News of Friday, 6th March 2026
વિકાસ એ ભાજપ સરકારની ઓળખ છે : ઉદય કાનગડ
રાજકોટના આર્યનગર, શિવશ્રુષ્ટિ પાર્ક, પ્રજાપતિ સોસાયટીમાં જનભાગીદારીથી માર્ગ સુવિધાના કામો શરૂ

રાજકોટ : વોર્ડ નં. પ માં આર્યનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વિકાસને નવી દિશા આપતા કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઉદય કાનગડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. પ માં શિવશ્રુષ્ટિ પાર્ક-૧ અને ૩, પ્રજાપતિ સોસાયટી તથા અવધપુરી સોસાયટીના કોમન પ્લોટમાં, તેમજ કેયુર પાર્ક, રત્નદીપ સોસાયટી, વલ્લભનગર અને રણછોડનગરમાં રોડ સાઇડના પડખામાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક નાખવાના કામો હાથ ધરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શહેર વલ્લભભાઇ દૂધાત્રા, અશ્વિનભાઇ મોલીયા, દિલીપ લુણાગરિયા, રસીલાબેન સાકરીયા, પરેશ લીંબાશીયા, પ્રભારી દુષ્યંત સંપટ, દિનેશભાઇ ડાંગર, જીલાભાઇ સૂસરા, બાબુભાઇ માટીયા, અનિલસિંહ પરમાર, ભાગવતીબેન ધરોડિયા, બિન્દુબેન ડોડીયા, બીપીનભાઇ ગોહિલ, રમેશભાઇ મેટડીયા, ભાદાભાઇ રાદડિયા, મુકેશ કાકડિયા, નીરવ મોલીયચ, કેતુ ભાખર, સતીશ સતાપરા, રમેશભાઇ, પ્રવીણભાઇ આંબલીયા, મિલન લૂણાગારિયા, અલ્પેશ લૂણાગારિયા, સંજય ચાવડા, પરેશ ધરોડીયા, બાબુ શેલડિયા, પરેશભાઇ ઉભડિયા, કારણ પરમાર, યોગેશ માલી, મુકેશ ઉભડિયા, સતિષભાઇ, મહેન્દ્રભાઇ અઘેરા, સુખાભાઇ ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, દિનેશભાઇ લોખીલ, ઘનશ્યામભાઇ ડાંગર, બાબુભાઇ રાજપૂત, ઘનશ્યામ ચાવડા, ઘનાભાઇ માલી, બાબુભાઇ ગઢીયા, ગોરધનભાઇ વેકરીયા, પરષોત્તમભાઇ સંખાવરા ઉપસ્થિત રહ્યા હોવાનું એક યાદિમાં જણાવાયું છે.
શ્રી કાનગડે જણાવ્યું હતું કે, ‘‘વિકાસ એ ભાજપ સરકારની ઓળખ છે.'' નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઇના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સર્વાંગી વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે.''
(3:58 PM IST)










