મેડિકલ સારવારમાં આ કાર્ડ ઉપયોગી છે : આયુષ્યમાન વય વંદના કાર્ડ સામાજીક, આર્થિક સ્થિતિએ ધ્યાનમાં લીધા વગર ૭૦ અને તેથી વધુ ઉમરના વરીષ્ઠ નાગરિકોનો : આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશેઃ મુકેશ દોશી : વળધ્ધોની લાકડી બનવાનો ભાજપ પાર્ટીનો નવતર પ્રયોગઃ અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા2:30 PM IST
અગ્નિકાંડના કેસમાં ટી.પી.ઓ. સાગઠીયા સહિત ત્રણ આરોપીઓની બિન-તહોમત છોડી મુકવા અરજી : ટી.પી.ઓ. સાગઠીયા ઉપરાંત જયદીપ ચૌધરી-મકવાણા એ કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા ડીસ્ચાર્જ અરજી કરીઃ કુલ ર૭ વ્યકિતનો ભોગ લેનાર ટી.આર.પી. અગ્નિકાંડના કેસમાં નવો વળાંક લઇ આવવા પ્રયાસ? વધુ આરોપીઓની અરજી થયાની પણ સંભાવનાઃ ૩જી જાન્યુઆરી કોર્ટ સુનાવણી કરશે4:33 PM IST
રાજકોટની નગ્માની હત્યાનો ભાંડો ન ફુટે તે માટે તેના પરિવારના ૩ સભ્યોની પડધરી પાસે હત્યા કરાઇ'તી : પાઉડર તથા ઝેરી દવા પીવડાવી, સ્યુસાઇડ નોટ લખી હત્યાના બનાવને આપઘાતમાં ખપાવ્યો'તોઃ મૃતક સીરીયર કિલર નવલસિંહ તથા તેના કૌટુંબીક સાળા જીગર સામે ગુન્હો નોંધાયોઃ જીગરની ધરપકડ : પ્રેમીકા નગ્માની હત્યા કરી લાશ વાંકાનેર પાસે દાટી દીધા બાદ પરીવારજનોએ ગૂમ પુત્રી નગ્મા અંગે તાંત્રીક નવલસિંહને પુછતાછ કરતા ભાંડો ફુટવાની બીકે ત્રણેયની હત્યાનું કાવત્રુ રચ્યું'તું: પત્રકાર પરીષદમાં વિગતો આપતા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ 3:58 PM IST
આજીડેમ ચોકડીએ ડમ્પરે બાઇકને ઉલાળ્યું: કારખાને કામે જઇ રહેલા ભાઇલાલભાઇ પરમારનો ભોગ લેવાયો : જુઓ વિડિયો : માંડા ડુંગર પાસે રહેતાં વૃધ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુઃ ડમ્પર મુકી ચાલક ભાગી ગયોઃ માંધાતા સમાજના મહેશભાઇ રાજપરાએ મોટર સાઇકલની પાછળ પંખામાં માંધાતા લખ્યું હોઇ તેના આધારે તપાસ કરતાં મૃતકની ઓળખ મળીઃ પરિવારમાં શોક 3:59 PM IST
બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજનને ૧૩મી વખત પાસામાં ધકેલાયો : ૨૦૦૨માં પહેલીવાર અને છેલ્લે ૨૦૨૧માં અમદાવાદ જેલમાં પાસામાં ધકેલાયો હતો : ૫૫ ગુનાઓમાં સંડોવણીઃ તેમાં દારૂ ઉપરાંત મારામારી, ધમકી, હત્યાની કોશિષના ગુનાઓ પણ સામેલ : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરન્ટ ઇશ્યુ કરતાં પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા એન ટીમે વોરન્ટ બજવણી કરી સુરત જેલહવાલે કર્યો4:29 PM IST
