<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

નગરસેવકો બનશે ભૂતપૂર્વઃ પદાધિકારીઓના વાહનો પરત લેવાશેઃઓફીસોને તાળા મરાશે

મનપાના વર્તમાન બોડીની ૧૧ માર્ચે ટર્મ પુરીઃ વિવાદોએ છેલ્લે સુધી છેડો પકડી રાખ્‍યો

રાજકોટ તા.૬: કોર્પોરેશનની ચુંટણી નજીક આવી રહી છે, વર્તમાન શાસકોની ટર્મ તા.૧૧ના રોજ પુરી થતા ૭૨ કોર્પોરેટરોની આગળ ‘‘ભૂતપૂર્વ'' લાગી જશે. તમામ પદાધિકારીઓના વાહનો પરત ખેંચાવાની સાથે ઓફીસોને પણ તાળા લાગી જશે. વર્તમાન ટર્મમાં ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ મળી ૭૨ નગરસેવકોમાં આગામી ચૂંટણી લડવાની ખેવના હોય શકે પણ અંતિમ નિર્ણય પાર્ટી કરનાર છે. આમ આવતા બુધવારથી તમામ કોર્પોરેટરો પૂર્વ થઇ જશે. વર્તમાન ટર્મમાં એકહથ્‍થુ શાસન સહિતની ફરિયાદો વચ્‍ચે મોટા નેતા ભ્રષ્ટાચારના આક્ષેપો જાહેરમાં કરતા આવ્‍યા હતા. પદાધિકારીઓ વચ્‍ચે સંકલનનો અભાવ છેક સુધી દેખાયો છે.

(4:18 PM IST)