તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 6th March 2026
તેલ-પનીર-સબ્જી સહિતના ૧૪ નમુના લેવાયા
મનપાની ફુડ શાખાની કાર્યવાહી : વિવિધ વિસ્તારોમાં ૭ને લાઇસન્સ અંગે સુચના

રાજકોટઃ તા.૬: મનપાની ફુડ શાખા દ્વારા સર્વેલન્સી ચેકીંગ દરમિયાન કાલાવડ રોડ તથા યુનિ.રોડ વિસ્તારના ૭ ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી છે. જયારે સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ૧૩ ધંધાર્થીઓની ચકાસણી કરી કુલ ૧૪ નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તેલ, પનીર તથા સબ્જીના નમુના લેવામાં આવ્યા હતા.
(3:30 PM IST)










