News of Friday, 6th March 2026
દારૂના ગુનાઓમાં સામેલ રઝાક નોતીયાર અને દર્પણ મણવરને પાસામાં ધકેલાયા
ડીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઇ એસ. વી. ચુડાસમા, ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયાની ટીમે વોરન્ટ બજવણી કરીઃ બંને શખ્સને અમદાવાદ જેલમાં મોકલ્યા

રાજકોટ તા. ૬: દારૂના ગુનામાં સામેલ વધુ બે શખ્સોને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. માજોઠીનગર-૧ દૂધસાગર રોડ પર રહેતાં રજાક ગુલાબભાઇ નોતીયાર (ઉ.વ.૨૭) અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ક્રોસમોસ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૩માં રહેતાં દર્પણકુમાર મનસુખલાલ મણવર (ઉ.વ.૪૦)ને અમદાવાદ જેલહવાલે કરાયા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રઝાક નોતીયાર વિરૂધ્ધ અગાઉ ડીસીબીમાં બે અને કુવાડવા પોલીસમાં એક મળી દારૂના ત્રણ ગુના તથા દર્પણ મણવર વિરૂધ્ધ ગાંધીગ્રામમાં બે, તાલુકા અને માલવીયામાં એક-એક મળી ચાર દારૂના ગુના નોંધાયા હતાં. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનર ઝાએ મંજુર કરી હતી.
વોરન્ટ બજવણી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસભાઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, અનીલભાઇ સોનારા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. હરપાલસિંહ જાડેજા, રાજશેભાઇ ચાવડાએ કરી હતી.
(3:47 PM IST)










