<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

કોઠારિયા રોડ પરના આધુનિક વિનોદભાઇ શેઠ કોમ્‍યુનીટી હોલનું ભાડુ ૧ હજારથી ૧૫ હજાર

નવીનીકરણ બાદ ચાર્જમાં સુધારો કરાયોઃ ટુંક સમયમાં લોકાર્પણ બાદ લોકો માટે ખુલ્લો મુકાશે

રાજકોટ તા.૬: શહેરના અરવિંદભાઇ મણીયાર માર્ગ(કોઠારીયા રોડ) પર આવેલ મનપાના વિનોદભાઇ શેઠ કોમ્‍યુનિટી હોલનું આધુનિકરણનું કામ ટૂંકસમયમાં પૂર્ણ થવામાં હોય તેનું લોકાર્પણ થનાર હોઇ, કોમ્‍યુનિટી હોલ ભાડેથી આપવા ડીપોઝિટ તથા રૂા.૧ હજારથી ૧૫ હજાર સુધીના ભાડાનાં દર નિયત કરવામાં આવ્‍યા છે.

કોમ્‍યુનિટી હોલનું તાજેતરમાં સંપૂર્ણ આધુનિકરણ કરવામાં આવેલ છે. આ કોમ્‍યુનિટી હોલનાં આધુનિકરણ બાદ હોલની સગવડતા તથા સુવિધામાં વધારો થયેલ હોય. જેમાં ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર ર્પાકિંગની સુવિધા, પ્રથમ ફ્‌લોર પર યુનિટ-૧ (નોન એ.સી.), બીજા ફ્‌લોર પર યુનિટ-૨ (એ.સી.) અને ત્રીજા ફ્‌લોર પર બે(૦૨)એ.સી. અને ચાર નોન એ.સી. રૂમ બનાવવામાં આવેલ છે.આ રૂમો યુનિટ ભાડે રાખનારને યુનિટ દિઠ ત્રણ-ત્રણ રૂમ વિના મૂલ્‍યે આપવામાં આવશે. સુરક્ષાનાં હેતુથી ફાયર સીસ્‍ટમ ઇન્‍સટોલ કરવામાં આવેલ છે. તેમજ એક પેસેન્‍જર લીફ્‌ટ તથા એક માલસમાન પરીવહન માટેની લીફ્‌ટ મુકવામાં આવેલ છે. શહેરના જુદાં-જુદાં વિસ્‍તારમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના કોમ્‍યુનિટી હોલની ડિપોઝીટ તથા ભાડાની રકમ નિયત કરવામાં આવેલ છે. જેમાં પત્રક 'એ' મુજબના હોલ માટે ડિપોઝીટ રૂ.૪૦૦૦ તથા ભાડુ રૂ.૨૦૦૦ તથા પત્રક 'બી' મુજબના હોલ માટે ડિપોઝીટ રૂ.૪૦૦૦ તથા ભાડુ રૂ.૪૦૦૦ મુજબ નિયત કરવામાં આવેલ છે.

કોમ્‍યુનિટી હોલ વોર્ડ નં.૯માં બાપા સીતારામ મેઈન રોડ પર, વોર્ડ ઓફિસ સામે આવેલ અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલની જેમ જ અદ્યતન પ્રકારનો છે. તેમજ એક યુનિટ સેન્‍ટ્રલાઈઝડ એ.સી. છે. પરંતુ અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલનાં મુખ્‍ય હોલનો એરીયા આશરે૮૨૮.૮૦ ચો.મી.અને વિનોદભાઇ શેઠ કોમ્‍યુનિટી હોલનાં મુખ્‍ય હોલનો એરીયા આશરેક ૨૭.૨૩ ચો.મી. નો છે. તેથી હોલ માટે ડિપોઝીટ તથા ભાડાની રકમ અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલનાં સ્‍ટે.ક.ઠ.નં.૧૮૦, તા.૨૪/૦૮/૨૦૨૧થી નિયત થયેલ ડિપોઝીટ તથા ભાડાના દરની સરખામણીમાં ઓછું નિયત કરવા યોગ્‍ય જણાય છે. અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલ માટે નીચે મુજબની વિગતે ભાડા અને ડિપોઝીટના દર નિયત કરવામાં આવેલ છે. જે ગઇકાલ મળેલ સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકમાં મંજુરીની મ્‍હોર લગાવવામાં આવી હતી.

(3:44 PM IST)