નવા કોર્ટ બિલ્ડીંગના ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધીની મારી કામગીરી બોલે છે : બકુલભાઇ રાજાણી : બાર એસો.ની ચૂંટણીમાં બકુલ રાજાણીની એકટીવ પેનલને વકીલોનું પ્રચંડ સમર્થન : ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં બકુલ રાજાણીએ કરેલ કામગીરીને વર્ણવી : મારી છાપ ૧૦૮ ની છે : વકીલો અને બારના હિતમાં રાત-દિવસ જોયા વગર મારી ફરજ બજાવી છે : વકીલોની દરેક મુશ્કેલીમાં બકુલ કાકા ખડેપગે હોય છે : વકીલ ઉપરાંત સામાજીક કાર્યમાં પણ અગ્રેસર2:57 PM IST
વકીલો માટે લીગલ કલીનીક, સેમિનાર, સર્કિટ બેંચની કામગીરીને અગ્રતા અપાશેઃ પરેશભાઇ મારૂ : વકીલો અને વકીલ પરિવારો માટે પણ કામ કરવા સમરસ પેનલ કટિબધ્ધઃ નવા કોર્ટ બિલ્ડીંગમાં પાયાની સુવિધા ઉભી કરાશેઃ બાર અને બેંચ વચ્ચે સમન્વય સાંધી સમયાંતરે મેડીકલ કેમ્પ કરવાનું પણ અમારૂ લક્ષ્ય છેઃ સમરસ પેનલના પ્રમુખપદના ઉમેદવાર પરેશભાઇ મારૂની ‘અકિલા' સાથે વાતચીત3:06 PM IST
રાજકોટ આજીડેમ પોલીસે ૧૩ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યોઃ રીઢો ઉઠાવગીર ઉપલેટાનો રવિ ઉર્ફ કાલી પકડાયોઃ ૫.૩૫ લાખના વાહનો કબ્જે : મોડી રાતે હેન્ડ લોક વગરના બાઇકની હેડલાઇટ પાછળના ભાગનો સોકેટ તોડી ડાયરેક્ટ કરી ચોરી કરતો'તો : એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજાના માર્ગદર્શનમાં કામગીરીઃ પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્સ. કિશોરભાઇ ઝાપડા, કોન્સ. મહેશભાઇ કોઠીવાળ, જગદીશસિંહ પરમાર અને ગોપાલભાઇ બોળીયાની બાતમી : વાહનો ચોરીને રવિ ઉર્ફ કાલી મીત વ્યાસને આપતોઃ મીત સસ્તા ભાવે ધોરાજીમાં વેંચી નાંખતોઃ વેંચી દીધેલા તમામ વાહનો કબ્જે4:08 PM IST
જુનાગઢની યુવતિનું રાજકોટની હોસ્પિટલના ડોક્ટરે ડાબા સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાંખ્યું! : તપાસ કમિટીએ ડોક્ટરની બેદરકારી નકારી શકાય નહિ તેવો રિપોર્ટ આપતાં ગાંધીગ્રામ પોલીસે યુનિકેર હોસ્પિટલના ડો. જીગીશ શાહ સામે ગુનો નોંધ્યોઃ યુવતિ દુઃખાવાને કારણે સિલાઇ કામ કરી શકતી નથી : પીએમજેએવાય યોજના અંતર્ગત ઓપરેશન કરાવ્યું હતું1:34 PM IST
ઉપલેટાના હાડફોડી ગામે કરોડો રૂપીયાની ર૦૦ હેકટર ગૌચરની જમીન ઉપર બુલડોઝર ફરી વળ્યું : ઉપલેટા- ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયાની રાજય સરકારમાં રજુઆત બાદ ૧૯૮૦ થી થયેલ દબાણ દુર કરવા કામગીરી : એનીમલ હોસ્ટેલ પાસે થયેલ દબાણ દુર કરવા જેસીબી રોટોવેટર સહિતનો કાફલો કાર્યરત : ગૌચરની જમીન ઉપર ખેતીકામ કરતા હતા : ૧ર આસામીઓએ કબ્જો જમાવી દીધો હતો1:32 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો હોવાના સમાચાર 7:13 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST









































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































