<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

બાળાને ફસાવીને અપહરણ કરી જનારા ૨૭ વર્ષિય રાજેશને પ્ર.નગર પોલીસે બંગાળથી પકડયો

૧૫ વર્ષની સગીરા બહેનના ઘરે જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થઇ હતી : પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ જે. બી. રાણીંગાની ટીમે બાળાને મુક્‍ત કરાવીઃ પોક્‍સોની કલમનો ઉમેરો

રાજકોટ તા. ૬: શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા અપહરણ-પોક્‍સોના ગુનો ઉકેલી ભોગ બનનાર અને આરોપીને પヘમિ બંગાળથી શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગયા વર્ષે પ્ર.નગર પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારની એક સગીરાનું અપહરણ થઇ ગયું હતું. આ મામલે પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીની અને અપહૃતની શોધખોળ હાથ ધરી હતી. ટેકનીકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિની મદદથી તપાસ શરૂ કરવામાં આવતાં માહિતી મળી હતી કે આરોપી પヘમિ બંગાળના પુરબ વર્ધમાન જીલ્લાના બુજરૂખડીંઘીના બોરા ગામે છે. આ માહિતીને આધારે એક ટીમ ત્‍યાં પહોંચી હતી અને ત્‍યાંથી સગીરાનું અપહરણ કરનાર રાજેશ મહાદેબ સંતરા (ઉ.વ.૨૭)ને પકડી લીધો હતો. સાથે અપહૃત સગીરા પણ મળી આવી હતી.

ઉલ્લેખનિય કે સગીરા તા. ૧૧/૧૧/૨૫ના રોજ રૂખડીયાપરા વિસ્‍તારમાંથી બહેનના ઘરે જવાનું કહીને નીકળ્‍યા બાદ ગાયબ થઇ હતી. તપાસ કરતાં આ બાળા સાથે કારખાનામાં કામ કરતો ૨૭ વર્ષનો બંગાળી શખ્‍સ રાજેશ પણ ગાયબ હોઇ તપાસ કરતાં આ શખ્‍સ ભગાડી ગયાની વિગતો ખુલી હતી. આથી પોલીસે બંગાળ સુધી પહોંચી આ શખ્‍સને પકડી લઇ સગીરાને મુક્‍ત કરાવી હતી. તેણી સાથે શરીર સંબંધ બાંધયાનું ખુલતાં પોક્‍સોની કલમનો ઉમેરો કરાયો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અને ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ જે. બી. રાણીંગા,  એમ. જ.ે વરૂ, હેડકોન્‍સ. કિશોરભાઇ ચુડાસમા, કોન્‍સ. ક્રિષ્‍નાબેન સિતાપરાએ આ કામગીરી કરી હતી. 

(3:46 PM IST)